For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરમીમાં ફ્રિઝનું ઠંડુ-ઠંડુ પાણી પીવાનાં 4 નુકસાન

By Lekhaka
|

ગરમીની ઋતુ લગભગ શરૂ થઈ ચુકી છે તથા ઘરે આવ્યા બાદ આપણામાંથી મોટાભાગનાં લોકો બહારની બળબળતા તડકાની ગરમી દૂર કરવા માટે ફ્રિઝનું ઠંડુ પાણી પીવે છે.

જોકે બરફથી આરોગ્યને ઘણા લાભો થાય છે, પરંતુ બરફનું ઠંડુ પાણી કે ઠંડુ પાણી માત્ર હંગામી રીતે જ રાહત આપે છે. નિયમિત રીતે બરફનું ઠંડુ પાણી પીવાથી ઘણા નુકસાન પણ થાય છે.

અહીં બરફ કે ઠંડુ પાણી પીવાથી થતા નુકસાનો અંગે જણાવવામાં આવ્યું છે :

ઠંડુ પાણી પીવાનાં નુકસાન

1. પાચનમાં વિઘ્ન : ઠંડુ પાણી આપનાં ભોજનની પાચન પ્રક્રિયામાં વિઘ્ન પેદા કરે છે, કારણ કે ઠંડુ પાણી પીવાથી રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે. તેનાથી પાચનની પ્રક્રિયા મંદ પડી જાય છે અને કારણ કે ભોજનનું પાચન બરાબર નથી થતું; તેથી ભોજનનાં પોષક તત્વો નાબૂદ થઈ જાય છે અથવા શરીર દ્વારા અવશોષિત નથી કરાતાં. આપ બહેતર પાચન માટે ઘરગથ્થુ ઉપાયો વિશે જાણવા માંગશો.

2. પોષક તત્વોને નષ્ટ કરવા : આપનાં શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હો છે તથા જ્યારે આપ કોઈ ઠંડી પીણુ પીવો છો, ત્યારે તે વસ્તુનાં તાપમાનને નિયમિત કરવા માટે આપનાં શરીરે કેટલીક ઉર્જા ખરચવી પડે છે. નહિંતર આ ઉર્જાનો ઉપયોગ ભોજનનાં પાચન તથા પોષક તત્વોનાં અવશોષણ માટે થાય છે. આ જ કારણ છે કે ઠંડુ પાણી પીવાથી આપનાં શરીરને પોષક તત્વો નથી મળી શકતાં.

3. ગળુ ખરાબ થવાનો ખતરો વધી જાય છે : ઠંડુ પાણી પીવાથી આપનાં શ્વસન તંત્રમાં મ્યુકોસા બની શકે છે કે જે શ્વસન તંત્રની સંરક્ષણાત્મક લૅર હોય છે. જ્યારે આ લૅર સંકુચિત થઈ જાય છે, તો આપનું શ્વસન તંત્ર અનાવૃત્ત થઈ જાય છે તેમજ વિવિધ ચેપોની ઝપટે આવી જાય છે અને તેનાથી ગળુ ખરાબ થવાનો ખતરો વધી જાય છે. આપ ગળાને ખરાબ થવાથી બચાવવાની 6 રીતો વાંચવા માંગશો.

4. આપનાં હૃદયની ગતિ ઓછી કરે છે : બરફનું પાણી કે ઠંડુ પાણી પીવાથી આપનાં હૃદયની ગતિ ઓછી થઈ જાય છે. અભ્યાસોથી જાણવા મળ્યું છે કે ઠંડુ પાણી વેગસ તંત્રિકાને ઉત્તેજિત કરે છે. વેગસ તંત્રિકા 10મી કપાલ તંત્રિકા છે તેમજ તે શરીરની સ્વાયત્ત તંત્રિકા પ્રણાલીનો મહત્વનો ભાગ છે કે જે શરીરનાં અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરે છે. વેગસ તંત્રિકા હૃદયની ગતિ ઓછી કરવામાં મધ્યસ્થતા કરે છે તથા ઠંડુ પાણી આ તંત્રિકાને ઉત્તેજિત કરે છે કે જેથી હૃદયની ગતિ ઓછી થઈ જાય છે.

English summary
Even though ice has many health benefits, drinking ice water or cold water can only give temporary relief and drinking ice water regularly has its downside.
Story first published: Tuesday, December 27, 2016, 9:53 [IST]
X
Desktop Bottom Promotion