For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેદસ્તિવતા તો વધારશે જ, સાથે-સાથે અન્ય બીમારીઓ પણ આપશે પિસ્તા

By Lekhaka
|

ડ્રાય ફ્રૂટની વાત કરવામાં આવે, તો કાજૂ બાદ લોકોને સૌથી વધુ પસંદ પિસ્તા જ આવે છે. તેનો હળવો નમકીન ખારાશ ધરાવતો સ્વાદ એટલો સારો હોય છે કે કોઈ પણ પોતાની જાતને તેને ખાતા રોકી નથી શકતું.

પિસ્તા ખાવું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમાં વિટામિનસ, મિનરલ્સ, ફૅટીા એસિડનું પ્રમાણ બહુ વધારે હોય છે. ઘણા લોકો એવી સલાહ આપે છે કે હેલ્ધી રહેવું હોય, તો દરરોજ એક મુટ્ઠી પિસ્તા જરૂર ખાવો.

આપને જણાવી દઇએ કે પિસ્તા ફાયદાકારક તો છે, પરંતુ વધુ પ્રમાણમાં તેનું સેવન આપનાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ આર્ટિકલમાં અમે આપને બતાવી રહ્યાં છીએ કે જો આપ જરૂર કરતા વધુ પિસ્તાનું સેવન કરી રહ્યા છો, તો તેની શું સાઇડ ઇફેક્ટ્સ છે ?

એલર્જી :

એલર્જી :

જો આપને પિસ્તાથી એલર્જી છે, તો જાણી લો કે તેનાં સેવનથી શરીર પર રૅશેઝ પડવા લાગે છે અને તીવ્ર ખંજવાળ થવા લાગે છે. ઘણી વાર આ એલર્જીનાં નિશાન આજીવન આપની સ્કિન પર મોજૂદ રહે છે. આ ઉપરાંત તેની સાઇડ ઇફેક્ટથી આંખો અને નાકમાંથી પાણી આવવું અને ખાંસી આવી કે અસ્થમાની સમસ્યા પણ હોઈ શકે છે. તેથી જો આપને એવા લક્ષણો દેખાઈ રહ્યાં હોય, તો નજીકનાં તબીબની સલાહ લો.

વજન વધવું :

વજન વધવું :

આપને બતાવી દઇએ કે એક કપ પિસ્તામાં લગભગ 700 કૅલોરી હોય છે અને જો આપ દરરોજ એટલી કૅલોરીનું સેવન કરી રહ્યાં છો અને તે હિસાબે વર્કઆઉટ નથી કરી રહ્યાં, તો ચોક્કસ આપનું વજન વધવા લાગશે.

કિડની સ્ટોનનો ખતરો :

કિડની સ્ટોનનો ખતરો :

પિસ્તામાં ઑક્સલેટ અને મેથીઓનિનનું પ્રમાણ બહુ વધારે હોય છે અને જ્યારે આપ બહુ વધારે પ્રમાણમાં પિસ્તા ખાવા લાગો છો, તો પેટની અંદર કૅલ્શિયમ ઑક્સલેટ બનવા લાગે છે કે જે આગળ ચાલીને કિડની સ્ટોનમાં ફેરવાઈ જાય છે. આ ઉપરાંત પિસ્તામાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે કે જેનાં કારણે તે કિડનીની કાર્યક્ષમતા પર માઠી અસર નાંખે છે.

ગૅસ્ટ્રોઇંટેસ્ટનલ સાથે જોડાયેલી સમસ્યાઓ :

ગૅસ્ટ્રોઇંટેસ્ટનલ સાથે જોડાયેલી સમસ્યાઓ :

જે લોકોને ફ્રુક્ટંસથી એલર્જી હોય છે કે જે લોકો તેને પચાવી નથી શકતા, તેવા લોકોને પિસ્તાનું સેવન ઓછું કરવું જોઇએ. એવું એટલા માટે, કારણ કે પિસ્તામાં ફ્રુક્ટંસનું પ્રમાણ બહુ વધારે હોય છે અને તેનાં કારણે તેમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. જોકે તે સૌના માટે હાનિકારક નથી હોતાં. તેથી ખાસ તો તેવા લોકો કે જેઓ ફ્રુક્ટંસ ઇનટૉલરંટ છે, તેમને પિસ્તા ન ખાવું જોઇએ.

હાઈ બ્લડ પ્રેશર :

હાઈ બ્લડ પ્રેશર :

નૅચરલ પિસ્તામાં સોડિયમનું પ્રમાણ બહુ ઓછું હોય છે, પરંતુ જ્યારે આપ તેમને રોસ્ટ કરીને કે મીઠું મેળવીને ખાવો છો, તે તેમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે. એવામાં જો આપ બહુ વધારે પ્રમાણમાં તેનું સેવન કરી રહ્યાં છો, તો તેનાંથી આપને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે.

English summary
“A handful of pistachio nuts a day could protect your heart.” However, having too many pistachios can have adverse effects on your health.
Story first published: Wednesday, August 16, 2017, 10:20 [IST]
X
Desktop Bottom Promotion