For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો પોતાનાં ઘુંટણ સ્વસ્થ રાખવાની 7 યુક્તિઓ

By Lekhaka
|

આપણા ઘુંટણ શરીર માટે અનેક પ્રકારનાં આંચકા સહન કરે છે. તેથી ઘુંટણનું સ્વસ્થ હોવું આપણા સમ્પૂર્ણ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે.

નબળા ઘુંટણ કે આર્થરાઇટિસ (વા)થી ગ્રસ્ત ઘુંટણનાં કારણે આપણું હાલવું-ચાલવું કે હરવું-ફરવું પ્રભાવિત થઈ જાય છે. સ્વસ્થ ઘુંટણ માટે જરૂરી છે કે આપણા શરીરનું વજન યોગ્ય હો કે જેથી આપણા ઘુંટ પર વધારાનો બોજ ન પડે.

આ સાથે જ વધુ પ્રમાણમાં કસરત પણ જરૂરી છે. અહીં અમે કેટલીક યુક્તિઓ જણાવી રહ્યા છીએ કે જેથી આપ પોતાનાં ઘુંટણ સ્વસ્થ રાખી શકો છો :

1. યોગ્ય જમીન પર ચાલો :

1. યોગ્ય જમીન પર ચાલો :

જો આપને આર્થરાઇટિસ કે ઘુંટણની કોઇક સમસ્યા હોય, તો આપ બહુત દળદાર કે ઊંચી-નીચી જમીન પર ન ચાલો. હંમેશા રોડનાં કિનારે અથવા સમતળ જમીન પર ચાલો કે જેથી આપનાં ઘુંટણ પર કોઈ આંચકો ન લાગે.

2. સીડીઓ પર કુદો કે છલાંગ ન લગાવો :

2. સીડીઓ પર કુદો કે છલાંગ ન લગાવો :

જો આપનાં ઘુંટણ બરાબર હાલતમાં નથી, તો સીડી વગેરે પર દોડીને ઘુંટ પમ કોઈ વધારાનું દબાણ ન નાંખો. ખાસકરીને જો આપનું વજન વધારે હોય, તો ઝડપી પગલાથી સીડી પર દોડવું આપનાં ઘુંટણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સીડી પર ધીમે-ધીમે ચઢો અને કિનારાનો સહારો લો કે જેથી શરીરનું વજન વહેંચાઈ જાય.

3. સાયકલ ચલાવતી વખતે :

3. સાયકલ ચલાવતી વખતે :

સાયકલ ચલાવવી એક શ્રેષ્ઠ કસરત છે, પરંતુ યાદ રાખો કે જ્યારે પણ આપ સાયકલનાં પૅડલ મારો, પોતાનાં ઘુંટણ સીધા રાખો, તેના માટે જરૂરી છે કે આપ સાયકની સીટ જેટલી ઊંચી રાખી શકો, રાખો.

4. સંરક્ષણાત્મક કવચ પહેરો :

4. સંરક્ષણાત્મક કવચ પહેરો :

ઘણી વાર રમત-ગતમનાં કારણે ઘુંટણમાં ઈજા પહોંચી શકે છે. તેથી આવા કોઈ અકસ્માતથી બચવા માટે હંમેશા રમત-ગમત દરમિયાન સંરક્ષણાત્મક કવચ પહેરો.

5. જાંઘોની આંતરિક માંશપેસીઓ મજબૂત બનાવો :

5. જાંઘોની આંતરિક માંશપેસીઓ મજબૂત બનાવો :

જો જાંઘો અને ઘુંટણની આંતરિક માંસપેશીઓ નબળી હશે, તો આંચકાથી ખતરો વધી જશે. તેથી કસરત દરમિયાન આ માંસપેશીઓને મજબૂત બનાવવા પર ધ્યાન આપો. બેસવા દરમિયાન પોતાના ઘુંટણને સંકોચવા આ માંસપેશીઓને મજબૂત બનાવે છે.

6. હાલતા-ચાલતા રહો :

6. હાલતા-ચાલતા રહો :

બહુ વાર સુધી એક જગ્યાએ બેસી ન રહો. તેનાથી આપનાં ઘુંટણ જામ થઈ શકે છે. કોઇક કામમાં વ્યસ્ત હોવ, ત્યારે પણ પગ અને ઘુંટણ ચલાવતા રહો કે જેથી આપનાં ઘુંટણ બહુ વાર સુધી નિષ્ક્રિય ન રહે.

7. ઘુંટણને જરૂરથી વધુ ન વાળો :

7. ઘુંટણને જરૂરથી વધુ ન વાળો :

ઘુંટણની કસરત જરૂરી છે, પરંતુ તેમની ઉપર વધારાનો બોજ ન નાંખો. ઉઠક-બેઠક કે દંડ-બેઠક દરમિયાન પણ ઘુંટણને 90 ડિગ્રી કરતા વધુ ન વાળો. તેનાથી આપનાં ઘુંટણની માંસપેશીઓ પર માઠી અસર પડી શકે છે.

English summary
Knees are an important pillar of our well-being. Weak and unhealthy knees can make you immobile. So keep a watch on their health.
Story first published: Friday, December 2, 2016, 10:29 [IST]
X
Desktop Bottom Promotion