Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
10 ગણી ઝડપથી ઓગળશે ચરબી, જો ખાશો જીરૂં અને કેળાનું જાદુઈ મિશ્રણ
મેદસ્વિતા ઘટાડવા માટે આપ જિમ નહીં, પણ પોતાના ડાયેટમાં જીરૂં અને કેળાનાં મિશ્રણનો સમાવેશ કરો. જીરૂં અને કેળું કેવી રીતે વજન ઘટાડે છે, આવો જાણીએ.
આપણે સૌ જાણીએ છીએ કે જાડાપણું કેવી રીતે વધે છે, પરંતુ જાણીને પણ અજાણ્યા બન્યા રહી છીએ. આજની આ વ્યસ્ત લાઇફમાં લોકો પાસે જરાય સમય નથી કે તેઓ જિમમાં જઈ પરસેવો પાડે અને પછી ચૂંટી-ચૂંટીને ખાય.
એવા લોકો કે જેઓ પીજીમાં કે કોઇક હૉસ્ટેલમાં રહે છે, તેમના માટે તો વજન ઘટાડવું શક્ય છે સમજો, પરંતુ આપ ગભરાવો નહીં, કારણ કે આજે અમે આપને એવી આસાન ઘરગથ્થુ રીત બતાવીશું કે જેની મદદથી આપ આરામથી પોતાનાં પેટની ચરબીને ઓછી કરી શકશો.

જીરૂં અને કેળું કઈ રીતે વજનને કરે છે ઓછું
આયુર્વેદનાં જણાવ્યા મુજબ બંને જ એટલે કે જીરૂં અને કેળું પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે, શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે. શરીરનાં મેટાબૉલિઝ્મને વધારે છે.

જીરૂં અને કેળાનાં ગુણો
આયુર્વેદનાં જણાવ્યા મુજબ જીરૂમાં ફૅટ બર્ન કરવાનાં ગુણો છે અને કેળું પાચન તંત્રને બરાબર રાખે છે. સાથે જ પેટમાં થતા અલ્સરથી આપનું રક્ષણ કરે છે.

કેવી રીતે કરશો પ્રયોગ ?
તેના માટે આપે પીળું કેળું લેવાનું રહેશે. નુસ્ખો તૈયાર કરવા માટે જીરૂને રોસ્ટ કરી પાવડર બનાવી લો. પછી એક વાટકી લો, તેમાં અડધુ કેળું નાંખી મૅશ કરી લો. પછી તેમાં જીરૂં પાવડર નાંખો અને મિક્સ કરો.

દરરોજ કેટલું લેવાય ?
ઝડપથી વજન ઉતારવા માટે આ મિશ્રણને બે ચમચી દરરોજ 15 દિવસ સુધી ખાવો.

કેટલા દિવસોમાં કરશે કામ ?
આ એક પ્રાકૃતિક મિશ્રણ છે કે જે તરત કામ નહીં કરે. તેના માટે આપે તેને દરરોજ ખાતા રહેવું પડશે અને જે દિવસે ફરક દેખાવાનું શરૂ થઈ જાય, સમજો કે તે કામ કરી રહ્યું છે. એમ તો તેની અસર 15 દિવસમાં જ દેખાવા લાગે છે.



Click it and Unblock the Notifications











