'Beach Body' બનાવવા માટે આટલું ચોક્કસ કરો!

Posted By:
Subscribe to Boldsky

બિકીની બોડીને જ બીચ બોડી કહે છે. જો આપ સમુદ્ર કિનારે ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો અને આપ ત્યાં બીચ પર ટૂ પીસમાં ઊંઘવાનો માણવા માંગતા હોવ તો પછી આપ આ 13 ટિપ્સને ચોક્કસ અપનાવશો. એટલું ધ્યાન રાખવું કે ટૂ પીસ પહેરવું કોઇ મુશ્કિલ કામ નથી, પરંતુ આપ તેમાં સારા દેખાવ તેના માટે આપે વધારે મેહનત કરવી પડશે.

જો આપ આ બિકીની સીઝનમાં ફિટ, ઉમદા અને સ્વસ્થ બોડી ઇચ્છો છો તો ડાયેટમાં ફેરફાર કરવાની જરૂર નથી. તેના માટે આપે એક સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવવી પડશે. આવો અમે આપને બતાવીએ કેટલીક આવી શાનદાર એક્સરસાઇઝ અંગે, જે સુંદર બિકીની બોડી બનાવવામાં તમારી મદદ કરશે.

1. કેટલીક સ્ટ્રેંથ ટ્રેનિંગ કરો

1. કેટલીક સ્ટ્રેંથ ટ્રેનિંગ કરો

પરફેક્ટ બિકીની બોડી બનાવવા માટે ઇલિપ્ટિકલ પર કલાકો સુધી મહેનત ના કરશો. આનાથી આપને અપેક્ષિત પરિણામ નહી મળે. એના સ્થાને આપ કેટલીક કાર્ડિયો અને સ્ટ્રેંથ ટ્રેનિંગથી શરૂઆત કરો. એક અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર સ્ટ્રેંથ ટ્રેનિંગ કરો અને કોઇ ખાસ મસલના સ્થાને આખી બોડી પર ફોકસ કરો.

2. ગ્રોસરી શોપિંગ દરમિયાન કંઇક વર્કઆઉટ કરો

2. ગ્રોસરી શોપિંગ દરમિયાન કંઇક વર્કઆઉટ કરો

જો તમારી પાસે જીમમાં જવાનો સમય નથી તો કેટલીક ગ્રોસરી વર્કઆઉટ કરો. તમારા હાથોને આકાર આપવા માટે સામાનથી ભરેલા બેગનું વહન કરવું. સાથે જ તમારી બેગને એક હાથમાંથી બીજા હાથમાં વહન કરો. આ ઉપરાંત બેગની સાથે માર્કેટમાં ઝડપથી ચાલવું પણ ફાયદાકારક સાબિત થશે.

3. એ નક્કી કરો કે કરવું શું છે

3. એ નક્કી કરો કે કરવું શું છે

કોઇપણ ફિટનેશ પ્લાન પર કાર્ય કરતા પહેલા એ નક્કી કરો કે તમારે શું કરવું છે. પોતાની જાતને પ્રશ્નો કરો. શું હું ફિટ છું? શું મારે વજન ઓછો કરવાની જરૂર છે. મારે કેટલો વજન ઓછો કરવો જોઇએ? કયા મસલ પર મારે ધ્યાન આપવું જોઇએ? જ્યારે આપને આ તમામ સવાલોના જવાબ મળી જશે તો આપના માટે બિકની ડાયટ અને કસરતનું આયોજન કરવું સરળ રહેશે.

4. ડીપ સ્ટ્રેચિંગ દ્વારા સેલ્યુલાઇટને હટાવો

4. ડીપ સ્ટ્રેચિંગ દ્વારા સેલ્યુલાઇટને હટાવો

સેલ્યુલાઇટ એક પ્રકારની ફેટ છે જે મહિલાઓની થાઇ પર જમા થાય છે. આને હટાવવા માટે કેટલીંક ડીપ સ્ટ્રેચિંગ કરો. ડીપ સ્ટ્રેચિંગ બોડી મસલની લંબાઇને બદલવામાં મદદ કરે છે. સાથે જ તે એક સ્થાન પર જમેલી ફેટને બધા જ ટિશૂમાં ફેલાવીને મસલને શેપ આપે છે.

5. સ્વસ્થ ખાઓ

5. સ્વસ્થ ખાઓ

જો આપ જીમમાં જતા હોય અને બહાર આવીને ઝંકફૂડ ખાતા હોય તો પછી સારા પરિણામની આશા ના રાખવી. એક સારુ શરીર બનાવવા માટે માત્ર કસરત જ પૂરતી નથી હોતી. તેના માટે આપને ખાનપાનનું પણ ધ્યાન રાખવું પડશે. માટે આપે સ્કિપિંગ મીલ અને ઝંકફૂડ પર અંકૂશ લાવવો રહ્યો.

6. થાઇ પર મહેનત કરો

6. થાઇ પર મહેનત કરો

સેક્સી લેગ અને થાઇ વગર આપની બિકીની બોડી અધૂરી છે. પોતાના થાઇને શેપમાં લાવવા માટે કેટલીક હિપ એક્સરસાઇઝ, લેગ પ્રેસ અને લેગ કર્લ કરો. જો આપના માટે જીમમાં જવું સંભવ ના હોય તો રનીંગ, હાઇકિંગ અથવા સ્વિમિંગનો સહારો લો.

7. પાઇલેટ્સ

7. પાઇલેટ્સ

જો આપ આપની બોડીમાંથી ચર્બી ઓછી કરવા માગતા હોવ તો પાઇલેટ્સનો સહારો લો. પાઇલેટ્સ એક એવી એક્સરસાઇઝ છે જે મસલને મજબૂત કરવાની સાથે સાથે સુડોળ પણ બનાવે છે. પાઇલેટ્સથી એબ્સ, લોવર બેક, હિપ્સ અને થાઇને ફાયદો થાય છે. સાથે જ તે એ મસલ્સને પણ સારું બનાવે છે, જેની પર સૌથી વધારે મહેનતની જરૂરિયાત છે. આ એક્સરસાઇઝને આપ સરળથી લઇને અઘરા રૂપોમાં કરી શકો છો. સારુ પરિણામ મેળવવા માટે તેને યોગ્યરીતે કરવી જરૂરી છે.

8. હંમેશા સીડીયોનો ઉપયોગ કરો

8. હંમેશા સીડીયોનો ઉપયોગ કરો

એલિવેટરને ભૂલી જાવ અને દરેક જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરો. જેનાથી આપનો એબ્સ અને બટ વ્યસ્ત રહેશે. જેનાથી ગ્લૂટ મસલ્સ એક્ટિવેટ થશે. પોતાના સોલ્ડર પર પણ ધ્યાન આપો. આ આપના હિપ્સની સાથે સાથે સીધું થવું જોઇએ, નહીં કે આગળની તરફ જૂકેલ. આ એક આસન એક્સરસાઇસ છે જેને ક્યાંયપણ કરી શકાશે.

9. વધારે પાણી પીવું

9. વધારે પાણી પીવું

દરરોજ સવારે એક ગ્લાસ પાણી ચોક્કસ પીવું જોઇએ. જેનાથી આપના બધા જ સેલ્સને તાજગી મળે છે. જો આપને વધારે પાણી પીવું ના ગમતું હોય તો તેમાં લીંબુ ભેળવી દેવું. જેનાથી થાક પણ દૂર થશે.

10. ખાવામાં સોડિયમની માત્રા ઓછી કરવી

10. ખાવામાં સોડિયમની માત્રા ઓછી કરવી

ખાવામાં સોડિયમની માત્રા ઓછી કરવી અને જમવામાં વધારે મીઠું ના નાખવું.

11. એબ્સ એક્સરસાઇઝ બાદમાં કરો

11. એબ્સ એક્સરસાઇઝ બાદમાં કરો


એ વાતને નક્કી કરી લો કે આપ એબ એક્સરસાઇઝ વર્કઆઉટના અંતમાં કરો છો, નહી કે શરૂઆત અથવા તો મધ્યમાં.

12. દિવસમાં ઘણી વખત ખાઓ

12. દિવસમાં ઘણી વખત ખાઓ


દિવસમાં પાંચ-છ વાર ભોજન કરો. જેનાથી ફેટ જમા નહીં થાય.

13. નાશ્તો

13. નાશ્તો

રોજ સવારે ઉઠ્યાના એક કલાક બાદ નિયમિતપણે નાશ્તો કરો. તે બિકની બોડી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

English summary
Bikini body is not a result of mere diet. You need to workout and change your lifestyle to get this beautiful posture. Here are some tips to help you get bikini body.
Story first published: Sunday, September 22, 2013, 18:28 [IST]