આર્યુવેદના આ 9 નુસખા ઘટાડશે કરશે તમારું વજન

Posted By:
Subscribe to Boldsky

આર્યુવેદ અર્થાત ''લાંબા આયુષ્યનું વિજ્ઞાન''ના અનુસાર સત્ય છે કે આર્યુવેદિક ઉપચાર તમને પ્રકૃતિ, સરળ અને સ્વસ્થ્ય જીવિકાને નજીક લાવે છે. આર્યુવેદમાં જાડીયાપણાનો ઉપચાર જીવન શૈલીની એક બિમારીના રૂપમાં કર્યો છે. યાદ રાખો કે આર્યુવેદમાં કોઇ શોર્ટકટ માર્ગ અપનાવી શકાતો નથી.

સલમાન, હૃતિક જેવી બોડી બનાવવા અપનાવો આ 15 ટિપ્સ

વજન ઘટાડવાના માર્ગ પર આગળ વધવા માટે આ સિદ્ધાંતોનું પાલન એક મહિના સુધી કરો! યાદ રાખો કે સરળ વ્યંજન અને શારીરિક રીતે સક્રિય જીવન શૈલી ફિટ તથા પતળા રહેવાનું રહસ્ય છે.

ખાન-પાનમાં સાદગી

ખાન-પાનમાં સાદગી

અહીં જીવવા માટે ખાવાના વાક્યાંશ પર ભાર મુકવામાં આવ્યો છે. લોકોને ઓછા તેલમાં તાજા અને સરળ રીતે બનાવવામાં આવેલા ભોજનને ખાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મારું માનવું છે કે ખાવા પ્રત્યે દ્રષ્ટિકોણમાં પરિવર્તન ડાયટ પ્રોગામનું પ્રથમ પગલું છે. માનસિક અનુશાસન, ડાયટ પર જનાર લોકોને બિનહેલ્થી ભોજન ન ખાવાની ઇચ્છા શક્તિ પ્રદાન કરે છે. એટલા માટે સરળતાથી પચી જનાર વ્યંજન જેમ કે ચોખા, દાળ, બાફેલી શાકભાજી, શાકભાજીનો સૂપ તથા લોટમાંથી બનાવેલા પકવાનોના વિકલ્પ પસંદ કરો.

સ્નૈક

સ્નૈક

તળેલા તથા ચિકણા વ્યંજનોનું સેવન ના કરો. તેમાં કેરળમાં પારંપારિક રીતે બનાવવામાં આવેલી કેળાં ચિપ્સનો પણ સામેલ છે. પાપડને તેલમાં તળવાના બદલે તવા પર શેકો.

ઉચ્ચ ફાઇબર યુક્ત અનાજ

ઉચ્ચ ફાઇબર યુક્ત અનાજ

ઓસામણવાળા ભાત અથવા બાફેલી શાકભાજીઓની સાથે ઉચ્ચ ફાઇબર યુક્ત જવનું સેવન કરો. આ ખાદ્ય પદાર્થોનું સામાન્ય રીતે સેવન પણ તૃપ્તિ પ્રદાન કરે છે. તેને અનિવાર્ય રૂપે બપોરે અથવા રાત્રે જમવાની સાથે ખાવ. આ ઉપરાંત ક્યારેક-ક્યારેક જવ તથા થૂલીનો પણ આહારમાં સમાવેશ કરો.

મિઠાઇ અને ડેસર્ટ

મિઠાઇ અને ડેસર્ટ

ચામાં ખાંડ સિવાય અન્ય કોઇપણ મિઠાઇને ખાશો નહી. કારણ કે ઓસામણવાળા ભાત લોહીમાં શર્કરાને સ્થિર બનાવી રાખે છે, જેના લીધે તમારા શરીરને ગ્લૂકોસની ખોટ અનુભવાતી નથી અને ના તો તમને ભૂખ લાગે છે.

પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ

પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ

તમારા શરીરને પ્રોટીન જરૂરિયાતને સોયા, ચણાની દાળ, કુથલી, લીલા ચણા તથા અન્ય દાળોના સેવનથી પૂર્ણ કરો. આયુર્વેદમાં માંસાહરી ભોજન પ્રતિબંધિત નથી, પરંતુ નિશ્વિતપણે મુરઘી તથા અન્ય કોઇ પ્રાણીના માંસને ખાવાની મનાઇ છે. નાની માછલીને તળીને ખાવાના બદલે તેને રાંધીને ખાવાની પરવાનગી છે.

છાસ તથા પાણી

છાસ તથા પાણી

દહીના બદલે છાસનું સેવન કરશો તો સારું રહેશે, આ ઉપરાંત ચા તથા કોફીનું પણ સેવન કરી શકો છો. સ્વયંને હાઇડ્રેટડ તથા ભૂખથી બચાવવા માટે દરરોજ ઓછામાં ઓછું 1500ml પાણી પીવો. ઉકાળેલું પાણી પેટમાં લાંબા સમય સુધી રહે છે, જેના લીધે ભૂખ પણ મોડી લાગે છે.

પોતાના મનપસંદ વ્યંજનોથી દૂર રહો

પોતાના મનપસંદ વ્યંજનોથી દૂર રહો

જો તમને ચોખા પસંદ છે, તો તમે આહારમાં ચોખાના બદલે લોટના ઢોસા અથવા રોટલીનો સમાવેશ કરો, આ પ્રકારે તમે સ્વભાવિક રીતે ઓછું ખાશો. જો તમે રોટલી ખાનાર છો તો તમારા માટે ચોખામાંથી બનેલા વ્યંજન મદદગાર સાબિત થશે.

કેલરીની ગણતરી કરશો નહી

કેલરીની ગણતરી કરશો નહી

કેલરીની ગણના કરવાના બદલે તમારા જીવન તથા તમારા ખાન-પાનમાં અનુશાસન લાવો. તમારા ખાન-પાનની ટેવોમાં ફેરફાર તથા ખાવા પ્રત્યેનું વલણ તમારા વજનને જાળવી રાખવામાં તને ઓછું કરવામાં મદદ કરશે.

આ ઉપરાંત...

આ ઉપરાંત...

આ ઉપરાંત સવારે વહેલાં ઉઠવું, દિવસે ઉઘવું નહી તથા રાત્રે મોડા સુધી ટીવી ન જોવું જેવી જીવનશૈલીના નિયમ પણ મદદગાર સાબિત થશે.

English summary
Being overweight is treated as a lifestyle illness in Ayurveda. Remember, with Ayurveda, there are no shortcuts. Here are tips for weight loss according to ayurveda.