Just In
Don't Miss
હોળી પર યોગ્ય અને સુરક્ષિત ગુજિયા ખરીદવાની રીત
આ હોળી પર તમે જે ગુજિયા ખરીદી તે તાજી અને ભેળસેળ રહિત છે, તે જાણવું જરૂરી છે. હોળીના તહેવારમાં ખાસકરીને ખાવામાં આવે છે. વિશેષજ્ઞોના અનુસાર તે ફક્ત લાઇસન્સ પ્રાપ્ત વેપારી પાસેથી જ ખરીદો તથા એ વાતની તપાસ કરી લો કે તેને બનાવવામાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહી.
ફૂડ સેફ્ટી હેલ્પલાઇન સંસ્થાપક અને જામિયા હમદર્દ યૂનિવર્સિટીમાંથી ફાર્માસ્યૂટિકલમાં ડોક્ટર સૌરભ અરોડાએ ગુજિયા ખરીદવા સંબંધિત કેટલીક સલાહ આપી છે.
1. મિઠાઇની દુકાનોમાં લખેલું હોય છે કે ગુજિયા બનાવવામાં શુદ્ધ ધીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આ હકિકતમાં ભેળસેળવાળું વનસ્પતિ અથવા રિફાઇંડ ઓઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. માટે ધ્યાન રહે કે કે લાયસન્સ પ્રાપ્ત વિક્રેતા અથવા દુકાનમાંથી ગુજિયા ખરીદો જેના પર તમે વિશ્વાસ કરી શકો અને જ્યાંથી તમે મોટાભાગે મિઠાઇ ખરીદો છો.
2. આ ઉપરાંત એ પણ જુઓ કે દુકાનમાં સાફ સફાઇનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહી અને ગુજિયાને શોકેસમાં યોગ્ય જગ્યાએ સ્ટોર કરવામાં આવી છે કે નહી. દુકાનદારો સાફ કપડાં પહેરેલા હોય અને તેણે ગુજિયા અડકતી વખતે ગ્લોવ પહેરલા હોય, તેણે પોતાના વાળ, નાક, આંખ અથવા શરીરના ભાગોને અડ્યો ન હોય, ગુજિયા પેક કરતી વખતે તેણે છીંક અથવા ખાંસી ખાધી ન હોય તથા તે પૈસા અને ગુજિયાને એકસાથે સંભાળી રહ્યો ન હોય.
3. જો તમે તમારા ઘરે ગુજિયા બનાવવા માંગો છો તો તમારે સ્ટાર્ચની હાજરીની તપાસ કરવી જોઇએ. થોડી માત્રામાં માવો ખરીદો અને તેને ઘરે પાણીમાં ઉકાળીને જુઓ. એકવાર ઠંડો થયા પછી તેમાં બે ટપકાં આયોડીનના નાખો. જો તે વાદળી રંગનો થઇ જાય તો તેમાં સ્ટાર્ચ મિક્સ છે.