જમતી વખતે કે જમ્યાનાં તરત બાદ પાણી પીવાથી આપને થઈ શકે છે આ 4 ગંભીર સમસ્યાઓ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ખાવા સાથે કે ખાધાનાં તરત બાદ પાણી પીવું આરોગ્ય માટે સારૂ નથી. તેનાથી પાચન તંત્ર પર અસર પડે છે. જ્યારે આપ ખાઓ છો, તો પાચન તંત્ર મસ્તિષ્કનાં નિર્દેશોનું પાલન કરે છે.

જ્યારે આપ ખાવાની સાથે કે તરત બાદ પાણી પીવો છો, તો તેનાંથી પાચન તંત્ર પોતાની તાકાત ગુમાવી શકે છે અને તે ભોજનનાં સૌથી કઠિન ભાગને પચાવવામાં સક્ષમ નથી રહેતું.

આયુર્વેદ મુજબ પેટમાં ભોજનનાં પાચન માટે "અગ્નિ" કે આગ જવાબદાર હોય છે. તેને પાચન અગ્નિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્નિ ભોજનનાં ઉચિત પાચનમાં મદદ કરે છે અને પાચન તંત્રના માધ્યમથી શરીરને ભોજન પ્રદાન કરે છે.

ભોજન બાદ કે ભોજન દરમિયાન પાણી પીવાથી પાચન અગ્નિ ઓલવાઈ જાય છે અને તેથી પાચન પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે.

1) બ્લોટિંગની સમસ્યા

1) બ્લોટિંગની સમસ્યા

ખાધાનાં તરત બાદ જ્યારે આપ પાણીનું સેવન કરો છો, ત્યારે ભોજન પૂર્ણતઃ પચી નથી શકતું. તેથી ભોજન દ્વારા પેટમાં હવાનું ઉત્પાદન થાય છે. તેનાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.

2) અપચો

2) અપચો

આંતરડાને પાચન તંત્રનાં માધ્યમથી તેને પસાર કરાવવા માટે ભોજન પુરતા પ્રમાણમાં પચી જવું જોઇએ. આંતરડા ઠોસ ભોજનને પચાવવામાં નિષ્ફળ થાય છે. તેનાં પરિણામે તે કબજિયાત પેદા કરી શકે છે.

3) એસિડિટી

3) એસિડિટી

જ્યારે આપ બપોરનાં ભોજન બાદ પાણી પીવો છો, તો ગૅસ્ટ્રિકનો રસ પાતળો થઈ જાય છે. પરિણામે ભોજન પચવા માટે પેટમાં વધુ સમય સુધી રહે છે. તેને પચાવવા માટે વધુ રસ જોઇએ. તેથી હવે વધારાનાં ગૅસ્ટ્રિક સ્રાવથી છુટકારો પામવો જરૂરી બની જાય છે. તેનાથી એસિડિટી થઈ શકે છે.

4) બ્લડ શુગર

4) બ્લડ શુગર

ભોજનનાં તરત બાદ પાણી પીવાની મુખ્ય માઠી અસરોમાંનું એક બ્લડ શુગરનું વધી જવું છે. પેટમાં અપચલિત ભોજનનું પ્રમાણ રક્તમાં શુગરનું લેવલ વધારી શકે છે.

પાણી પીવાનો યોગ્ય સમય કયો છે ?

પાણી પીવાનો યોગ્ય સમય કયો છે ?

આયુર્વેદ મુજબ ભોજન કરતા અગાઉ તથા ભોજન કર્યા પછીનાં અડધા કલાકે એક ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

English summary
Ayurveda says this is the reason for all digestive problems. Read to know about the effects of drinking water immediately after food.
Story first published: Monday, July 31, 2017, 16:00 [IST]