Related Articles
તમે કયારેય સપનામાં પણ વિચારી પણ નહી શકો બ્રેડ ના ખાવાના આ નુકશાન
આજ કાલ લોકોને સેક્સી બોડી મેળવવાનો એટલો જનૂન સવાર છે કે, તે વગર વિચાર્યે પોતાના ખોરાકમાંથી મન થયું તે નિકાળી નાખે છે. કેટલાક લોકો વિચારે છે કે કાર્બોહાઈડ્રેડ ખાવાથી શરીરમાં ચરબી વધી જાય છે અને એટલા માટે તે બ્રેડ નથી ખાતા.
બ્રેડ, પાસ્તા કે કોઈપણ કાર્બવાળી વસ્તુથી તમારે ડરવાની જરૂર નથી. પરંતુ બ્રેડ ના ખાવાથી તમારા શરીર પર કેટલીક નેગેટીવ ઈફેક્ટ થઈ શકે છે. અમે અહીંયા બ્રાઉન બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ ખાવાની વાત કરી રહ્યા છીએ ના કે વાઈટ બ્રેડ.
આવો જાણીએ કે બ્રેડ ના ખાવાથી શરીરને કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
એનર્જી લેવલ ઘટે છે
બ્રેડ અને અન્ય કાર્બ ખોરાકમાં ખૂબ સારા ન્યૂટ્રિયંટ્સ હોય છે જેવા કે વિટામીન, આર્યન અને મૈગ્નેશિયમ. તમારે તેની જરૂરત સવારે ઉર્જાના રૂપમાં પોતાના દિવસની શરૂઆત કરવા માટે જોઈએ. સાથે જ શરીરને કાર્બની જરૂરત ઉર્જાને બદલવા માટે પણ જોઈએ. તેના વગર કોશિકાઓ ધીમી પડી જશે.
શરીરમાં પાણીનુ વજન ઓછું થઈ જાય છે
જ્યારે તમે કાર્બનું સેવન કરો છો તો શરીરમાંથી ચરબીની જગ્યાએ પાણીનું વજન ઘટાડે છે. તે વજન શરીરમાં ગ્લાઈકોજેનના રૂપમાં જમા થાય છે.
કબજીયાત થઈ શકે છે
એક સ્ટડીના અનુસાર તે વાત સામે આવી હતી કે, લગભગ 92% લોકોને પૂરતુ ફાઈબર મળતું નથી. આખા અનાજમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરના લેવલને લો કરીને કેટલીક બિમારીઓને દૂર કરી શકે છે. જો તમે અચાનક જ બ્રેડ ખાવાનું બંધ કરી દેશો તો તમારી પાચન ક્રિયા પર તેની અસર પડશે.
મૂડ સ્વિંગની સમસ્યા
કાર્બ મગજમાં સેરોટોનિન નામના હોર્મોનને વધારે છે. તે હોર્મોનને ફિલ ગુડ હોર્મોન પણ કહે છે. જો તમે કાર્બ ખાવાનું બંધ કરી દેશો તો, તમારો મૂડ સ્વિંગ થવાનું શરૂ થઈ જશે અને તમે હંમેશા દુખી રહેવા લાગશો.
ભૂખ થાય છે કંટ્રોલ
રિફાઈન્ડ કાર્બ ખાવાથી બ્લડ શુગર લેવલ લો થાય છે જેનાથી થોડી થોડી વારે ભુખ લાગવાની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે.