યૂરિન લીક થવાની સમસ્યાથી છો પરેશાન, તો આ 10 વસ્તુઓનું સેવન કરવાનું બંધ કરી દો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

યૂરિનરી ટ્રૅક્ટમાં થયેલી કેટલીક ગરબડોનાં કારણે ઘણી વાર મહિલાઓને એવી સમસ્યા પણ ઊભી થઈ જાય છે કે તેઓ પોતાનાં યૂરિન પર કંટ્રોલ નથી કરી શકતી અને તેનાં કારણે તેમનું યૂરિન લીક થઈ જાય છે.

સામાન્ય રીતે ઉંમરલાયક મહિલાઓમાં આ સમસ્યા મોટાપાયે હોય છે.આ સમસ્યામાંથી છુટકારો પામવા માટે એમ તો ઘણી દવાઓ અને ટ્રીટમેંટ ઉપલબ્ધ છે, પરંતુ જો આપ પોતાનાં ડાયેટ અને કેટલીક ખાસ આદતોમાં પરિવર્તન લાવશો, તો આપ ખૂબ સરળતાથી આ સમસ્યામાંથી મુક્તિ પામી શકો છો.

આ આર્ટિકલમાં અમે તેવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેનાં સેવનથી આપને આ સમસ્યા થાય છે. તેથી સારૂં રહેશે કે આપ પોતાનાં ડાયેટમાં આ વસ્તુઓનું સેવન ઓછું કરી દો.

પીણા પદાર્થો :

પીણા પદાર્થો :

આપને જણાવી દઇએ કે વધુ પ્રમાણમાં પાણી, દૂધ અને અન્ય પીણા પદાર્થોનાં કારણે આ સમસ્યા થવી સામાન્ય બાબત છે. જોકે આપ સમ્પૂર્ણપણે આ વસ્તુઓનું સેવન બંધ નથી કરી શકતાં, કારણ કે તેનાંથી ડિહાઇડ્રેશનની સમસ્યા ઊભી થઈ જશે. છતાં પણ આપ માત્ર પોતાની જરૂરિયાતનાં હિસાબે તેમને પીવો અને ઓછું સેવન કરો.

આલ્કોહલ :

આલ્કોહલ :

જો આપ અલ્કોહલનું સેવન બહુ વધારે કરો છો, તો જાણી લો કે આ સમસ્યાનું આ મૂળ છે, કારણ કે આલ્કોહલમાં ડાયૂરેટિક ક્ષમતાઓ હોય છે કે જેનાં કારણે આપને વારંવાર પેશાબ લાગે છે. તેનાંથી બ્લૅડર પર માઠી અસર પડે છે અને તેની મૂત્રને રોકી રાખવાની ક્ષમતા નબળી પડી જાય છે.

કૅફીન :

કૅફીન :

કૅફીનમાં પણ ડાયૂરેટિક ગુણો હોય છે કે જેથી બ્લૅડરને પોતાની ક્ષમતાથી વધુ કામ કરવું પડે છે. જો આપ દિવસ ભર ઘણી વાર કૉફી પીતા હોવ, તો આપને આ સમસ્યા થઈ શકે છે. તેથી કૉફીનું સેવન ઓછું કરી દો.

ચૉકલેટ :

ચૉકલેટ :

ચૉકલેટમાં પણ કૅફીન અને શુગરનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જેથી બ્લૅડર પર વધારાના કામનો બોજો વધી જાય છે. તેથી જો આપને એવી કોઈ સમસ્યા અનુભવાઈ રહી છે, તો ચૉકલેટ ખાવાનું બંધ કરી દો.

શુગર :

શુગર :

દિવસ ભરમાં જો આપ બહુ વધારી ગળી વસ્તુઓનું સેવન કરી રહ્યા છો, તો તેનાં કારણે પણ આ પ્રૉબ્લેમ ઊભી થઈ શકે છે. તેથી પોતાનાં ડાયેટમાં મધ, કૉર્ન સિરલ અને વધુ ગળી વસ્તુઓનું સેવન ઓછું કરો.

કોલ્ડ ડ્રિંક્સ :

કોલ્ડ ડ્રિંક્સ :

બહુ વધારે પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક કે કાર્બોનેટેડ ડ્રિંક પીવાથી બ્લૅડર પર માઠી અસર પડે છે અને ધીમે-ધીમે તેની ક્ષમતાઓ ઓછી થવા લાગે છે. તેનાં કારણે પણ યૂરિન ઇન્કાંટંનંસ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી જ્યારે પણ ઘરેથી બહાર નિકળો, તો આવા પેય પદાર્થોનું સેવન ન કરો.

મસાલેદાર ભોજન :

મસાલેદાર ભોજન :

ઘણા અભ્યાસોમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે વધુ મસાલેદાર વસ્તુઓ ખાવાથી બ્લૅડર પર માઠી અસર પડે છે અને તેનાં કારણે મૂત્રને રોકવાની તેની ક્ષમતા નબળી પડવા લાગે છે. તેથી પોતાનાં ડાયેટમાં વધુમાં વધુ હેલ્ધી વસ્તુઓ ખાવો.

સિટ્રસ ફળ :

સિટ્રસ ફળ :

વધુ પ્રમાણમાં સિટ્રસ ફળોનાં સેવનથી પણ યૂરિન લીકેજની સમસ્યા પેદા થવા લાગે છે. આ ફળ એસિડિક નૅચરનાં હોય છે અને તેનાં કારણે બ્લૅડર પર માઠી અસર પડે છે. તેથી જો આપ યૂરિન લીકેજની સમસ્યાથી પરેશાન છો, તો આ ખાટા ફળોનું સેવન ન કરો.

ક્રેનબેરી જ્યુસ :

ક્રેનબેરી જ્યુસ :

ક્રેનબેરી જ્યુસનું એસિડિક પીએચ લેવલ બહુ વધારે હોય છે કે જે બ્લૅડર માટે ઘણુ નુકસાનકારક છે. તેનાંથી બ્લૅડરની કાર્યક્ષમતા પર માઠી અસર પડે છે અને યૂરિન લીકેજની સમસ્યાને પ્રોત્સાહન મળે છે. તેથી આ જ્યુસનું સેવન ન કરો.

દવાઓ

દવાઓ

હૃદય સાથે જોડાયેલી બીમારીઓ કે બ્લડ પ્રેશર ઓછી કરનાર દવાઓનાં ેવનથી પણ ઘણી વાર યૂરિન લીકેજની સમસ્યા ઊભી થવા લાગે છે. એવા કોઈ પણ લક્ષણ દેખાતા તરત પોતાનાં તબીબને આ અંગેજણાવો અને યોગ્ય સલાહ લો.

English summary
Fluids, alcohol, coffee, etc., can worsen urinary incontinence. Read to know about the foods that cause urinary incontinence.