For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટીવી અને કોમ્યૂટર છે તમારા મોટાપાનું કારણ, મોડે સુધી જોવાથી થાય છે આ ગંભીર સમસ્યાઓ

By Karnal Hetalbahen
|

આજકાલના જમાનામાં મશીનોનો જમાનો છે એટલા માટે ઘણા પ્રકારે સાવધાન રહેવું જોઇએ. તમારી દિનચર્યા તમારી લાઇફ અને સ્વાસ્થમાં ઘણા પ્રકારે પ્રભાવ પાડે છે. તમારા ઘરમાં ટીવી તો જરૂર હશે પરંતુ શું તમે જાણો છો કે તમારા સ્વાસ્થ્યમાં ટીવી ઘણા પ્રકારે પ્રભાવ પાડે છે.

તમે ટીવીમાં કલાકો સુધી મનપસંદ શો જુઓ છો. તેમાં કોઇ શક નથી કે તમારો મનપસંદ ટીવી શો જોવાથી તમને આનંદ મળે છે અને તમારો થાક પણ દૂર થઇ જાય છે પરંતુ તમને જણાવી દઇએ કે કલાકો સુધી ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરવાથી તમારા શરીરને નુકસાન પણ થાય છે.

harmful effects of television

મોટાભાગના લોકોને આદત હોય છે કે તે ટીવી જોતાં જોતાં જમે છે. આ તમારી સૌથી મોટી ભૂલ છે તેના લીધે તમારો મોટાપો પણ વધી શકે છે. તમને જણાવી દઇએ કે તમારી લાઇફ પર ટીવી ઘણા પ્રકારે અસર પાડે છે.

આવો જાણીએ ટીવીથી થનાર નુકસાન વિશે...

ડાયાબિટીઝનો ખતરો

ડાયાબિટીઝનો ખતરો

તમને જણાવી દઇએ કે જો તમને ટીવી લત લાગી ગઇ છે અને તમે કલાકો સુધી બેસીને ટીવી જુઓ છો તો તમારા સ્વાસ્થ્ય માટે શુભ સંકેત નથી. તમને આ પ્રકારે ખતરનાક બિમારી ડાયાબિટીઝ થઇ શકે છે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ આદતને તમારે જલદી બદલવાની છે.

હાર્ટની સમસ્યા

હાર્ટની સમસ્યા

જો તમે મોડી રાત સુધી ટીવી જુઓ છો તો તમારે સાવધાન થઇ જવું જોઇએ. તેનાથી તમને હાર્ટની સમસ્યા થઇ શકે છે. તમને જણાવી દઇએ કે જો તમે સતત બેસી રહો છો અને ટીવી જુઓ છો તો આ સમસ્યા મોટી થઇ સામે આવે છે. તેનાથી તમારે બચવું.

આ રીતે બચો આ રોગોથી

આ રીતે બચો આ રોગોથી

તમને આ રોગોથી બચવા માટે થોડી થોડી વારમાં ગેપ આપવો છો. તમારા સ્વાસ્થ્ય માટે આ બિલકુલ યોગ્ય છે. આ બિમારીઓ સતત બેસી રહેવાના કારણે થાય છે. જો ટીવી જોતી વખતે થોડો ગેપ રાખશો તો સમસ્યા નહી થાય. તેનાથી તમને ડાયાબિટીઝ અને હાર્ટની બિમારી થશે નહી.

મોટાપો વધવાની સંભાવના

મોટાપો વધવાની સંભાવના

આજકાલ સૌથી મોટી સમસ્યા મોટાપો વધવાની છે. લોકો આ સમસ્યાથી ખૂબ પરેશાન થઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે તેના માટે તમારું ટીવી પણ જવાબદાર છે. તમે સતત કલાકો સુધી ટીવી જુઓ છો આ કારણે તમે સુસ્ત અને આળસુ થઇ જાવ છો. આમ કરવાથી મોટાપો વધે છે.

આંખોની બિમારીઓ

આંખોની બિમારીઓ

ટીવી અત્યારે દરેક ઘરમાં જોવા મળે છે. બાળકો તેના લીધે બહાર રમવા પણ જતા નથી. આજકાલના બાળકોમાં સરળતાથી આંખોની બિમારી મળી જશે. તેનાથી બચવા માટે તમારે ટીવી ઓછું જોવાનું છે. આ તમારી આંખો માટે યોગ્ય નથી. તેનાથી બચવું જરૂરી છે.

કોમ્યુટર અને ગેમ્સ

કોમ્યુટર અને ગેમ્સ

તમને જણાવી દઇએ કે હાલ બાળકો બહાર રમવાના બદલે ઘરમાં બેસીને ગેમ્સ રમવાનું પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે આ તમારા માટે બિલકુલ યોગ્ય નથી. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જે ખતરનાક છે.

મોડી રાત સુધી ઇન્ટરનેટ સર્ફિંગ

મોડી રાત સુધી ઇન્ટરનેટ સર્ફિંગ

તમને મોડી રાત સુધી ઇન્ટરનેટ પર સર્ફિંગ કરવાથી બચવું જોઇએ. તમારા સ્વાસ્થ્ય માટે આ બિલકુલ યોગ્ય નથી. તમને આ આદતના લીધે મોટાપા ઉપરાંત અનિંદ્રા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. તેનાથી બચવું જોઇએ.

માનસિક તણાવ આપે છે ટીવી

માનસિક તણાવ આપે છે ટીવી

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ટીવી જોતાં માનસિક તણાવની સાથે તમને હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. આથી તમારે થોડા સાવધાન રહેવું જોઇએ. આ તમારા માટે હાનિકારક છે.

English summary
Nowadays time is a time of machines, so you have to be careful in many ways. Your routine puts many influences in your life and health. TVs in your home will definitely be there, but do you know that TVs have many different effects in your health. You see hours in the TV show your mind likes
Story first published: Saturday, November 18, 2017, 12:38 [IST]
X
Desktop Bottom Promotion