For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓ આ લક્ષણો દ્વારા ઓળખે કે તે પણ છે ડાયાબિટીઝની દરદી

By Karnal Hetalbahen
|

આજકાલની આ ભાગદોડ ભરી જીંદગીમાં ડાયબિટીઝ એક ખૂબ ગંભીર સમસ્યા બની ચૂકી છે. જેમ કે તમે બધુ જાણો છો કે ડાયાબિટીઝમાં તમારું બ્લડ શુગર લેવલ વધુ થઇ જાય છે કારણ કે તમારું શરીર બ્લડ શુગરને ઉપયોગ કરવા માટે પર્યાપ્ત માત્રામાં ઇન્સુલિનનું નિર્માણ કરતું નથી. ઇન્સુલિન એક એવું હોર્મોન છે જે શુગરને શરીરમાં ઉપયોગ હેતુ બનાવે છે.

જોકે ક્યારેક ક્યારેક એવું થાય છે કે તમારું બ્લડ શુગર વધુ હોતું નથી અને ડાયાબિટીઝ સંબંધિત લક્ષણ તમને દેખાતા નથી જેથી તમે આ અંગે ઠીક રીતે જાણી શકતા નથી. એટલા માટે જે લોકો 45 વર્ષથી વધુ હોય છે અને જેમનું વજન જરૂરિયાત કરતાં વધુ હોય અથવા તેમની ફેમિલીમાં કોઇ ડાયાબિટીક હોય તો તેમને તાત્કાલિક ચેકઅપ કરાવવું જોઇએ.

ડાયાબિટીઝના કેટલાક મહત્વપૂર્ણ લક્ષણ હોય છે જેને નજરઅંદાજ કરવામાં આવે છે. જો મહિલાઓની વાત કરીએ તો કેટલાક એવા લક્ષણ પણ છે જેના વિશે તેમને જાણકારી હોવી જોઇએ. એટલા માટે અમે તમને આ આર્ટિકલના માધ્યમથી ડાયાબિટીઝના કેટલાક અજાણ્યા લક્ષણો વિશે બતાવીશું.

1.વારંવાર પેશાબ લાગવો:

1.વારંવાર પેશાબ લાગવો:

આ લક્ષણ ત્યારે થાય છે જ્યારે તમારા બ્લ્ડમાં ખૂબ મોટી માત્રામાં શુગર પ્રવાહિત થવા લાગે છે. જ્યારે તમારું બ્લડ શુગર વધુ થાય છે તો તમારું શરીર તેને તમારી સિસ્ટમની બહાર કરી છે. એટલા માટે તમારે તેનું ધ્યાન આપવું જોઇએ.

2.વધુ તરસ લાગવી:

2.વધુ તરસ લાગવી:

વધુ માત્રામાં મૂત્ર નિકળતાં તમારા શરીરમાં પાણીની ઉપણ થઇ જાય છે અને તમને તરસ લાગવા લાગે છે. કેટલાક લોકો જેમને ડાયાબિટીસ હોતી નથી તે પોતાની તરસ છિપાવવા માટે સોડા અથવા પછી જ્યૂસનો ઉપયોગ કરે છે જેથી તેમનું શુગર વધવા લાગે છે જે તેમના સારે સારું નથી.

3. મોંઢામાંથી વાસ આવવી:

3. મોંઢામાંથી વાસ આવવી:

જ્યારે તમારી બોડીમાં બ્લડ શુગર લેવલ થઇ જાય છે ત્યારે તમારી બોડી, ઉર્જા માટે તમારા દ્વારા ખાવામાં આવેલા પદાર્થોથી મળનાર ગ્લૂકોસનો યોગ્ય ઉપયોગ કરી શકતી નથી જેના લીધે શરીરમાં કીંટોસ બનવા લાગે છે અને વાસ આવવા લાગે છે.

4. ઝાંખુ દેખાવવું:

4. ઝાંખુ દેખાવવું:

જ્યારે તમારા શરીરમાં વધુ માત્રામાં શુગર લેવલ વધી જાય છે તો આખા શરીરમાં ફ્લૂઇડ શિફ્ટ થવા લાગે છે અને તમારા લેંસ સુધી પણ ફ્લૂઇડના લીધે શુગર પહોંચે છે. તેના ફ્લસ્વરૂપ તમને બધુ ઝાંખુ દેખાવવા લાગે છે.

5. હાથ અને પગ સુન્ન થવા:

5. હાથ અને પગ સુન્ન થવા:

ઘણા દિવસો સુધી ડાયાબિટીઝ થવાથી આ તમને નર્વસ સિસ્ટમ અને તમારી બ્લડ નળીઓ પ્રભાવિત થાય છે જેથી તમને કોઇપણ પ્રકારની સંવેદના રહેતી નથી અને તમારા હાથ અને પગ સુન્ન થઇ જાય છે.

6. ઘા રૂઝાવવામાં મોડું થાય:

6. ઘા રૂઝાવવામાં મોડું થાય:

જ્યારે તમારી નર્વમાં કોઇ સંવેદના રહેતી નથી તો તમને ઈજા પહોંચવાની સંભાવના વધી જાય છે કારણ કે તમને કંઇપણ મહેસૂસ થતું નથી. જેના લીધે ઇન્ફેકશન વધી જાય છે અને ઘા જલદી રૂઝાતો નથી.

7. વજન ઓછું થવું:

7. વજન ઓછું થવું:

ઇન્સુલિન એકત્રિત ઉર્જાને તમારા બોડી સેલ્સ સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે તમારા શરીરમાં ઇન્સુલિનની ઉણપ થઇ જાય છે તો તમને પર્યાપ્ત ઉર્જા મળી શકતી નથી એટલે તમને હંમેશા ભૂખ મહેસૂસ થાય છે અને તમારું વજન ઓછું થવા લાગે છે.

8. દરેક વખતે થાક અનુભવવો:

8. દરેક વખતે થાક અનુભવવો:

કાર્બોહાઇડ્રેટ નાના નાના ભાગો જેમ કે ગ્લૂકોસ ભરપૂર ઉર્જા પ્રદાન કરે છે. જો તમે અચાનક થાક અનુભવો છો તો આ બધા ડાયાબિટીઝનું લક્ષણ હોય શકે છે.

9. યીસ્ટ ઇન્ફેકશન:

9. યીસ્ટ ઇન્ફેકશન:

લોહીમાં શુગર લેવલ વધી જવાના કારણે યીસ્ટ ઇન્ફેકશની સમસ્યા થવા લાગે છે. જો તમને વારંવાર યીસ્ટ ઇન્ફેકશનની સમસ્યા થઇ રહી છે તો તેને નજરઅંદાજ ના કરો પરંતુ જલદી ડોક્ટર પાસે તમારી તપાસ કરાવો.

10. તમારી ગરદન અને બગલની આસપાસ કાળા ડાઘ થવા:

10. તમારી ગરદન અને બગલની આસપાસ કાળા ડાઘ થવા:

એક એકદમ સામાન્ય લક્ષણ હોય છે કારણ કે જ્યારે ગ્લૂકોસ તમારા શરીરના કોઇપણ ભાગમાં એકત્ર થાય છે તો ત્યાં કાળા ડાઘ થવા લાગે છે અને આ તમારી ગરદન અને બગલમાં જોઇ શકાય છે. જો તમને ડાયાબિટીઝ નથી પરંતુ ઉપર દર્શાવવામાં આવેલા લક્ષણોમાંથી કોઇપણ તમને મહેસૂસ થાય છે તો તમે તમે તાત્કાલિક ચેકઅપ કરાવો જેથી તમે ડાયાબિટીઝ જેવી ગંભીર સમસ્યા થતાં રોકી શકો.

English summary
Here are the subtle signs of diabetes that youll surely miss out on if youre not cautious enough.
Story first published: Wednesday, November 15, 2017, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X