નાશ્તો નહીં કરવાથી આપનાં પેટમાં થઈ શકે છે પથરી !

Posted By: Lekhaka
Subscribe to Boldsky

નાશ્તો નહીં કરવાથી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે કે જેમાં ઉર્જાની અછત પણ એક છે. કોને સામાન્યતઃ કઇક કારણો સર પથરની સમસ્યા પણ થઈ જાય છે.

પરંતુ ચીનમાંથી એક આશ્ચર્યમાં નાંખનાર મામલો સામે આવ્યો છે. ચીનમાં તબીબોએ 45 વર્ષની ચેન નામની એક મહિલાનાં પેટમાંથી લગભગ 200 પથરીઓ કાઢી છે.

causes of gallstone

આ મહિલાનું કહેવું છે કે તેમને છેલ્લા 10 વર્ષોથી પેટમાં દુઃખાવાની સમસ્યા હતી, પરંતુ તેઓ ઑપરેશનથી એટલા ડરતા હતાં કે તેમણે દુઃખાવાની અવગણના કરી.

ચેને ગુાંજી હૉસ્પિટલમાં તબીબોની મદદ લીધી. ત્યાં તપાસ બાદ ખબર પડી કે તેમના ગૉલ બ્લૅડરમાં અનેક પથરીઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમસ્યા વર્ષોથી વધતી આવી છે. તબીબોએ અંતે ઑપરેશન કરી તેમને કાઢઈ નાંખી. તેમાંથી કેટલાક પથરીઓ ઇંડાના આકાર જેટલી મોટી હતી.

જનરલ સર્જન ડૉક્ટર કુઆન વેઈનું કહેવું છે કે ચેન નાશ્તો નહોતી કરતી. આ આદતનાં કારણે જ તેમને પથરીની સમસ્યા સર્જાઈ હોઈ શકે.

ચેને જણાવ્યું કે છેલ્લા 8 વર્ષોમાં તેમણે ક્યારેય નાશ્તો નથી કર્યો. તબીબોએ કહ્યું કે ચેનનાં બાઇલ ડક્ટ અને ગૉલ બ્લૅડરમાં વ્યવસ્થિત રીતે ખાવાનું ન ખાવાનાં કારણે જ આ મુશ્કેલી પેદા થઈ હશે.

English summary
Skipping breakfast is not healthy. Know what happens when you skip breakfast.