Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ડ્રાય આઈની સમસ્યા માટે આસાન ઉપચારો
જ્યારે કોઈ વ્યક્તિની આંખોમાં આંસૂ નથી આવતા, તો એવી પરિસ્થિતિને ડ્રાય આઈઝ (સૂકી આંખો) કહેવામાં આવે છે, કારણ કે આ આંસૂ આંખોને હૂંફ અને પોષણ પ્રદાન કરે છે. તેના લક્ષણોમાં આંખોમાં ખંજવાળ, કર્કશતા અને ગાલ સુધી આંસૂ આવવાનો સમાવેશ થાય છે.
દિવસનાં અંતે આપની આંખો થાક અનુભવે છે, ધુમાડાથી બળે છે તથા હવાનાં કારણે આંખોમાં પરુ પણ આવે છે. જો આંખોની શુષ્કતાનો ઇલાજ ન કરવામાં આવે, તો આપની આંખોમાં અલ્સર થઈ શકે છે, કૉર્નિયામાં ઈજા થઈ શકે છે અને આંખોમાં ગંભીર ચેપ પણ થઈ શકે છે. ઘણી એવી ટેવો હોય છે કે જેનાં કારણે આંખો સુકાઈ જાય છે.
જ્યારે આપ કોઈ પુસ્તક વાંચો છો તથા આંખોનાં તરળ પદાર્થને ફેલાવવા માટે બહુ વાર સુધી પલક નથી ઝપકાવતા, તો તેનાં કારણે ડ્રાય આઈઝની સમસ્યા ઊભી થઈ શકે છે.
ડ્રાય આઈઝનાં અન્ય કારણોમાં કૉંટૅક્ટ લેંસ પહેરવા, લાસિક સર્જરી હોવી કે જેમાં નસોને કાપી દેવામાં આવે છે તથા તેનાથી પલક ઝપકાવવાનો દર પણ ઓછો થઈ જાય છે તેમજ કેટલીક દવાઓ જેમ કે એલર્જીની દવાનું સેવન, ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન વિગેરે સામેલ છે.
જો આપ પ્રી-મોનોપૉઝનાં બક્કામાંથી પસાર થઈ રહ્યા છો, તો પણ ડ્રાય આઈઝની સમસ્યા પેદા થઈ શકે છે, કારણ કે આ તે તબક્કો હોય છે કેજ્યારે શરીરનાં હૉર્મોન્સમાં પરિવર્તનો થાય છે. શોધથી જાણવા મળ્યું છે કે ડ્રાયઆઈઝ અને હૉર્મોન્સનાં અસંતુલન વચ્ચે એક ખાસ સંબંધ હોય છે.
આંખોમાં થતા ચેપનાં કારણે હળવી બળતરા થાય છે. આ બળતરાનાં કારણે કોઈ પણ પ્રકારનાં લ્યુબ્રિકૅંટ્સ આંખોં દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે કે જેમાં આંખોમાં આવેલું દ્રવ્ય પણ સામેલ છે. માટે આઁખોમાં કોઈ પણ પ્રકારનું ચેપ ન થવા દો.
જો આપ આંખોની શુષ્કતાની સમસ્યાથી હેરાન છે, તો આપે વિશેષ ઉપચારો કરવા જોઇએ. પ્રી-મોનોપૉઝનાં કારણે થતી આંખોની શુષ્કતા માટે કૃત્રિમ આંસૂ પણ એક ઉપચાર છે. આપે એવા ડાયેટ ખાવા જોઇએ કે જેમાં ઓમેગા 3 ફ2ટી એસિડ હોય.