Just In
- 593 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 602 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1332 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1335 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
શાકભાજીમાં લાગેલા બેક્ટેરિયાથી થાય છે ખતરનાક બિમારીઓ, આ રીતે કરો તેની સફાઇ
શાકભાજી તમારા માટે ખૂબ જરૂરી છે. તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમારે તેનું સેવન કરવું જોઇએ. તેના માટે તમારે થોડું સાવધાન રહેવાની પણ જરૂરિયાત છે. તમને જણાવી દઇએ કે જ્યારે જ્યારે તમે બજારમાંથી શાકભાજી લાવો છો તો તેનું થોડું ધ્યાન રાખો.
આ શાકભાજીઓમાં ખૂબ જ કીટાણું હોય છે અને તેને ધોવી જરૂરી છે. તમને જણાવી દઇએ કે શાકભાજીઓને કિટાણુઓથી બચાવવાથી માટે તેના પર કીટનાશક દવાઓ (પેસ્ટીસાઇડ્સ)નો છંટકાવ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
આ કીટનાશક દવાઓ માત્ર ધોવાથી નિકળતી નથી, જેના લીધે આપણે જાણે-અજાણે આપણા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરીએ છીએ. આજે તમને જણાવીશું કે તમારે બજારમાંથી શાકભાજી લાવ્યા બાદ કેવી રીતે ધોવી જોઇએ.
તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આમ ન કરવાથી શાકભાજીના કિટાણુ પેટમાં જઇને તમારા સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી શકે છે. આવો જાણીએ...

વિનેગરવાળા પાણીમાં પલાળો
તમને જણાવી દઇએ કે જિદ્દી કિટાણું સરળતાથી નિકળતા નથી. તેના માટે તમારે વિનેગરવાળા પાણી વડે તેને ધોવા પડશે. પરંતુ તે પહેલાં તેને પલાળીને વિનેગરવાળા પાણીમાં મુકી દો. તેને સ્વચ્છ પાણી વડે ધોવાથી શાકભાજીના બધા કિટાણું નિકળી જશે.

તેને ગરમ પાણી વડે ધોવો
તમને જણાવી દઇએ કે તે શાકભાજીઓમાં જેમાં પત્તા હોય છે જેમ કે કોબીજ, પાલક, બ્રોકલી આ શાકભાજીઓને સાફ કરવા અને કિટાણું કાઢવા માટે તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તેમાં લાગેલા બધા કિટાણું મરી જાય છે.

આંબલીના પાણી વડે ધોવો
તમને જણાવી દઇએ કે તમારે જો ગાજર અને રીંગણ જેવા શાકભાજી ધોવા છે તો તેના માટે તમારે આંબલીનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારી શાકભાજીમાં બધા કિટાણું નીકળી જશે અને તમે બિમારીઓથી બચશો.

આ પાણી વડે ધોવો
તમને જણાવી દઈએ કે તમારે ફળો અને શાકભાજીને ધોવા માટે તમે ઓજોનેટેડ પાણીનો ઉપયોગ કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં પડે. તમારા માટે એકદમ સેફ છે. તેનો ઉપયોગ કરો.

વૈક્સવાળી શાકભાજી
તમને જણાવી દઈએ કે કેટલીક શાકભાજીમાં વેક્સ કરેલું હોય છે. જો શામભાજીમાં વેક્સ કરેલું હોય તો એક કપ પાણી, અડધો કપ સિરકા, મોટી ચમચી બેકિંગ સોડા અને દ્રાશના બીજનો અર્ક લઈ મિશ્રણના છાંટા કરો અને ૧ કલાક માટે તેને રહેવા દો. ત્યારબાદ તમે કોઈ સાફ પાણીથી તેને ધોઈ શકો છો.

શાકભાજી સુકવો
જો તમે ફળો કે શાકભાજીને સાફ પાણીથી ધોયા તેટલું ઘણું નથી તેના માટે તમારે તેને કોઈ સાફ કપડા કે નેપકિનના સહારે કોરી કરવાની છે. ત્યારે જ તે તમારા ખાવા લાયક બનશે.

નરમ બ્રશનો ઉપયોગ કરો
ઘણી શાકભાજીની સફાઈ તમે બીજી રીતે પણ કરી શકો છો. બટાટા, ગાજર શલગમ વગેરે જેવી શાકભાજીને ૫ થી ૧૦ સેકન્ડ માટે નરમ બ્રશ કે સાફ કપડાથી લૂછી લો અને હળવા ગરમ પાણીથી ધોવો. એવું કરવાથી તમારી શાકભાજી પરના બધા કીટાણું નીકળી જશે.

પાંદડાવાળી શાકભાજી
તમને જણાવી દઈએ કે જો તમે પત્તાવાળી શાકભાજી ધોઇ રહ્યા હોય તો તમારે પહેલા તેની પરત ઉતારવી પડશે અને પછી તેને ધોવી પડશે. જો તમે એવું ના કર્યું તો તેની અંદર કીટાણું રહી જાય છે.

બીજું શું કરશો
તમારે શાકભાજી અને ફળોમાં લાગેલા કીટાણુંને દૂર કરવા માટે તેને પાણીમાં ૧ મિનીટ માટે ઉકાળવા પડશે અને તેના પછી તેને સાફ પાણીથી ધોઈ નાંખો. એવું કરવાથી તમારા ફળ અને શાકભાજી ચોખ્ખાં અને સુરક્ષિત થઈ જશે.