કિચનમાં રહેલા આ ડ્રિંકથી વધારો તમારી પ્રતિરોધક ક્ષમતા

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જેમકે આપણે બધા જાણીએ છીએ કે તમારા કિચનમાં વધુ સારા ઔષધિય પદાર્થ હોય છે જે તમારી બીમારીઓને પ્રાકૃતિક રીતે સારી કરે છે અને કેટલાક પદાર્થોમાં તો કેટલીક વિશેષ બીમારીઓને રોકવાની ક્ષમતા પણ હોય છે.

માટે કિચનમાં ઉપલબ્ધ પદાર્થોના ઔષધિય ગુણો, તેમનું સેવન અને ચિકિત્સીય ગુણો વિશે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે, જેથી તમે ઘરમાં જ બીમારીઓને રોકી શકો અને તેનો ઉપાય કરી શકો.

Home Remedy For High Metabolism

તે ખૂબ જ જરૂરી છે કે તમારી પાચનક્રિયા સારી હોય કેમકે તેના સારા હોવાથી તમારા માટે વજન ઓછું કરવું અને વજનને વધતા અટકાવવું સંભવ થઇ જાય છે. તેના ઉપરાંત પણ જો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા ઈચ્છતા હોય અને બીમારીઓથી બચવા ઈચ્છતા હોય તો તેના માટે ઈમ્યૂન સિસ્ટમ (પ્રતિરક્ષા પ્રણાલી) નું સ્વસ્થ હોવું પણ ખૂબ જરૂરી છે.

માટે અહી એક પ્રાકૃતિક ઉપચાર જણાવવામાં આવ્યો છે જેનાથી તમારી પાચનક્રિયાના દરમાં સુધાર આવે છે અને તમારી ઈમ્યૂનીટી પણ વધે છે અને તમે તેને ઘરે પણ બનાવી શકો છો.

Home Remedy For High Metabolism

જરૂરી સામગ્રી:

શેકલા લસણની કળીઓ - ૨ કે ૩

મધ - ૧ ટેબલ સ્પૂન

બનાવવાની રીત:

શેકેલા લસણના નાના-નાના ટુકડાંમાં કાપો.

લસણના ટુકડાંમાં મધ મિક્સક કરો.

બધી સામગ્રીને સારી રીતે મિક્સ કીર લો.

૨ મહીના સુધી સવારે નાસ્તા પછી આ મિશ્રણનું સેવન કરો.

Home Remedy For High Metabolism

પાચનક્રિયા દર અને પ્રતિરોધક ક્ષમણા વધારવા માટે આ એક પ્રભાવ ઘરગથ્થું ઉપાય છે જેનું સેવન નિયમીત રીતે કરવું જોઈએ. આ ઔષધિ ઉપરાંત પણ તેની અસરને વધારવા માટે તમારે સ્વસ્થ આહાર લેવો જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ.

લસણમાં અલિસિન નામનું તત્વ મળી આવે છે જે તમારા પાચનતંત્ર પર પ્રભાવ પાડે છે અને પાચનક્રિયાના દરને વધારે છે જેથી તમે જલ્દી વજન ઓછો કરી શકો. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે જે તમારા શરીરની દરેક કોશિકાઓને મજબૂત બનાવે છે અને આ રીતે તમારી બીમારીઓ સામે લડવાની ક્ષમતાને વધારે છે અને આ પ્રકારે તમારી પ્રતિરક્ષા તંત્રમાં સુધાર લાવે છે.

English summary
Here is one natural remedy that can improve your metabolic rate, as well as immunity, which can be prepared right at home.
Story first published: Thursday, March 23, 2017, 14:30 [IST]