Related Articles
-
મહિલાઓએ પોતાના ડાયટ ની અંદર રેડ મીટ કેમ ઓછું રાખવું જોઈએ
-
શું રોજિંદા સલાડ ખાવું તમને વજન ઓછું કરવામાં સહાય કરે છે?
-
હાડકાંનો સૂપ: તેનો એક કટોરો ખાવાથી બને છે સ્ટીલ જેવી બોડી
-
વધારે ટીવી જોવાથી થાય છે આ બીમારીઓ, આ વસ્તુઓને ખાઈને કરો બચાવ
-
શિયાળામાં ગાજર ખાવાના ઘણા ફાયદા છે, તમે રહેશો ચુસ્ત અને દુરસ્ત
-
ઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ
શાકાહારી બનવાના સાઈડ ઈફેક્ટસ
એવા ઘણા લોકો છે જે કોઈના કોઈ કારણે શાકાહારી બની ગયા છે. આ કારણ સ્વાસ્થ્ય, ધાર્મિક પ્રતિબદ્ધતા અને પશુ કલ્યાણ માટે ચિંતા બતાવવા માટે પણ હોઈ શકે છે. ફક્ત શાકાહારી ભોજન ખાવું અને માંસાહારને સંપૂર્ણ રીતે બંધ કરી દેવાથી તમારા શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ભોગવવી પડી શકે છે.
ભલે વિચારવામાં ખરાબ લાગતું હોય, કે હવે તો હું વેજીટેરીયન બની ચૂક્યો છું અને હવે મારો માંસાહારી ખોરાકથી કોઈ લેવા દેવા નથી, તો તમારે એક વખત મગજનો ઉપયોગ કરીને વિચારી લેવું જોઈએ કે શું શાકાહારી ભોજન તમારા શરીર માટે આવશ્યક બધા પોષણોને પૂરા કરી રહ્યા છે.
રિસર્ચ મુજબ આ વાત સામે આવી છે કે તમારા શરીરમાં ઘણી એવી બીમારીઓ થવાના ચાન્સ વધી જાય છે, જો તમે સંપૂર્ણ શાકાહારી હોય તો. આ વાત હમેંશાથી લોકો બોલતા આવ્યા છે કે વેજીટેરીયન્સ મીટ ખાનાર લોકોના મુકાબલે વધારે દિવસો સુધી જીવીત રહી શકે છે. પણ બોલ્ડસ્કાઈની આ ઈન્ફરમેશનને વાંચ્યા પછી તમે આ વાતને ભૂલી જશો. તો ચાલો જોઈએ કે શાકાહારી બનવાના કયા -કયા સાઈડ ઈકેફ્ટ થઈ શકે છે.
કોલેસ્ટ્રોલ
મેડીકલ રિચર્ચના જણાવ્યા અનુસાર જે લોકો વેજીટેરીયન હોય છે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ ઓછું હોય છે, જે કે મનુષ્યના શરીર માટે સારું નથી હોતું. લો કોલેસ્ટ્રોલના કારણે તમારું મૃત્યુ જલદી થઇ શકે છે.
વિટામીન B12
વિટામીન B12 લીલા સાગ-સબ્જીઓમાં ખૂબ જ ઓછું મળી આવે છે એટલે કે જો તેની પૂર્તિ શરીરમાં નહી થાય તો, તમે હમેંશા થાકેલા થાકેલા રહેશો કેમેકે તે એનર્જી ઉત્પન્ન કરે છે.
હાડકા નબળા થવા
હાડકાં મજબૂત કરવા માટે ઘણા પ્રકારના વિટામીનની જરૂરીયાત હોય છે જે વેજીટેરીયન આકારમાં ઓછી મેળવી શકાય છે.
ઓમેગા ફેટનું લેવલ
ઓમેગા ૩ ફેટી એસિડ હદયની મજબૂતીમાં યોગદાન આપે છે અને આ તત્વ સરળતાથી વેજીટેરીયન ખાવાથી નથી મળતા.
લોહીની ઉણપ
જો ભરપૂર આઈરન જોઈએ તો રેડ મીટ અને માછલીનું સેવન કરવાનું શરુ કરી દો. લોહીની ઉણપથી એનિયીયા થઈ જાય છે.
કેલ્શિયમની ઉણપ
જે લોકો વધારે દૂધ કે દહી નથી ખાતા તેમને યોગ્ય રીતે કેલ્શિયમ નથી મળી શકતું. કેલ્શિયમ ફક્ત ડેરી પ્રોડક્ટમાં મળી આવે છે એટલે જો તેમ તેને નથી ખાતા તો તમારા હાડકાંમાં મજબૂતી નહી આવે.
જીંકની ઉણપ
રોગ પ્રતિકારક ક્ષમતાને જીંક વધારે છે. જે લોકો વેજીટેરીયન હોય છે તેમને જીંકની ઉણપ થઈ શકે છે કેમકે જીંક ફક્ત રેડ મીટમાંથી જ મેળવી શકાય છે.
હદયનો રોગ
વેજીટેરીયન બનવાથી હદયને ખૂબ નુકશાન થાય છે. બટાટા અને ચોખામાં મેળવેલું સ્ટ્રાર્ચ લોહીમાં ગ્લૂકોઝને તરત જ વધારે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
ડાયાબિટીઝ
વેજીટેરીયન ખાવાનું જે ખૂબ જ તેલ, મસાલા, સોસ, બટર અને ચીઝની સાથે મિક્સ કરીને બનાવેલું હોય તો, તેને ખાવાથી ડાયાબિટીઝની સમસ્યા ઉદભવી શકે છે.