For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું નરણે કોઠે ખાવા જોઇએ ફળો ? નહિંતર શું થશે ?

સફરજન એંટી-ઑક્સીડંટ્સ અને ફ્લેવોનોઆઇડનું શ્રેષ્ઠ સ્રોત છે અને કોલન કૅંસર, હાર્ટ ઍટૅકનાં જોખમ ઓછા કરવામાં મદદ કરે છે.

By Lekhaka
|

નરણા કોઠે ફળો ખાવાથી શરીરને ડિટૉક્સીફાઈ કરવામાં મદદ મળે છે. શરીરને ઊર્જા મળે છે અને વજન ઘટાડવામાં પણ સહાયતા મળે છે.

ફળો આપનાં આહારનો એક મહત્વનો ભાગ છે. અન્ય ખાદ્ય પદાર્થો ખાધા બાદ ફળ ખાવાની સલાહ આપવામાં આવતી નથી. જ્યારે ફળો પેટ અને પાચન રસમાં ભોજન સાથે સમ્પર્કમાં આવે છે, તો ભોજનનું સમ્પૂર્ણ દ્રવ્ય ખરાબ થઈ જાય છે.

એટલે જ હંમેશા ખાલી પેટે ફળ ખાવાની ભલામણ કરવામાં આવે છે અને આ ફળો ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે. નહિંતર ફળ ખાધાનાં તરત બાદ આપનું પેટ ફૂલી શકે છે અને આપે ટૉયલેટ જવું પડી શકે છે.

અમે આપને કેટલાક એવા ફ્રૂટ્સ બતાવા જઈ રહ્યાં છીએ કે જેમને આપ નરણા કોઠે ખાઈ શકો છો અને વધુ આરોગ્ય લાભ પામી શકો છો.

1) કિવી :

1) કિવી :

આ ફળ પોટેશિયમ, મૅગ્નેશિયમ, વિટામિન ઈ અને ફાયબરનું સારૂં સ્રોત છે. આ ફળમાં વિટામિન સીની સામગ્રી નારંગીની સરખામણીમાં બમણી હોય છે.

2) સફરજન :

2) સફરજન :

સફરજન એંટી-ઑક્સીડંટ્સ અને ફ્લેવોનોઇડનું શ્રેષ્ઠ સ્રોત છે અને કોલન કૅંસર, હાર્ટ ઍટૅક અને સ્ટ્રોકનાં જોખમો ઓછા કરવામાં મદદ કરે છે. તેથી સફરજન નરણા કોઠે ખાવું જ સૌથી વધુ ફાયદાકારક હોય છે.

3) સ્ટ્રૉબેરી :

3) સ્ટ્રૉબેરી :

સ્ટ્રૉબેરીમાં એંટી-ઑક્સીડંટ્સનું ઉચ્ચતમ્ પ્રમાણ હોય છે અને કૅંસરથી પેદા થતા એજંટોથી શરીરને બચાવે છે, રક્ત વાહિકાઓને અવરુદ્ધ થતા રોકે છે અને ફ્રી રૅડિકલને હટાવે છે.

4) નારંગી

4) નારંગી

નરણે કોઠે બેથી ચાર નારંગી ખાવાથી ઠંડકથી બચવા, કૉલેસ્ટ્રૉલ લેવલ ઓછું કરવા, કિડનીની પથરી રોકવા અને કોલોન કૅંસરનો ખતો ઓછો કરવામાં મદદ મળે છે.

5) તડબૂચ :

5) તડબૂચ :

તેમાં 92 ટકા પાણી હોય છે. તેમાં ગ્લૂટાથિયોન હોય છે કે જે પ્રતિરક્ષા પ્રણાલીને પ્રોત્સાહન આપવામાં સહાય કરે છે. તડબૂચ લાઇકોપીનનું પણ એક સારૂ સ્રોત છે કે જે કૅંસર સામે લડતું એંટી-ઑક્સીડંટ છે. તડબૂચમાં રહેલા અન્ય પોષક તત્વોમાં વિટામિન સી અને પોટેશિયમનો સમાવેશ થાય છે.

6) જામફળ અને પપૈયું :

6) જામફળ અને પપૈયું :

આ બંને ફળોમાં વિટામિન સીનું ઉચ્ચ પ્રમાણ હોય છે. જામફળનો રસ ફાયબરમાં સમૃદ્ધ હોય છે અને કબજિયાત રોકે છે. પપૈયું કૅરોટીનથી સમૃદ્ધ હોય છે જેને આંખ માટે સારૂં ગણવામાં આવે છે.

Read more about: fruit health આરોગ્ય
English summary
Eating fruits on an empty stomach helps in detoxifying the system, supplying the body with energy and also aids with weight loss and other activities.
Story first published: Wednesday, July 19, 2017, 9:19 [IST]
X
Desktop Bottom Promotion