આયુર્વેદમાં પણ જણાવાયા છએ સાબુદાણાનાં ફાયદાઓ, તેને ચહેરા અને વાળ પર લગાવો

By Super Admin

સાબુદાણા આરોગ્ય માટે હેલ્ધી હોય છે. સામાન્યતઃ ાપણે વ્રત અને ઉપવાસ દરમિયાન જ તેનો પોતાનાં ડાયેટમાં સમાવેશ કરીએ છીએ, પરંતુ દરરોજ તેને ખાવાનાં પણ ઘણા ફઆયદાઓ છે. તેમાં ભારે પ્રમાણમાં એનર્જી અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. સાબુદાણા સાગો પ્લામનાં કેન્દ્રમાંથી ઓસમાણ તરીકે કાઢીને બનાવવામાં આવે છે.

આયુર્વેદમાં પણ તેનાં ઘણા ફાયદાઓ જણાવાયા છે. તેને ખાવા ઉપરાંત બીજી વસ્તુઓ સાથે મેળવી ચહેરા અને વાળ પર લગાવવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે. આવો જાણીએ કે કેવી રીતે સાબુદાણાથી કોમળ અને ચમકદાર સ્કિન પામી શકાય છે ?

benifits of sabudana

સાબુદાણાને ઇંડાનાં પીળા ભાગ સાથે મેળવી જો ચહેરા પર લગાવવામાં આવે, તો ચહેરા પરનાં રિંકલ્સ ગાયબ થઈ જાય છે.

સાબુદાણાનાં પાવડરને ઑલિવ ઑયલ સાથે મેળવી પેસ્ટ બનાવી લો. પછી તેને વાળ પર 30 મિનિટ માટે લગાવી લો. તેનાથી હૅર ફૉલની સમસ્યા ઓછી થતી જશે.

સાબુદાણાનાં પાવડરને દહીં, ગુલાબ જળ તથા મધ સાથે ચમકદાર અને મુલાયમ વાળ માટે લગાવો.

મધ અને લિંબુ રસ સાથે સાબુદાણા પાવડરને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પરનાં ડાઘા-ધબ્બા દૂર થઈ જશે.

સાબુદાણા પાવડરને કાચા દૂધ સાથે મેળવી ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની રંગતવધશે અને ટૅન જશે.

Story first published: Monday, June 5, 2017, 14:20 [IST]
X
Desktop Bottom Promotion