For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૅવી ડિનર બાદ તરત સુઈ જવાથી થઈ શકે આ 5 બીમારીઓ

By Lekhaka
|

રાત્રે ડિનરનો ટાઇમ સૌ કોઈનો જુદો-જુદો હોય છે અને તે મહદઅંશે વ્યક્તિ વિશેષની લાઇફસ્ટાઇલ પર નિર્ભર કરે છ. એમ તો સામાન્ય રીતે જોવામાં આવે, તો દરેકે રાત્રે 8 વાગ્યા સુધી ડિનર કરી લેવું જોઇએ. ઘણા લોકો રાત્રે બહુ હૅવી ડિનર કરે છે અને ખાતા જ તેમને ઊંઘ આવવા લાગે છે અને પછી તેઓ સુઈ જાય છે.

આપને જણાવી દઇએ કે આ ખૂબ જ ખરાબ ટેવ છે અને તેનાંથી શરીરને ઘણા પ્રકારનાં નુકસાન થઈ શકે છે. જ્યારે આપ રાત્રે જ બહુ બધુ ખાઈ લો છો, તો આપનાં પાચન તંત્રને તેને પચાવવામાં બહુ મહેનત કરવી પડે છે અને એવામાં આપનું મગજ આ સિગ્નલ આપે છે કે શરીરમાં મોજૂદ બ્લડનો ઘણો ભાગ પાચનમાં મદદ માટે જવું જોઇએ.

તેથી જ બાકીનાં અંગોમાંથી બ્લડ આપનાં પાચન તંત્ર તરફ ફ્લો કરવા લાગે છે અને આપ અચાનક સુસ્તી અનુભવવા લાગો છો. આવો જાણીએ ડિનર બાદ તરત સુઈ જવાથી થતા નુકસાન વિશે :

હાર્ટબર્ન :

હાર્ટબર્ન :

જ્યારે આપ રાત્રે ખાધા બાદ તરત સુઈ જાઓ છો, તો પચાવવા માટે પેટમાં મોજૂદ એસિડ આપની આહાર નળીમાંથી થઈ ગરદન સુધી પહોંચી જાય છે. તેથી જ છાતીની આજુબાજુનાં ભાગે તીવ્ર બળતરા થવા લાગે છે કે જેને આપણે હાર્ટબર્ન કહીએ છીએ.

ખરાબ ઊંઘ :

ખરાબ ઊંઘ :

ખાવાનું ખાધા બાદ તરત સૂવાથી આપને બરાબર ઊંઘ પણ નથી આવતી અને લાંબા સમય સુધી આવું કરવાંથી આપ અનિદ્રા જેવી બીમારીઓનાં દરદી પણ બની શકો છો. એક વાત જાણી લો કે આપ રાત્રે જેટલી ઘેરી અને સારી ઊંઘમાં સૂશો, તેટલું જ બીજા દિવસે સારૂં પરફૉર્મ કરી શકશો. તેથી ક્યારેય પણ પેટ ભરીને ખાધા બાદ તરત સૂવા ન જાઓ, પણ થોડીક વાર ટહેલો.

ડાયાબિટીસ :

ડાયાબિટીસ :

જમ્યા બાદ વગર કોઈ કામ કર્યે જ્યારે આપ સુઈ જાઓ છો, તો તેનાંથી બ્લડ શુગર લેવલ પરિવર્તિત થવાં લાગે છે. આવી હાલતમાં ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. તેથી ડિનર બાદ ઓછામાં ઓછા 2 કલાક બાદ સૂવૂં જોઇએ.

અપચો :

અપચો :

આ ખોટી આદતનાં કારણએ આપ અપચો જેવી ગંભીર સમસ્યાઓની ઝપટે પણ ચઢી શકો છો. જ્યારે આપ ખાઈને સૂઈ જાઓ છો, તો ગ્રૅવિટીનાં કારણે ભોજન પેટનાં નિચલા ભાગે નથી પહોંચી શકતું અને તેનાં કારણે ક્યારે-ક્યારેક પેટમાં મોજૂદ એસિડ પણ પોતાની મેળે ઉપરની તરફ જતું રે છે કે જેનાંથી અપચો અને હૃદયમાં બળતરા થવી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

સ્ટ્રોક :

સ્ટ્રોક :

પાચનમાં થયેલી આ ગરબડોની અસર આપનાં બ્લડ પ્રેશર અને કૉલેસ્ટ્રૉલ પર પણ પડે છે અને વિષમ પરિસ્થિતિઓમાં આપને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે. ઘણી શોધ મુજબ રાત્રે 8 વાગ્યા બાદ ભોજન કરવાથી અને તરત સુઈ જવાનાં કારણે સ્ટ્રોકનો ખતરો બહુ વધુ રહે છે.

English summary
Sleeping immediately after dinner can lead to several health issues. Know about the major reasons here on Boldsky.
Story first published: Tuesday, August 22, 2017, 9:01 [IST]
X
Desktop Bottom Promotion