For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરરોજ સવારે આદુની ચા પીવાથી થાય છે આ 5 ફાયદાઓ, જાણો તેને બનાવવાની રીત

By Lekhaka
|

આપણે સૌ જાણીએ છીએ કે આદુનાં સેવનથી આપણને ઘણા ફાયદાઓ થાય છે અને આયુર્વેદ મુજબ પણ આદુ એક ઔષધિ છે. આપણાં દેશ ઉપરાંત આખી દુનિયામાં પણ આદુનો ઘણા પ્રકારનાં ઘરગથ્થુ અને પ્રાકૃતિક ઉપચારોમાં ઉપયોગ કરવામાં આવે છે. રિસર્ચર મુજબ આદુમાં મોજૂદ ઑયલ્સ તથા જિંજ્રોલ સાથે જ શોગાઓલ જેવા યૌગિકોનાં કારણે જ આ એટલું ગુણકારી હોય છે.

આદુને આપ પોતાનાં ડાયેટમાં ઘણા પ્રકારથી સામેલ કરી શકો છો, પરંતુ સૌથી સારી રીત એ છે કે આપ તેની ચા બનાવીને પીવો. આદુની ચા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને ખાસ તો જે લોકોને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ રહે છે, તેમણે તેનું સેવન જરૂર કરવું જોઇએ.

તેનાં સેવનથી ટેસ્ટ બડ્સ શ્રેષ્ઠ બને છે અને મંદ પડી ચુકેલી પાચન ક્રિયા ઝડપી થઈ જાય છે. તેમાં વિટામિન સી, ઍમીનો એસિડનાં વધુ પ્રમાણની સાથે-સાથે કૅલ્શિયમ, ઝિંક, ફૉસ્ફરસ જેવા મિનરલ્સનું પણ પ્રચૂર પ્રમાણ હોય છે.

આ આર્ટિકલમાં અમે આપને આદુની ચાનાં ફાયદાઓ અને તેને બનાવવાની રેસિપી બતાવી રહ્યાં છીએ.

એંટી કૅંસર ગુણો :

એંટી કૅંસર ગુણો :

આદુને એંટી-ઇમ્ફ્લેમેટરી ડ્રગ ગણવામાં આવે છે કે જે કૅંસર ફેલાવતી કોશિકાઓને વધતા રોકે છે. તેનાં સેવનથી પૅંક્રિયાટિક, કૉલેસ્ટ્રૉલ, પ્રોસ્ટેટ અને લીવર કૅંસરનો ખતરો બહુ ઓછો રહે છે.

પાચન વધારવામાં મદદકારક :

પાચન વધારવામાં મદદકારક :

તેમાં મોજૂદ શોઆગોલ અને જિંજ્રોલ પાચન પ્રક્રિયાને વધારી દે છે અને સાથે જ શરીર દ્વારા પોષક તત્વોને અવશોષિત કરવાની ક્ષમતા પણ વધી જાય છે. તેથી જે લોકોને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ છે, તેમણે તેનું સેવન જરૂર કરવું જોઇએ.

બ્લડ સર્ક્યુલેશન વધારે છે :

બ્લડ સર્ક્યુલેશન વધારે છે :

આદુનાં સેવનથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી બની જાય છે કે જેનાંથી કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ, હાઈ બ્લડ પ્રેશર તથા હાઈ કૉલેસ્ટ્રૉલ જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેનાં નિયમિત સેવનથી હાર્ટ ઍટૅક તથા સ્ટ્રૉક જેવી ગંભીર બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે.

બ્રેન પાવર વધે છે :

બ્રેન પાવર વધે છે :

દરરોજ આદુનું સેવન કરવાથી મગજની વિચારવા-સમજવાની ક્ષમતા ઝડપથી વધે છે અને યાદદાશ્ત તેજ થાય છે. તેનાં કારણે ઑક્સીડેટિવ સ્ટ્રેસ ઓછું થઆય છે અને ઇનફ્લેમેશનની સમસ્યામાંથી પણ રાહત મળે છે. મડલ એજ ધરાવતી મહિલાઓએ તેનું સેવન જરૂર કરવું જોઇએ.

એંટી-ઇમ્ફ્લેમેટરી ગુણો :

એંટી-ઇમ્ફ્લેમેટરી ગુણો :

આદુ પોતાનાં એંટી-ઇમ્ફ્લેમેટરી ગુણોનાં કારણે પણ જાણીતું છે. આ ક્ષમતાનાં કારણે જ આદુનાં દરરોજ સેવનથી સાંધાનાં દુઃખાવા અને માંસપેશીઓમાં થતા દુઃખાવામાંથી આરામ મળે છે.

ઇમ્યુનિટી વધારવામાં મદદકારક :

ઇમ્યુનિટી વધારવામાં મદદકારક :

આપને જણાવી દઇએ કે દરરોજ આદુની ચા પીવાથી આપનું ઇમ્યુનિટી પાવર બહુ મજબૂત થઈ જાય છે કે જેથી આપતમામ પ્રકારનાં ચેપી રોગોથી બચ્યા રહો છો.

આદુની ચા બનાવવા માટેની સામગ્રી :

આદુની ચા બનાવવા માટેની સામગ્રી :

4-6 આદુનાં ટુકડાં

એક ચમચી મધ

એક ગ્લાસ પાણી

બનાવવાની રીત :

બનાવવાની રીત :

એક પૅનમાં પાણી નાંખો અને યૂઝ ઉકળવા દો. જ્યારે પાણી ઉકળવા લાગે, તો તેમાં આદુ કચડીને નાંખી દો અને લગભગ 10 મિનિટ સુધી વધુ ઉકાળો. અંતે આંચ બંધ કરી દો અને તેને એક કપમાં ગાળી લો અને જ્યારે તે હળવુંક ઠંડુ થઈ જાય, તો તેમાં મધ મેળવી તેને પીવો. આ ચા દરોજ સવારે પીવો.

English summary
Drinking ginger tea everyday is known to give you abundant health benefits for your body. Read to know the top health benefits of ginger tea.
Story first published: Monday, August 28, 2017, 11:21 [IST]
X
Desktop Bottom Promotion