આંખની રોશની વધારવાનાં ઘરગથ્થુ નુસ્ખાઓ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ચાહે માયોપિયા (નિકટ દૃષ્ટિ દોષ હોય) કે હાયપરોપિયા (દૂર દૃષ્ટિ દોષ) હોય, આંખો નબળી થવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. જો આપની આઈ સાઇટ નબળી છે અને આપ નિયમિત રીતે ચશ્મા નથી પહેરતાં, તો આપને માથાનો દુઃખાવો, આંખમાં શુષ્કતા, ધુંધળાપણું, આંખમાંથી પાણી આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઘણા પ્રકારનાં ઑપરેશન્સમાં દાવો કરવામાં આવે છે કે તેનાથી સ્પષ્ટ દેખાવા લાગી જાય છે અને ચશ્મામાંથી પણ છુટકારો મળી જાય છે, પરંતુ આમ છતાં તેમના અનેક પ્રકારનાં સાઇડ ઇફેક્ટ્સ છે, એ પણ 100 ટકા સફળ નથી.

જો આપ આ પ્રકારનાં ઑપરેશન્સ કરાવવામાં વિશ્વાસ નથી ધરાવતાં, તો આપ આ ઘરગથ્થુ ઔષધિઓ ઉપયોગ કરી શકો છો કે જેનાથી થોડાક જ દિવસોમાં આપની આંખો સાજી થઈ શકે ચે.

how to improve eye sight naturally

આ જ્યૂસ બનાવવાની રીત

આવશ્યક સામગ્રી

* એલોવેરાનું જ્યૂસ - 2 ટેબલ સ્પૂન

* મધ - 2 ટેબલ સ્પૂન

* લિંબુનો રસ - 2 ટી સ્પૂન

* ટુકડા કરાયેલી અખરોટ - 2 ટેબલ સ્પૂન

બનાવાની રીત -

જ્યૂસ બનાવવા માટે સામગ્રીને બ્લેન્ડરમાં નાંખી મિક્સ કરી લો. તેને એક ગ્લાસમાં નાંખી લો. આપનું હૅલ્થ ડ્રિંક તૈયાર છે. આ મિશ્રણને ભોજનથી 30 મિનિટ પહેલા પીવો, દિવસમાં ત્રણ વાર તેને પીવાથી આપની આઈ સાઇટ વહેલાસર સાજી થઈ જશે.

એલોવેરા, લિંબુનો રસ, અખરોટ તથા મધમાંથી ઑપ્ટિક નર્વ્સને મહદઅંશે પોષણમળે છે. આ ઑપ્ટિક સિસ્ટમને જરૂરી પોષણ પ્રદાન કરે છે કે જેથી આઈ સાઇટ સાજી થઈ જાય છે. આ ઉપરાંત, તેનાથી ઑપ્ટિક સિસ્ટમમાં આરોગ્ય કોશિકાઓનું નિર્માણ થાય છે કે જેથી આઈ સાઇટ સુધરે છે. આ પ્રાકૃતિક જ્યૂસમાં આંખો હાઇડ્રેટિડ રહે છે કે જેથી આંખોમાં ખંજવાળ નથી આવતી અને ડ્રાયનેસ નથી રહેતી.

English summary
Are you looking for a natural remedy to improve your eyesight? Then check out this secret homemade recipe to help you do that in a month..
Story first published: Saturday, February 11, 2017, 12:30 [IST]