Just In
- 593 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 602 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1332 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1334 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વારંવાર ગરમ કરવાથી ઝેરમાં પરિવર્તિત થઇ શકે છે આ આહાર
તમે એવું ઘણીવાર સાંભળ્યું હશે કે ભોજનને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વ બળી જાય છે પરંતુ શું તમે ક્યારે તેમને ઝેરમાં પરિવર્તિત થતા હોવાનું સાંભળ્યું છે. આમ થાય છે. ઘણા ફૂડ એવા હોય છે જેમને વારંવાર ગરમ કરવાથી તેમના તત્વોમાં એવી રાસાણિક પ્રક્રિયા થાય છે કે તે ઝેરમાં પરિવર્તિત થઇ જાય છે. આવો જાણીએ કે કયા-કયા ફૂડ ઝેરમાં પરિવર્તિત થનાર યાદીમાં સામેલ છે.
1. બટાકા:
બટાકા, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ જો બટાકા તમારો જીવ લઇ શકે છે જો તમે તેને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા બાદ ગરમ કરીને ખાવ. ગરમ કરવાથી તેના પોષક તત્વ, ઝેરે તત્વોમાં પરિવર્તિત થઇ જાય છે.
2. ચિકન:
આમ તો ચિકનને ગરમ કરીને ખાવું ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ આમ ન કરો તો સારું રહેશે. કારણ કે ચિકનમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે જેને ઠંડું કરીને ગરમ કરવાથી ટોક્સિકમાં ફેરવાઇ શકે છે.
3. મશરૂમ:
ક્યારેય મશરૂમને રાખેલું ખાશો નહી. આ ખૂબ જ સેંસટિવ સબ્જી હોય છે જેમાં પ્રોટીનની ઉચ્ચ માત્રાનું ખરાબ થવાનો ભય વધુ હોય છે.
4. બીટ:
બીટમાં નાઇટ્રેટની માત્રા ખૂબ જ હોય છે. જે શરીર માટે ખૂબ સારી હોય છે પરંતુ રિહીટ કરવાથી તેના ઝેરમાં પરિવર્તિત થવાની સંભાવના વધી જાય છે.
5. પાલક:
પાલકને ગરમ કરીને ખાવું ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. તેમાં નાઇટ્રેટની માત્રા એટલી વધુ હોય છે જે ગરમ કરવાથી એવા તત્વમાં પરિવર્તિત થઇ જાય છે જે શરીરને નુકસાન પહોંચાડે છે.
6. ઈંડા:
જો ઈંડાને ઉંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તેને ઝેર બની જાય છે. એટલા માટે રાખેલા બાફેલા ઈંડાને ફરીથી ગરમ કરીને ના ખાશો. તેનાથી પેટ બગડી જાય છે.
7. સેલરી:
સેલેરી પણ પાલકની માફક હોય છે. તેમાં પણ નાઇટ્રેટ હોય છે જે ગરમ કરતાં ઝેરી તત્વોમાં પરિવર્તિત થઇ જાય છે.