For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પિત્તની પથરીથી છુટકારો પામવાનાં પ્રાકૃતિક ઉપચાર

By Lekhaka
|

આપણાં શરીરમાં પિત્તની પથરી બનવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તેમની યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. તેથી છુટકારો પામવાની કેટલીક રીતો છે.

ગાલસ્ટોન એટલે પિત્તની પથરી, પિત્તાશયની થેલી કે પિત્ત નળીમાં બને છે કે જ્યારે કેટલાક કઠણ પદાર્થો આ સ્થાને એકત્ર થઇ જાય છે. ગાલસ્ટોન બે પ્રકારના હોય છે: કૉલેસ્ટ્રૉલ ગાલસ્ટોન અને પિગ્મેંટ ગાલસ્ટોન.

કૉલેસ્ટૉલ ગાલસ્ટોનમાં 80 ટકા સ્ટોન હોય છે અને તે રંગમાં પીળાશ ધરાવે છે. પિગ્મેંટ ગાલસ્ટોનનો રંગ ઘાટો હોય છે અને તે બિલીરૂબિનથી મળીને બન્યું હોય છે.

natural ways to get rid of gallstones

મહિલાઓમાં ગાલસ્ટોનની સમસ્યા પુરુષોની સરખામણીમાં વધુ હોય છે. તેનાથી ચેપ થઈ શકે છે કે જેને એંટીબાયોટિકની મદદથી દૂર કરી શકાય છે પરંતુ પ્રાકૃતિક ઉપચાર, ગાલસ્ટોનને દૂર કરવા માટે મદદગાર સાબિત થઈ શકે છે.

ગાલસ્ટોનથી છુટકારો પામવા માટે પ્રાકૃતિક ઉપચારનું વર્ણન કરતા પહેલાં, પિત્તની પથરીના નિર્માણમાં જોખમી કારકો સમજવા જોઇએ.

ખોરાકમાં સંતૃપ્ત કૅલોરી અને રિફાઇંડ સુગર અને ઓછા ફાયબરના કારણે ગાલસ્ટોન બની જાય છે. ઘણી વખત વજનનો વધારો અથવા ઝડપથી વજનમાં ઘટાડો પણ તેના બનવાનું કારણ હોઈ શકે છે.

અહીં સુધી કે ઉચ્ચ બીએમઆઈ પણ ગાલસ્ટોનના નિર્માણનું કરાણ હોઈ શકે છે. વજનનો ઝડપથી ઘટાડો, કૉલેસ્ટ્રૉલને બાઇલ કે પિત્તમાં બદલી નાખે છે અને તેનાથી સ્ટોન બનવા લાગે છે.

કેટલીક વિધિઓ એવી હોય છે જેનાથી વજન એકદમથી ઓછુ કરી દેવાય છે જેમકે-વજન ઘટાડવાની સર્જરી તથા ઓછી કૅલોરી ધરાવતો ખોરાક વગેરે. આવામાં પણ મુશ્કેલી આવી જાય છે. તેથી આપને સલાહ આપવામાં આવે છે કે પોતાનો ખોરાકને એકદમથી ન છંછેડો. થોડુક ધીમે-ધીમે બદલાવ લાવો.

જો આપ એપ્પલ સિડર પી શકતા હોવ, તો શ્રેષ્ઠ રહેશે. વળી સેબનું જ્યુસ પણ ફાયદો કરે છે. સાથે જ તેનાથી થતો દુઃખાવો પણ ઓછો થઈ જાય છે. એપ્પલ સિડર શરીરમાં કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ ઓછી કરી દે છે કે જે લીવરમાંથી બને છે.

આ ઉપરાંત આપ શાકભાજીઓનું જ્યૂસ પણ પી શકો છો કે જેમાં ઘણી શાકભાજીઓને એક સાથે કાપીને પીસી લો અને તેનું જ્યુસ લિંબુનો રસ નાંખી પી લો.

એરંડિયાનું તેલ પટ પર મસળો. તેનાથી ખૂબ આરામ મળે છે. ખાસ કરીને તે સ્થળે કે જ્યાં પથરી હોય. સૌથી જરૂરી એ હોય છે કે પોતાની જીવનશૈલીને બહેતર બનાવો. પ્રાકૃતિક પદાર્થોનું સેવન કરો, જંક ફૂડ તથા ફાસ્ટ ફૂડથી અંતર રાખો. તેનાથી આપને પિત્તની પથરીમાં ખૂબ રાહત મળશે.

English summary
This article deals with the natural ways to get rid of gallstones. Read to learn more about it.
Story first published: Thursday, December 22, 2016, 11:45 [IST]
X
Desktop Bottom Promotion