For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિડની ફેલ થવાનાં કયા સંકેતો હોય છે ?

By Lekhaka
|

કિડની ફેલ હોવાનાં અંતિમ સ્ટેજનો મતલબ કિડની સમ્પૂર્ણપણે કામ ન કરવા સાથે છે. જો કોઈ વ્ક્તિ કિડની ફેલ થવાનાં અંતિમ સ્ટેજે હોય છે, તો તેના માટે કંઈ કરી શકાતું નથી.

માટે આ મહત્વનું છે કે જ્યારે પણ આપને કિડની સાથે જોડાયેલી કોઈ સમસ્યા આવે, તો આપ તરત કોઇક યોગ્ય અને પ્રોફેશનલ તબીબની સલાહ લો. અહીં કિડની ફેલ થવાની ચેતવણી સાથે સંબંધિત લક્ષણો અંગે જણાવાયું છે.

પોતાનાં તથા પોતાનાં પ્રિય લોકોનાં આરોગ્યનું ધ્યાન રાખવું મહત્વનું છે. માટે આ લક્ષણો વિશે જાણો.

what causes kidney failure

એડેમા : એડેમાનાં પ્રથમ તબક્કે માત્ર પગમાં સોજા આવે છે. એવું એટલા માટે થાય છે, કારણ કે કિડની શરીરમાંથી પાણી બહાર નથી કાઢી શકતી. તેનાથી શરીરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે.

એનીમિયા : કિડનીનું એક મુખ્ય કામ શરીરમાં લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણને વ્યવસ્થિત જાળવી રાખવાનું છે. દુર્ભાગ્યે જ્યારે કિડની ફેલ થવાની શરુઆત થાય છે, તો લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણમાં ઉણપ સર્જાયછે કે જેથી એનીમિયા થાય છે.

હેમેટ્યુરિયા : જ્યારે કિડની ફેલ થવાની શરુઆત થાય છે, તો આપનાં મૂત્રમાં રક્તનાં લાલ થક્કા દેખાય છે. કિડનીની સમસ્યા થતા વિવિધ લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે; જેમ કે મૂડ સ્વિંગ્સ (મૂડમાં ફેરફાર), ભ્રમ તથા મતિભ્રમ.

પીઠમાં ખૂબ દુઃખાવો : આ દુઃખાવો બહુ બધુ તીવ્ર હોય છે તથા શરીરનાં એક તરફનાં પાછલા ભાગે થાય છે. આ દુઃખાવો પેટમાં નીચેની તરફ થઈ કંમર અને અંડકોષ સુધી પણ પહોંચી શકે છે.

મૂત્ર ત્યાગમાં ઉણપ : મૂત્ર ત્યાગ વખતે મૂત્રનું ઓછા પ્રમાણમાં બહાર આવવું દર વખતે કિડનીની સમસ્યા તરફ સંકેત નથી કરતો, પરંતુ જો આપને એવું લાગે કે શરીરમાંથી નિકળતા આ તરળ પદાર્થનાં પ્રમાણમાં ઘટાડો થયો છે, તો આપે તબીબી પરામર્શ અવશ્ય લેવો જોઇએ.

શ્વાસ લેવામાં તકલીફ થવી : હાઈ બીપીનાં કારણએ શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે કે જે સંભવતઃ કિડનીની સમસ્યાના કારણે હોઈ શકે.

ઉદ્વેગ : જ્યારે કિડની ફેલ થવાની શરુઆત થાય, ત્યારે શરીરનાં કેટલાક ભાગોમાં ઉદ્વેગ, કંપન કે અનૈચ્છિક હિલચાલ થવા લાગે છે.

મૂત્રમાં અસામાન્ય અને ગંદી વાસ આવવી : એવી વ્યક્તિઓ કે જેમની કિડની ફેલ થઈ રહી હોય, તેમનાં મૂત્રમાંથી ગળ્યી અને તીખી ગંધ આવે છે.

મળમાં રક્ત આવવું : મળમાં લોહી આવવું પણ ક્યારેક-ક્યારેક કિડની ફેલ થવા તરફ ઇશારો કરે છે.

English summary
Take a look at what are the signs of kidey failure. Also what are the main causes of kidney failure.
Story first published: Tuesday, November 29, 2016, 10:38 [IST]
X
Desktop Bottom Promotion