શું તમને સ્વીટકોર્ન ભાવે છે તો આવો જાણીએ તેના ૮ ચમત્કારી ફાયદા

Posted By: Super Admin
Subscribe to Boldsky

મૂવી જોતી વખતે કોર્ન ખાવાનું કોને પસંદ નથી હોતું. તેમાં કોઇ શંકા નથી કે સ્વીટ કોર્ન ખાવા કે સૂપના કપમાં એકસ્ટ્રા કોર્ન નાંખીને ખાવામાં મજા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કોર્ન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે કે નહીં? નિયમિત રીતે ખાવામાં આવતી ચિપ્સ, સૂપ અને સલાડ વગેરે ઘણી બધી વસ્તુઓ કોર્નથી બને છે. પરંતુ ઘણા લોકોને ડર રહે છે કે ક્યાંક કોર્નના કોઈ સાઈડ ઈફેક્ટ્સ તો નથી ને. એટલે કે મીઠાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે પરંતુ વધારે માત્રામાં મીંઠુ ખાવું નુકશાનદાયક હોય છે.

જોકે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કેટલાક આર્ટિકલ્સમાં કોર્ન સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાવવામાં આવ્યા છે. તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે કે સ્નેકસના રૂપમાં કોર્નના હાનિકારક પ્રભાવ છે. પરંતુ સવાલ એ છે કે શું સાચે જ કોર્ન એક અનહેલ્દી વસ્તુ છે? સૌથી પહેલી વાત કે ઈન્ટરનેટ પર જે જાણકારી છે, તે સાચી જ હોય એવું નથી હોઈ શકતું. હેલ્થ માટે તમારે મોટાભાગે વિશ્વસનીય સ્ત્રોતો પર વિશ્વાસ કરવો જોઈએ. વાસ્તવમાં કોર્નના ગણી ના શકાય એટલા સ્વાસ્થ્ય લાભ હોય છે. ચાલો જાણીએ કોર્ન ખાવાથી તમને કયા-કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.

હદયના સ્વાસ્થ્યમાં સુધારો

હદયના સ્વાસ્થ્યમાં સુધારો

કોર્નને બનાવવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટસની માત્રા વધી જાય છે. તમને જણાવી દઈએ કે એન્ટીઓક્સીડેન્ટસ તમારા હદયને સ્વસ્થ રાખે છે.

દ્રષ્ટિમાં સુધારો

દ્રષ્ટિમાં સુધારો

કોર્ન ખાસ કરીને સ્વીટ કોર્નમાં લ્યૂટેન મળી આવે છે જેના કારણે તેમાં ઓપ્ટિક નર્વસને મજૂત કરવાની અને તમારી દષ્ટિમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે.

એનર્જી લેવલ વધારે છે

એનર્જી લેવલ વધારે છે

કોર્નમાં હેલ્દી કાર્બોહાઈડ્રેટ્સ મળી આવે છે, જે તમારો વજન વધવા દેતા નથી પરંતુ તમારી એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે.

કબજીયાતથી રાહત અપાવે છે

કબજીયાતથી રાહત અપાવે છે

તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે જેના કારણે આ સ્ટૂલને સોફ્ટ કરવા અને બાઉલ મૂવમેન્ટમાં સુધારો કરીને તમને કબજીયાત જેવી સમસ્યાઓથી બચાવે છે.

એન્ટી-કેન્સરના ગુણ હોય છે

એન્ટી-કેન્સરના ગુણ હોય છે

ઘણા અભ્યાસ પરથી જાણવા મળે છે કે કોર્નમાં ફાઈટોન્યૂટ્રીએન્ટ્સ તત્વ હોય છે જેમાં માનવ શરીરમાં રહેલા કેન્સરના સેલ્સ સામે લડવાની ક્ષમતા હોય છે.

વજન ઓછો કરવામાં મદદરૂપ

વજન ઓછો કરવામાં મદદરૂપ

કોર્નમાં ખૂબ ઓછી માત્રામાં કેલેરી અને સૂક્રોઝ તત્વ હોય છે. એટલા માટે વજન ઓછો કરનાર લોકો માટે આ સારો વિકલ્પ છે.

પેટના બેક્ટેરિયા માટે સ્વસ્થ

પેટના બેક્ટેરિયા માટે સ્વસ્થ

કોર્નમાં તમારા પેટ માટે સારા બેક્ટેરિયાના ઉત્પાદનમાં સુધારો કરવાની ક્ષમતા હોય છે, આ પ્રકારે તમારું પાચન સ્વસ્થ રહે છે.

ગ્લૂટેન ફ્રી

ગ્લૂટેન ફ્રી

કોર્ન એક ગ્લૂટેન-ફ્રી વસ્તુ છે. ઘણા લોકો ગ્લૂટેન ઈનટોલેરેન્સથી પીડિત છે. એવા લોકો માટે કોર્ન એક સારી વસ્તુ છે.

English summary
Eating corn as a snack has lots of health benefits. Know more about the benefits of corn on Boldsky.
Story first published: Monday, June 12, 2017, 14:25 [IST]