For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટડી: શું ઉંઘવાની બાબતમાં ભારતીય છે સૌથી પાછળ?

By KARNAL HETALBAHEN
|

ફિટબિટથી મેળવવામાં આવેલા જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૧૬ની વચ્ચેના આંકડાઓ અનુસાર ભારતીય દુનિયાની સૌથી ખરાબ સ્લીપીંગ આદતોવાળા દેશોની શ્રેણીમાં આવે છે. અહીના લોકો માત્ર 6.55 કલાકની ઉંઘ છે જે કે એક ચિંતાનો વિષય છે.

આ સર્વેમાં કુલ ૧૮ દેશોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતુ અને જાણવા મળ્યું કે એશિયાના લોકો, એમરિકા અનેયુરોપના લોકોની અપેક્ષાએ ઓછી ઉંઘ લે છે, જ્યારે ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટેનમાં દરેક વ્યક્તિને દરરોજ રાતે સરેરાશ સૌથી વધારે ઉંઘ આવે છે.

Indians among world's poorest sleepers

Image Source

પૂરી ઉંઘના પીરિયડની રેકિંગ, નિમ્નાનુસાર છે: (બધા આંકડા કલાકમાં માપવામાં આવ્યા છે)

જાપાન - 6.35

ભારત - 6.55

સિંગાપુર - 6.56

તાઈવાન - 6.56

કોરિયા ગણરાજ્ય - 6.56

હોગંકોંગ - 6.61

કોલંબિયા - 6.75

મેક્સિકો - 6.76

ચિલી - 6.80

સ્પેન - 6.91

ઈટલી - 6.94

સંયુક્ત રાજ્ય એમરિકા - 6.9 9

કેનેડા - 7.05

જર્મની - 7.07

ફ્રાંસ - 7.08

ઓસ્ટ્રેલિયા - 7.15

યૂનાઈટેડ કિંગડમ - 7.16

ન્યૂઝિલેન્ડ - 7.25

આ આપણા માટે ચિંતાનો વિષય કેમ છે?
એક સારી રાતની ઉંઘ આપણા સ્વાસ્થ્યને બનાવી રાખવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો ઉંઘ સારી નહી આવે તો શરીરમાં ઘણા રોગ વિકસિત થઈ જશે. જેનાથી કામ પર અસર પડશે, તણાવ થશે અને બીજી ઘણી સમસ્યાઓ પણ સામે આવશે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિસીન (એમરીકા) ના અનુસાર, ઉંઘ આવવાથી શરીર બેલેન્સ રહે છે અને આપણે આપણા દિવસના કાર્યોને સુચારુ રૂપથી કરી શકીએ છીએ. જેનાથી આપણું જીવન દીર્ધ અને સ્વસ્થ થાય છે.

કયા પ્રકારે તમે સારી ઉંઘ લઈ શકો છો?
સૌથી પહેલા તમે એવી દિનચર્યા બનાવો કે તમે રાતે બધા કામને વહેલા પતાવી લો અને ૮ કલાકની ઉંઘ લો. તણાવ ના લો અને ના તો સૂતા સમયે કોઇ ખરાબ વિચાર મનમાં લાવો. મધુર ગીત સાંભળો કે દિવસમાં જે પણ સારું કામ કર્યું હોય તેને યાદ કરો. સાથે જ સ્માર્ટફોનથી દૂર રહો. આંખો બંધ કરો અને ઉંઘમાં સમાઈ જાઓ.

English summary
A total of 18 countries were surveyed and studied and it was found that Asians get less sleep on average than their American and European counterparts.
Story first published: Thursday, May 18, 2017, 11:08 [IST]
X
Desktop Bottom Promotion