ક્યાંક આપ ખોટી રીતે તો ગ્રીન ટી નથી પી રહ્યાં..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ગ્રીન ટીનાં શોખીન લોકો દરરોજ ચાન ચુસ્કી લે છે અને જમ્યા બાદ તો મોટાભાગે ગ્રીન ટી પીવાની આદત હોય છે, પરંતુ શું આપ જાણઓ છો કે જમ્યાનાં તરત બાદ ગ્રીન ટી પીવી આપનાં આરોગ્ય માટે કેટલી નુકસાનકારક છે. ઘણા એવા પ્રસંગો હોય છે કે જ્યારે ગ્રીન ટી આપનાં માટે હાનિકારક હોઈ શકે છે. આજે અમે આપને બતાવીશું કે ક્યારે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ અને ક્યારે ન કરવું જોઇએ.

ડાયેટ પર જમ્યા બાદ

ડાયેટ પર જમ્યા બાદ

આપ ડાયેટ પર છો અને વજન ઓછું કરવા મહેનત કરો છો. મુખ્યતઃ જમ્યા બાદ જો આપ ગ્રીન ટી પીવો છો, તો આપને જાણીને આશ્ચર્ય થશે કે જમ્યાનાં તરત બાદ તેનાં સેવનથી ભોજનમાં પ્રાપ્ત કૅલોરીને ગ્રીન ટી ખતમ કરી દે છે.

વધુ ગરમ ન પીવો

વધુ ગરમ ન પીવો

જો આપ વધુ ગરમ ગ્રીન ટી પીવો છો, તો તે આપનાં માટે નુકસાનકારક હોઈ શકે છે. કોશિશ કરો કે ગ્રીન ટી વધુ ગરમ ન હોય, કારણ કે વધુ ગરમ ગ્રીન ટી આપનાં પેટ અને ગળા માટે હાનિકારક છે.

મધ મેળવતી વખતે રાખો ધ્યાન

મધ મેળવતી વખતે રાખો ધ્યાન

ગ્રીન ટીમાં મધ મેળવવાથી તેનો સ્વાદ સારો થઈ જાય છે. તેથી ધ્યાન રહે કે જ્યારે ગ્રીન ટી હળવીક ગરમ હોય, ત્યારે જ તેમાં મધ મેળવો. વધુ ગરમ ગ્રીન ટીમાં મધ મેળવવાથી તેનાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

દવા સાથે ન પીવો

દવા સાથે ન પીવો

દવા સાથે ગ્રીન ટીનું સેવન બિલ્કુલ બંધ કરી દો, કારણ કે દવામાં મોજૂદ પેન કિલર ગ્રીન ટી સાથે મળી આપનાં પેટમાં ગૅસ બનાવે છે કે જે આપનાં આરોગ્ય માટે હાનિકારક છે.

વધુ વાર સુધી ગ્રીન ટી બૅગને પાણીમાં ન મૂકો

વધુ વાર સુધી ગ્રીન ટી બૅગને પાણીમાં ન મૂકો

સામાન્ય લોકો પાણીમાં ગ્રીન ટી બૅગને ત્યાં સુધી નાંખીને રાખે છે કે જ્યાં સુધી તેની ચા ખતમ ન થઈ જાય. જો આપ પણ આવું કરી રહ્યાં છો, તો ન કરો, કારણ કે વધુ વાર સુધી પાણીમાં ડૂબેલી રહેવાથી આપની ચાયનો સ્વાદ વધુ કડવો થઈ શકે છે.

English summary
after eating food, drinking green tea is so bad for your health.
Story first published: Thursday, September 21, 2017, 15:00 [IST]