For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવસમાં કેટલી કેરી ખાવી જોઇએ કે જેથી આપને ગુમડા-ફુંસી ન થાય

કેરી ખાવાની એવી કોઈ મર્યાદા નથી કે જેથી ગુમડા-ફુંસીઓને રોકી શકાય.

By Super Admin
|

આપ સૌનું મનગમું ફળ કેરી છે. આ એક એવું ફળ છે કે જે ચૉકલેટ કે આઇસક્રીમનું સ્થાન લઈ શકે છે, પરંતુ દુર્ભાગ્યે આ સિઝનેબલ ફળ છે.

તેનાથી પણ ખરાબ બાબત એ છે કે જ્યારે પણ આપ કેરી ખાવો છો, ત્યારે આપને ગુમડા-ફુંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તો આપ ઉનાળાની સીઝનનાં આ ફળનો આનંદ કઈ રીતે ઉઠાવશો કે આપે આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે ? શું આપે ક્યારેય વિચાર્યું છે કે દિવસ ભરમાં કેટલી કેરી ખાવી જોઇએ કે ચહેરો ફુંસીઓથી ખરાબ ન થાય. આવો જાણીએ આ બાબત ક્યાં સુધી સત્ય છે...

કેટલી કેરી ખાશો કે આપને ગુમડા-ફુંસીઓ ન થાય ?

કેટલી કેરી ખાશો કે આપને ગુમડા-ફુંસીઓ ન થાય ?

"એવી કોઈ મર્યાદા નથી કે જે મુજબ કેરી ખાવાથી આપને ગુમડા-ફુંસી નથી થતા. હકીકતમાં કેરી ખાવાથી ગુમડા થતા જ નથી, પણ ઉનાળામાં બૅક્ટીરિયાનાં પ્રસારનાં કારણે આ સમસ્યાઓ થાય છે."

પ્રામાણિકતાપૂર્વક કહીએ, તો કેરી ખાવાની એવી કોઈ મર્યાદા નથી કે જેથી ગુમડા-ફુંસીઓને રોકી શકાય.

ચહેરા પર થતી ફુંસીઓનું કારણ કેરી નથી

ચહેરા પર થતી ફુંસીઓનું કારણ કેરી નથી

આપનાં ચહેરા, ગળા અને શરીર પર થતી ફુંસીઓનું કારણ કેરી નથી. કેરી ખાતા જો આપને ગુમડા-ફુંસી થાય છે, તો આ માત્ર એક સંયોગ છે, કારણ કે કેરી ઉનાળામાં આવે છે અને આ મોસમમાં ગરમીથી થતા ગુમડા અને રૅશેસની સમસ્યા ખૂબ જ સામાન્ય બાબત છે.

બૅક્ટીરિયલ ઇન્ફેક્શનથી થાય છે ગુમડાં

બૅક્ટીરિયલ ઇન્ફેક્શનથી થાય છે ગુમડાં

હકીકતમાં ગુમડાં ત્વચાની સપાટીની નીચે વાળનાં મૂળ કે તેલ ગ્રંથિઓમાં થતા બૅક્ટીરિયલ ઇન્ફેક્શનનાં કારણે થાય છે. ડૉક્ટર્સ અને શોધકર્તાઓનાં જણાવ્યા મુજબ ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિઓ ગુમડા-ફુંસી ઉપયુક્ત હોય છે. આ જ કારણ છે કે ઉનાળામાં આ એક સામાન્ય સમસ્યા બની રહે છે. ફુરુન્ક્લેસનાં નામે ઓળખાતા આ ઇન્ફેક્શનમાં પ્રથમ તે સ્થાન લાલ થાય છે અને થોડાક દિવસ બાદ સફેદ થવા લાગે છે, કારણ કે ત્વચાની નીચે પરૂ એકત્ર થવા લાગે છે.

કેરીને ગુમડાં-ફુંસીઓ સાથે કેમ જોડવામાં આવે છે ?

કેરીને ગુમડાં-ફુંસીઓ સાથે કેમ જોડવામાં આવે છે ?

"કારણ કે કેરીનું સેવન ઉનાળામાં કરાયછે, જ્યારે ત્વચાનાં ચેપ અને ગુમડાં-ફુંસીઓની સમસ્યા બહુ વધારે પ્રમાણમાં થતી હોય છે." આમ સિઝનેબલ ફળ છે અને તે બજારમાં ઉનાળાની ઋતુમાં જ આવે છે કે જ્યારે તાપમાન બહુ વધારે હોય છે. વધુ તાપમાનનાં કારણે ભેજનું સ્તર, ત્વચાના ચેપ, ગુમડાં અને હીટ રૅશેસ જેવી સમસ્યાઓ બહુ વધારે થાય છે. તેથી જ લોકો એમ માનવા લાગે છે કે ગુમડાં-ફુંસીઓ માટે કેરી જવાબદાર છે.

કેરી ખાવાથી ખીલની સમસ્યા

કેરી ખાવાથી ખીલની સમસ્યા

આ ઉપરાંત વધુ પ્રમાણમાં કેરી ખાવાથી ખીલની સમસ્યા પણ થઈ શકે છે. એવું એટલા માટે થાય છે, કારણ કે કેરીમાં ગ્લ્ય્સમિક સૂચકાંક બહુ વધુ પ્રમાણમાં હોય છે અને જે ખાદ્ય પદાર્થોમાં ગ્લ્ય્સમિક સૂચકાંક વધુ પ્રમાણમાં હોય છે, તેમનાં સેવનથી ખીલની સમસ્યા થાય છે. એવું એટલા માટે, કારણ કે શુગર અને ગ્લ્ય્સમિક યુક્ત ખાદ્ય પદાર્થોમાંથી ઇંસ્યુલીનનું ઉત્પાદન વધી જાય છએ.

કેરીમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે

કેરીમાં શુગરનું પ્રમાણ વધુ હોય છે

જોકે આપણાં પોષણ નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ કેરીમાં ઘણા પ્રકારનાં પોષક તત્વો જેમ કે વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી12, ફોલેટ અને પોટેશિયમ વિગેરે હોય છે. માટે સારૂં રહેશે કે કેરીનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો; જેવી રીતે આપ પ્રોસેસ્ડ ફૂડનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરો છો, કારણ કે તેનાથી પણ શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે.

અમારી સલાહ

અમારી સલાહ

કેરી આરોગ્ય માટે ખૂબ સારી હોય છે અને ગુમડા-ફુંસીઓની ચિંતા કર્યા વગર તેનું સેવન કરી શકાય છે, પરંતુ આમ છતાં અમે આપને સલાહ આપીએ છીએ કે સાવધાન રહો અને તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરો.

English summary
how exactly can you enjoy Mangoes without the unpleasantness of skin rashes? There is no safe limit on mango consumption to avoid boils.
Story first published: Saturday, June 3, 2017, 11:18 [IST]
X
Desktop Bottom Promotion