For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મીઠાથી કરો તોબા, નહિંતર થઈ શકે છે હાર્ટ ફેલ

By Lekhaka
|

જો આપને ચિપ્સ, પેટ્ઝેલ અને નમકીન નટ્સ જેવી વસ્તુઓ ખાવાનો શોખ છે, તો સાવધાન થઈ જાઓ. તાજેતરનાં એક અભ્યાસ મુજબ વધુ મીઠાનું સેવન હાર્ટ ફેલ્યોરના બમણા જોખમ સાથે જોડાયેલું છે.

નેશનલ ઇંસ્ટીટ્યૂટ ફૉર હેલ્થ એંડ વેલફૅરનાં શોધકર્તા પેકા જૂસિલહટીનાં જણાવ્યા મુજબ વધુ મીઠા (સોડિયમ ક્લોરાઇડ)નું સેવન હાઈ બ્લડ પ્રેશરનાં કારણોમાંનું એક છે અને કોરોનરી હાર્ટ ડિસીઝ (સીએચડી) તથા સ્ટ્રોક માટે સ્વતંત્ર જોખમકારક છે.

High salt intake may double chances of heart failure

સીએચડી અને સ્ટ્રોક ઉપરાંત યૂરોપમાં અને વૈશ્વિક કક્ષાએ હાર્ટ ફેલ્યોર મુખ્ય હૃદય રોગોમાંનું એક છે, પરંતુ તેના વિકાસમાં મીઠાનું વધુ પ્રમાણમાં સેવનની ભૂમિકા અજ્ઞાત છે.

ઈએસસી કૉંગ્રેસમાં પ્રસિદ્ધ આ અભ્યાસમાં 4,000 કરતા વધુ લોકો પર 12 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો કે જેમાં મીઠાનું સેવન તથા હાર્ટ ફેલ્યોરનાં વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.

નેશનલ હેલ્થ રેકૉર્ડ્સ માટે કૉમ્પ્યૂટરાઇઝ્ડ રજિસ્ટર લિંકેજનાં માધ્યમથી 12 વર્ષો સુધી આ અભ્યાસ કરવામાં આવ્યો. હાર્ટ ફેલ્યોરનાં કેસોની હૉસ્પિટલ ડિસચાર્જ રજિસ્ટર એંડ ડ્રગ્સ રેમ્બ્રસમેંટચ રેકૉર્ડથી ઓળખ કરવામાં આવી.

ક્વિંટિલ્સમાં મીઠાનું સેવન ( 13.7 ગ્રા. / દિવસ) તથા હાર્ટ ફેલ્યોરનાં એક નવા કેસનો અનુમાન હતો.

ફૉલો-અપ દરમિયાન 121 પુરુષો અને મહિલાઓમાં હાર્ટ ફેલ્યોરનાં નવા કેસો સામે આવ્યા. ઉંમર, સેક્સ અને અભ્યાસનાં વર્ષમાં જોખમ પ્રમાણ એક વર્ષની સરખામણીમાં 1, 3, 4 અને 5 ઓછુ હતું, જ્યારે એક વર્ષમાં આ 0.83, 1.40, 1.70 અને 2.10 હતું.

સિસ્ટલ બ્લડ પ્રેશર, સીરમ ટોટલ કૉલેસ્ટ્રૉલ લેવલ તથા બૉડી માસ ઇંડેક્સનાં જોખમનું પ્રમાણ ક્રમશઃ 1.13, 1.35, 1.56 અને 1.75 હતું.

જૂસિલહટીએ જણાવ્યું કે હૃદય મીઠું પસંદ નથી કરતું કે જેથી મીઠાનું સેવન હાર્ટ ફેલ્યોરનો ખતરો વધારે છે. જે લોકો 13.7 ગ્રામથી વધુ મીઠું ખાય છે, તેમને 6.8 ગ્રામથી ઓછું મીઠું ખાનારાઓની સરખામણીમાં હાર્ટ ફેલ્યોરનો જોખમ બમણો હોય છે.

આપને જણાવી દઇએ કે વિશ્વ આરોગ્ય સંગઠન દરરોજ માત્ર 5 ગ્રામ મીઠું ખાવાની ભલામણ કરે છે.

Read more about: heart attack women health
English summary
High salt (sodium chloride) intake is one of the major causes of high blood pressure and an independent risk factor for coronary heart disease (CHD) and stroke.
Story first published: Monday, September 25, 2017, 12:30 [IST]
X
Desktop Bottom Promotion