For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવા કપડાંને પહેરતાં પહેલા તેને કેમ ધોવા જોઇએ ?

By KARNAL HETALBAHEN
|

હું પોતે અને મારા બાળકના નવા કપડાં પણ ધોઈને પહેરું છે. જોકે મેં જોયું છે કે ઘણાં બધા લોકોને ધોયા વગરના કપડાં પહેરવામાં કોઈ ખરાબી લાગતી નથી. પરંતુ નવા કપડાં પહેરતાં પહેલા ધોવા જોઈએ કેમ કે દુકાનદાર પાસે આવતાં પહેલા તે કપડાં કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, તેના પછી તે કેટલીક જગ્યાઓ પર જાય છે, અને તેની પેકિંગમાં પણ ઘણાં લોકોના હાથ લાગેલા હોય છે.

આખરે સ્વચ્છતાની દષ્ટિએ તેને પહેરતા પહેલા ધોવા સારી આદત છે. જોકે ઘણાં બધા લોકો આ વાતને માનતા નથી, આખરે અહીં કેટલાક વિશિષ્ટ કારણ આપવામાં આવ્યા છે કે નવા કપડાં પહેરતા પહેલા ધોવા કેમ જરૂરી છે.

Why You Should Always Wash New Clothes Before Wearing Them

૧. દુકાનમાં ઘણાં બધા લોકો તેને પહેરીને જુએ છે:
તમને જાણ પણ નહીં હોય કે દુકાનમાં કેટલાં લોકોએ આ કપડાંને પહેરીને જોયા હશે. ઘણાં બધા લોકો, પરસેવાથી તરબરતર, ગંદા લોકો (ક્યારેક ક્યારેક) ક્યારેક ક્યારેક એવા લોકોએ પણ તેને પહેરીને જોયા હશે જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા જેવી કે ઝુ વગરેની સમસ્યા હોય.

૨. રંગોમાં મિક્સ કરેલા કેમિકલ્સના કારણે ખંજવાળ થઈ શકે છે:
કપડાંમાં કેટલાં રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો તમને અંદાજો પણ નહીં હોય. પ્રાકૃતિક ફાઈબર્સમાં રંગ હોતા નથી, તેને સારો રંગ આપવા માટે તેને રંગવા પડે છે. કપડાંને રંગ કરવા માટે જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તે અજો ટેક્સટાઈલ રંગ હોય છે. કપડાં જેટલા રંગબેરંગી હશે તેમાં તેટલી જ વધારે ડાઈનો ઉપયોગ કર્યો હશે. અજો ડાઈ ત્વચામાં ખંજવાળ ઉભી કરવા માટે જાણીતી છે જેના કારણે ચામડી સંબંધી રોગ અને સ્કિન એલર્જી થાય છે. જ્યારે તમે કપડાં ધોવો છો તો વધારાનો રંગ નીકળી જાય છે.

૩. કપડાંને કરચલીઓથી દૂર રાખવા માટે તેને ખૂબ જ વધારે સ્ટાર્ચ કરવામાં આવે છે:
દુકાનમાં ઘણાં લોકો કપડાંને પહેરીને જુએ છે, જેના કારણે તેમાં કરચલી પડવાનું જોખમ રહે છે. તેને રોકવા માટે મોટાભાગનાં કપડાને વધારે માત્રામાં સ્ટાર્ચ કરીને રાખવામાં આવે છે. જી હાં, આપણે ઘરે પણ કપડાંને સ્ટાર્ચ કરીએ છીએ પરંતુ સ્ટાર્ચની માત્રા એટલી હોતી નથી જેટલી નિર્માતા ઉપયોગમાં લે છે.

English summary
It is simply a hygiene practice to wash it before wearing. However, a lot of people aren’t convinced about it, so here are specific reasons why you should wash new clothes before wearing.
Story first published: Wednesday, March 8, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion