Just In
Don't Miss
દરરોજ સવારે Lemon Tea પીવાથી થાય છે આ 8 ફાયદાઓ
સામાન્ય રીતે આપણે લોકો લિંબુનો સલાડ તરીકે ઉપયોગ કરીએ છીએ. લિંબુ પાણી પીવાથી પણ આપણને બહુ ઊર્જા મળે છે અને આપણો થાક દૂર થાય છે.
આ જ રીતે જો આપ લિંબુની ચા એટલે કે લેમન ટીનો ઉપયોગ કરો છો, તો તે આપનાં આરોગ્ય માટે બહુ જ સારૂ છે.
લેમન ટીને સ્વાદિષ્ટ અને શાનદાર બનાવવા માટે તેમાં યોગ્ય પ્રમાણમાં લિંબુ મેળવો. બાકીનાં સૉફ્ટચ ડ્રિંકની સરખામણીમાં લેમન ટી બહુ ફાયદાકારક હોય છે. અહીં અમે આપને લેમન ટીથી થતા ફાયદાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

લેમન ટી સારૂં ડિટૉક્સીફાયર છે
લિંબુ શરીરમાં હાજર તમામ ઝેરી પદાર્થો બહાર કાઢે છે કે જેનાથી આપ ભવિષ્યમાં થનાર અનેક પ્રકારની બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચી જાઓ છો. આ ઉપરાંત આ ચા પીવાથી આપ તરોતાજા અનુભવવા લાગો છો.

શરદી અને ફ્લ્યૂથી બચાવવામાં સહાયક
લેમન ટીનો ઉપયોગ કરવાથી આપને શરદી જેવી સમસ્યા નહીં થાય. આ આપનાં શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને સાથે જ આપને શિયાળાની સીઝનમાં ગરમ પણ રાખે છે.

માનસિક ફાયદો
જો આપ દરરોજ લેમન ટીનું સેવન કરો છો, તો આ આપના માનસિક આરોગ્ય માટે બહુ શ્રેષ્ઠ છે. તેનાથી આપનો મૂડ કાયમ ખુશનુમા જેવો રહે છે.

હૃદય સંબંધી ફાયદાઓ
લેમન ટીમાં ફ્લેવોનોઇડ્સ નામનું કેમિકલ હોય છે કે જે ધમનીઓમાં બ્લડનાં થક્કા બનવાથી રોકે છે કે જેથી આપને હાર્ટ ઍટૅકનો ખતરો ઓછો રહે છે. તેથી જો આપ પોતાને હૃદય સાથે જોડાયેલી બીમારીઓથી બચાવવા માંગો છો, તો લેમન ટીનું સેવન શરૂ કરી દો.

નૅચરલ એંટી-સેપ્ટિક
લિંબુ એક નૅચરલ એંટી-સેપ્ટિક છે. તેમાં એંટી-બૅક્ટીરિયલ અને એંટી-વાયરલ ગુણો હોય છે. જો આપ નિયમિત રીતે લેમન ટીનું સેવન કરી રહ્યા છો, તો તે આપને ઘણા પ્રકારનાં ઇન્ફેક્શનથી બચાવે છે.

પાચન ક્રિયા સારી રાખે છે
લિંબુ આપનાં શરીરનાં ટૉક્સિન બહાર કાઢી આપનાં પેટનાં પાચન તંત્રને એકદમ સ્વસ્થ રાખે છે. લિંબુમાં સિટ્રિક એસિડ હોય છે કે જે પાચનને યોગ્ય રાખવાની સાથે-સાથે પથરની સમસ્યા પણ દૂર કરે છે.

ઇંસ્યુલિન એક્ટિવિટી વધારે છે
શરીરનું ગ્લૂકોઝ લેવલ બરાબર રાખવા માટે ઇંસ્યુલિનની જરૂર હોય છે. તાજેતરમાં થયેલી એક રિસર્ચ મુજબ લેમન ટી આપની ઇંસ્યુલિન એક્ટિવિટી યોગ્ય રાખે છે કે જેથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે.

એંટી-કૅંસર ગુણો
લેમન ટીમાં બહુ બધા એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે. આ સાથે જ તેમાં પોલીફિનોલ તથા વિટામિન સીનું પણ વધુ પ્રમાણ હોય છે કે જેથી તે શરીરમાં કૅંસર સેલ્સને બનતા રોકે છે. તેથી આ ચાનું નિયમિત સેવન જરૂર કરો.