મેલેરિયા સામે લડવામાં આપની મદદ કરશે આ જડી-બૂટીઓ

Posted By: Staff
Subscribe to Boldsky

અહીં કેટલીક એવી જડી-બૂટીઓ વિશે અમે જણાવી રહ્યાં છીએ કે જે મેલેરિયા સામે લડવામાં આપની મદદ કરે છે.

મેલેરિયા એક ચેપી રોગ છે તથા તે કોઈને પણ થઈ શકે છે. ઉલ્ટી, ઉબકા, ઠંડી લાગવી, માંશપેસીઓમાં દુઃખાવો, થાક, માથાનો દુઃખાવો અને બુખાર આ બીમારીનાં કેટલાક લક્ષણો છે. જો કોઈ વ્યક્તિમાં આ લક્ષણો નજરે પડે, તો 24 કલાકની અંદર તેણે તબીબની સલાહ લેવી જોઇએ. વિલંબ ન કરો, કારણ કે આ બીમારી કોઈ ડૉક્ટરી ઇલાજ વગર સાજી નથી થઈ શકતી.

જોકે કેટલાક ઘરગથ્થુ ઉપાયો પણ સહાયક સાબિત થઈ શકે છે, પરંતુ સૌપ્રથમ ડૉક્ટરની સલાહ જરૂર લો. નીચે મેલેરિયામાં સામે લડવામાં આપની મદદ કરતી કેટલીક જડી-બૂટીઓ આપવામાં આવી છે.

ચિરાયતા

ચિરાયતા

આ જડી-બૂટીનું વૈજ્ઞાનિક નામ છે સર્તિયા-ઑરોગ્રાફિક્સ પૅનિકુલટા. આ મેલેરિયા સામે લડવા તથા તાવને ઓછો કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં 15 ગ્રામ ચિરાયતા, એક નાનું તજ અને થોડીક લવિંગ નાંખીને ઉકાળો. પછી આ પાણીને થોડું-થોડું કરીને સવાર-સાંજ પીવો.

કટરકંજ

કટરકંજ

આ નુસ્ખાને અજમાવવા માટે થોડાક કટકરંજના બીજ લો. એક કપ પાણીમાં 5-6 ગ્રામ કટકરંજનાં બીજ નાંખો. પછી આ પાણીને તાવ ચઢવાનાં 2 કલાક પહેલા અને ઉતરવાનાં 2 કલાક બાદ પીવો.

ધતુરો

ધતુરો

ધતુરાનાં પાનને મેલેરિયાનાં ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાનને વાટી ગોડ સાથે મેળવી તેની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. ગોળીને તાવ ચઢતા પહેલા લેવામાં આવે છે.

આર્ટેમિશિયા એન્નુઆ

આર્ટેમિશિયા એન્નુઆ

આ જડી-બૂટીનું બીજુ નામ સ્વીટ વ્રમવુડ છે. આ જડી-બૂટીને થોડીક વાર માટે પાણીમાં રાખો અને પછી ગાળીને પાણીને પી લો.

તુલસી

તુલસી

તુલસીનાં પાનને રગડીને તેમાં એક ચપટી કાળી મરીનું પાવડર મેળવીને ખાઓ. આ રીત તાવ ઓછો કરશે.

આંબલી

આંબલી

એક ગ્લાસ પાણીમાં 2 ચમી આંબલીને ઉકાળો. ઉકાળેલા પાણીને ગાળીને પીવો. આ ઉપાય મેલેરિયાનાં કારણે થતા માથાનાં દુઃખાવામાંથી છુટકારો અપાવશે.

English summary
Chirayata and Datura are among the herbs that cure malaria. Here are some more herbs which can reduce the symptoms of malaria.
Story first published: Tuesday, May 2, 2017, 13:00 [IST]