ઔષધિઓ કે જે આપનાં મગજને બનાવે તેજ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ઘણા પ્રકારનાં મસાલાઓ આવે છે કે જે મસ્તિષ્કને સારી રીતે કામ કરવામાં મદદ કરતા હોય છે જેમ કે હળદર. હળદર એક એવો મસાલો છે કે દરેક શાકમાં નંખાય છે. તેમાં રહેલું કર્ક્યુમીન સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે.

ઔષધિનાં ઉપયોગથી સ્મરણ શક્તિ વધારવી, આ વાત કંઇક વિચિત્ર લાગે છે, પરંતુ આ સાચું છે કે આ પ્રયોગ ઘણા બધા દેશોમાં થાય છે. પછી તે ઇજિપ્ત, અમેરિકી ભારતીય, યૂનાની કે આપણું હિન્દુસ્તાન હોય, તમામ જગ્યાએ સ્મરણ શક્તિ વધારવા માટે ઔષધિઓનો પ્રયોગ થતો આવ્યો છે.

herbs to enhance memory

ઘણા પ્રકારનાં મસાલાઓ આવે છે કે જે મસ્તિષ્કને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે જેમ કે હળદર. હળદર એક એવો મસાલો છે કે દરેક શાકમાં નંખાય છે. તેમાં રહેલું કર્ક્યુમીન સ્મરણ શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે જ અલ્ઝાઇમર જેવી બીમારીમાંથી બચાવે છે.

તેના પછી આવે છે આદુ. તેમાં જિંજરૉન હોય છે કે જે મગજનાં ન્યૂરૉન્સનું રક્ષણ કરવામાં મદદ કરે છે કે જેનાથી સ્મરણ શક્તિ વધે છે. પછી છે તજ. તેને સૂંઘવાથી મગજ સારીરીતે કામ કરવા લાગે છે અને મૂડ પણ સારો રહે છે.

herbs to enhance memory

જિન્કબો બિલોબા એક એવી ઔષધિ છે કે જેનાથી મસ્તિષ્કનું બ્લ્ડ સર્ક્યુલેશન સારૂં રહે છે. તે પછી આવે છે ગોટૂ કોલા કે જે વૃદ્ધાવસ્થા દરમિયાન સ્મરણ શક્તિ વધારે છે. સાયબેરિયન જિન્સેંગથી તંત્રિકા તંત્ર મજબૂત થાય છે કે જેનાથી તાણ સામે લડવામાં મદદ મળે છે.

કાયમ એક વાત યાદ રાખો કે આ તમામ ઔષધિઓ લેતા પહેલા તેમના વિશે સમ્પૂર્ણ માહિતી લઈ લો, કારણ કે ક્યારેક-ક્યારેક આ ઓષધિઓનાં ઉપયોગની આડઅસર પણ જોવા મળી છે.

આપણે આ ઔષધિઓનો તેટલો જ પ્રયોગ કરવો જોઇએ કે જેથી આપણને કોઈ નુકસાન ન થાય અને આપણી સ્મરણ શક્તિ પણ સારી થઈ જાય. આ ઔષધિઓનો ઉપયોગ ઘણી રીતે થાય છે જેમ કે સુગંધ-ચિકિત્સા કે અરોમથેરાપી.

herbs to enhance memory

આ ખૂબ પ્રસિદ્ધ રીત છે મગજને શાંત રાખવામાં. તેમાં કેટલીક ઔષધિઓને પાણીમાં ઉકાળી ગરમ કરવામાં આવે છે અને ઉપયોગ કરવામાં આવે છે.

આ જ રીત કેટલી મીણબત્તી તથા પૉટપૌરી બર્નર સાથે કરવામાં આવે છે કે જેમાં આ ઔષધિઓને બાળીને શ્વાસ લેવાનું કહેવામાં આવે છે. તેનાથી મસ્તિષ્ક શાંત રહે છે.

અરોમાથેરાપી સસ્તી છે અને લોકોની પહોંચમાં છે.તેનાથી મગજ શાંત રહે છે કે જેથી સ્મરણ શક્તિ વધે છે તેનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. તુલસી તથા મહેંદી બે મહત્વની એવી જ ઔષધિય તેલ છે કે જે અરોમાથેરાપીમાં સ્મૃતિ સુધારવામાં ઉપયોગ થાય છે.

English summary
If you want to enhance your memory then you should read this article to learn about the herbs that helps.
Story first published: Wednesday, December 14, 2016, 11:00 [IST]