એક્સપર્ટ દ્વારા જાણો, ઘરેલું મહિલાઓ કેવી રીતે રાખે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જેમ કે આપણે જાણીએ છીએ કે હાઉસવાઈફનો મોટાભાગનો સમય બાળકની દેખભાળ અને પતિનું ધ્યાન રાખવામાં ઘરના કામમાં જ નીકળી જાય છે. એટલા માટે તે પોતાના માટે સમય નીકાળી શકતી નથી.

આ આર્ટિકલમાં ન્યૂટ્રિશિયન નીલાક્ષી તનિમા જણાવી રહી છે કે હોમમેકર કેવી રીતે ઘરે રહીને પોતાને મેન્ટેન કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે ઘરમાં રહીને ઘરેલું મહિલાઓ થોડો સમય નીકાળીને સેલ્ફ મોટિવેટ થઈને નાની નાની ટિપ્સ દ્વારા હેલ્દી રહી શકે છે.

સમય પર ભોજન કરો

સમય પર ભોજન કરો

એક ઘરેલું મહિલા ઘરમાં સૌથી વહેલા ઉઠે છે અને સૌથી મોડા ઉંઘે છે. આપણે બધા આપણા ઘરમાં પોતાની માંને આ જ દિનચર્યાની સાથે જોઈ છે. ઘર અને જવાબદારીઓની વચ્ચે મહિલાઓ ઘણી વખત પોતાના ભોજનને નજરઅંદાજ કરી દે છે. ફિટ રહેવા માટે સૌથી વધારે જરૂરી છે કે સમયસર ભોજન કરવું. મહિલાઓએ દિવસની શરૂઆત બે ગ્લાસ હુંફાળા પાણી સાથે કરવી જોઇએ અને સમયસર હેલ્દી બ્રેકફાસ્ટ કરવો જોઇએ. બ્રેકફાસ્ટ શરીરની પ્રાથમિક જરૂરિયાત છે.

વધુ પાણી પીવો

વધુ પાણી પીવો

શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. જેટલુ ભોજન જરૂરી છે શરીર માટે તે જ રીતે પાણીની જરૂરિયાત શરીરને વધારે હોય છે. કેમકે જ્યાં સુધી શરીરમાં યોગ્ય માત્રામાં પાણી નહી હોય તો પાચન ક્રિયા યોગ્ય રીતે કાર્ય નથી કરતા. મહિલાઓ ડિહાઈડ્રેશનનો શિકાર ના બને એટલ તેમને નિશ્ચિત માત્રામાં પણી પીવું જોઈએ.

વાસી ખાવાનું ના ખાશો

વાસી ખાવાનું ના ખાશો

ઘણી વખત એવું થાય છે કે ઘરમાં બધાના જમી લીધા પછી જ મહિલાઓ જમે છે. એવામાં જો કંઈ બધી જાય તો મહિલાઓ ઘરમાં વધેલું વાસી ખાવાનું ખાઈ લે છે જે કે આગળ ચાલીને તેમની સેહત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ જરૂરી છે. એટલા માટે વાસી ખાવાથી બચો. તેના ઉપરાંત કામના ચક્કરમાં સમયસર ખાવાનું ના ખાવાના કારણે ઘણી વખત મહિલાઓ વધારે ખાઇ લે છે. જે કે તેમના સ્વાસ્થ્ય માટે બિલ્કુલ પણ યોગ્ય નથી.

પૂરતી ઉંઘ લો

પૂરતી ઉંઘ લો

સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે મહિલાઓ પૂરતી ઉંઘ લે. કેમકે ઉંઘ ક્યાંક ને ક્યાંક મહિલાઓના વજન અને તેમના સ્ટેમિના સાથે જોડાયેલી હોય છે. મહિલાઓની અંદર હોર્મોનની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે. શરીરમાં હોર્મોન પ્રણાલીને પ્રોપર રીતે કાર્ય કરે તે માટે મહિલાઓએ પૂરતી ઉંઘ લેવી જોઈએ.

હેલ્દી સ્નેક બનાવો

હેલ્દી સ્નેક બનાવો

ઘણી વખત એવું થાય છે કે મહિલાઓ મોડા સુધી ભૂખી રહેવાના કારણે એક વખતમાં ઓવર ઈટિંગ કરી લે છે જે કે સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઇ શકે છે. એટલા માટે હેલ્દી સ્નેક બનાવીને મૂકો જેથી આ હેલ્દી સ્નેક મુસીબતના સમયે તમારા કામમાં આવી જશે.

સ્ટ્રેટ ના લો

સ્ટ્રેટ ના લો

ઘરમાં કામકાજમાં વ્યસ્ત રહેવા અને બાળક અને ઘરની જવાબદારીમાં ઘણી વખત મહિલાઓ સ્ટ્રેસનો શિકાર થઈ જાય છે. તેનાથી બચવા માટે મહિલાઓએ ડિસ્ટ્રેસ રહેવા માટે યોગા, ડાન્સ અને એરોબિક્સનો સહારો લેવો જોઈએ. તેનાથી તે ખુશ પણ રહે છે અને ફિટ પણ રહે.

English summary
important Health tips for Housewives, that not only housewives but every lady should follow without fail to be fit and health.
Story first published: Wednesday, April 19, 2017, 12:00 [IST]