For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિવિધ રોગોમાં લાભકારક ટિનોસ્પોરાનાં પાંદડાં

By Super Admin
|

ગિલોય એટલે કે ટીનોસ્પોરા કાર્ડીફોલિયાની એક બહુવર્ષીય વેલ હોય છે. તેનાં પાંદડાને પાનનાં પત્તાની જેમ જ હોય છે. આયુર્વેદમાં તેને અનેક નામોથી ઓળખવામાં આવે છે; જેમ કે અમૃતા, ગડુચી, છિન્નરુહા, ચક્રાંગી વિગેરે. ગિલોય એટલી ગુણકારી છે કે તેનું નામ અમૃતા રાખવામાં આવ્યું છે. આયુર્વેદ જગતમાં તે તાવની મહાન ઔષધિ તરીકે ગણાય છે. ગિલોયની વેલ જંગલો, ખેતોની બાડમાં, પહાડી ચટ્ટાનો વિગેરે સ્થાનો પર સામાન્યત: કુંડલાકાર ચઢતી જોવા મળે છે.

આ પાંદડાં લિમડા અને કેરીનાં પાંડદાઓની આસપાસ જોવા મળે છે. જે વૃક્ષને તે પોતાનો આધાર બનાવે છે, તેના ગુણો તેમાં સમાહિત રહે છે. આ દૃષ્ટિએ લિમડા પર ચઢેલી ગિલોય શ્રેષ્ઠ ઔષધિ મનાય છે. આપ ગિલોયને પોતાનાં ઘરનાં ગમલામાં લગાવી રસ્સીથી તેની વેલને બાંધી શકો છો. તે પછી તેના રસનો પ્રયોગ કરી શકો છો. ગિલોય એક દવા તરીકે જાણીતી છે કે જેનો રસ પીવાથી શરીરનાં અનેક કષ્ટો અને બીમારીઓ દૂર થઈ જાય છે. હવે તો બજારમાં ગિલોયની ગોળીઓ, સીરપ, પાવડર વિગેરે પણ મળવા શરૂ થઈચુક્યા છે.

ગિલોય શરીરનાં દોષો (કફ, વાત અને પિત્ત)ને સંતુલિત કરે છે તેમજ શરીરનું કાયાકલ્પ કરવાની ક્ષમતા ધરાવે છે. ગિલોયનો ઉલ્ટી, બેહોશી, કફ, કમળો, ધાતુ વિકાર, સિફલિસ, એલર્જી સહિત અન્ય ત્વચા વિકારો, ચર્મ રોગો, કરચલીઓ, નબળાઈ, ગળાનો ચેપ, ખાંસી, છીંક, વિષ જ્વર નાશક, ડાયફૉઇડ, મેલેરિયા, ડેંગ્યુ, પેટ કૃમિ, પેટનાં રોગો, છાતીમાં જકડણ, સાંધાનો દુઃખાવો, રક્ત વિકાર, લો બ્લડ પ્રેશર, હૃદય દૌર્બલ્ય, (ટીબી), લીવર, કિડની, મૂત્ર રોગ, ડાયાબિટીઝ, રક્તશોધક, રોગ પ્રતિરોધક, ગૅસ, વૃદ્ધાવસ્થા રોકનાર, ખાંસી મટાડનાર, ભૂખ વધારનાર પ્રાકૃતિક ઔષધિ તરીકે ખૂબ પ્રયોગ કરવામાં આવે છે.

હૃદય રોગ માટે લાભકારક

હૃદય રોગ માટે લાભકારક

ગિલોય એક રસાયણ છે. તે રક્તશોધક, ઓજવર્ધક, હૃદય રોગ નાશક, સોધ નાશક અને લીવર ટૉનિક પણ છે. તે કમળા અને જીર્ણ જ્વરનો નાશ કરે છે. અગ્નિને તીવ્ર કરે છે. વાતરક્ત તેમજ આમવાતનો તે મહાવિનાશક છે.

લોહી વધારે

લોહી વધારે

દરરોજ સવાર-સાંજ ગિલોયનો રસ ઘીમાં મેળવી પીવાથી કે શહદ કે મિશ્રી સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.

ગૅસ દૂર કરે

ગૅસ દૂર કરે

ગૅસ, સાંધાનો દુઃખાવો, શરીર તુંટવું, અકાળે વૃદ્ધાવસ્થા, વાત અસંતુલિત હોવાનાં લક્ષણો છે. ગિલોયનું એક ચમચી ચૂર્ણ ઘી સાથે લેવાથી તમામ સંતુલનો જળવાઈ રહે છે.

આર્થરાઇટિસ

આર્થરાઇટિસ

ગિલોયનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કફ અને સોંઠ સાથે આમવાતથી સંબંધિત બીમારીઓ (આર્થરાઇટિસ) સારી થાય છે.

વાંઝિયાપણામાંથી મુક્તિ

વાંઝિયાપણામાંથી મુક્તિ

ગિલોય અને અશ્વગંધાને દૂધમાં પકવી ખવડાવવાથી વાંઝિયાપણામાંથી મુક્તિ મળે છે.

રક્ત કૅંસર

રક્ત કૅંસર

ગિલોયનો રસ અને ઘઉંનાં જવારાનો રસ લઈ થોડુક પાણી મેળવી તેની એક કપની માત્રા નરણા કોઠે સેવન કરવાથી રક્ત કૅંસરમાં ફાયદો થશે.

કૅંસરમાં લાભ

કૅંસરમાં લાભ

ગિલોય અને ઘઉંનાં જવારાનો રસ તુલસી તેમજ લિમડનાં 5-7 પાંદડા પીસીને સેવન કરવાથી કૅંસરમાં પણ લાભ થાય છે.

ટીબી રોગ

ટીબી રોગ

ટીબી રોગમાં ગિલોય સત્વ, એલચી તેમજ વંશલોચનને મધ સાથે લેવાથી લાભ થાય છે.

અસ્થમા ભગાવે

અસ્થમા ભગાવે

ગિલોય અને પુનર્નવાનો કાઢો બનાવી સેવન કરવાથી થોડાક જ દિવસોમાં અસ્થમા રોગમાં ફાયદો દેખાશે.

પિત્તની બીમારી

પિત્તની બીમારી

એક ચમચી ગિલોયનું ચૂર્ણ ગોડ સાથે ખાવાથી પિત્તની બમારીઓમાં સુધારો આવે છે અને કબજિયાત દૂર થાય છે.

કમળો દૂર કરે

કમળો દૂર કરે

ગિલોયની વેલ ગળામાં લપેટવાથી પણ કમળામાં ફાયદો થાય છે. ગિલોયનાં કાઢામાં મધ મેળવી દિવસમાં 3-4 ચાર વખત પીવાથી કમળો મટી જાય છે. ગિલોયનાં પાંદડાઓને પીસી એક ગ્લાસ મઠામાં મેળવી સવાર-સવારમાં પીવાથી કમળો સારો થઈ જાય છે.

કાન દર્દ દૂર કરે

કાન દર્દ દૂર કરે

ગિલોયને પાણીમાં ઘસી અને હળવું ગરમ કરી બંને કાનોમાં બે વાર નાંખવાથી કાનનું મેલ નિકળી જાય છે અને ગિલોયનાં પાંદડાનાં રસને હળવું ગરમ કરી તે રસને કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો મટી જાય છે.

પેટનો દુઃખાવો

પેટનો દુઃખાવો

ગિલોયનો રસ મધ સાથે મેળવી સવારે અને સાંજે સેવન કરવાથી પેટનો દુઃખાવો સાજો થઈ જાય છે.

મસા દૂર કરે

મસા દૂર કરે

મઠા સાથે ગિલોયનું 1 ચમચી ચૂર્ણ સવાર-સાંજ લેવાથી મસામાં રાહત મળે છે.

ખીલ દૂર કરે

ખીલ દૂર કરે

ખીલ, ફોડા-ફુંસીઓ અને કરચલીઓ પર ગિલોયનાં ફળોને પીસીને લગાવો. તેનાથી ખીલ, ફોડા-ફુંસીઓ અને કરચલીઓ દૂર થઈ જાય છે.

English summary
Tinospora cordifolia is a shrub that is native to India. Its root, stems, and leaves are used in Ayurvedic medicine. This herb has been used in Ayurvedic rasayanas since centuries which is very helpful in building up the immune system and the body's confrontation against definite infecting organisms.
Story first published: Monday, October 24, 2016, 11:30 [IST]
X