Just In
Don't Miss
તમે પણ ડિપ્રેશનથી મુક્ત થઈ શકો છો જો વધારે માત્રામાં ખાશો ફળ અને શાકભાજી
એક નવા અભ્યાસ અનુસાર જો તમે એક મહિલા છો અને તમારો તણાવ ઓછો કરવા ઈચ્છો છો તો તમારા આહારમાં ૫-૭ વખત ફળ અને શાકભાજી ખાઓ. આ આદતથી માનસિક તણાવ ઓછો થવાની સંભાવના ૨૩ પ્રતિશત સુધી ઓછી થઇ જાયછે. પરિણામોથી જાણવા મળ્યું છે કે તે મહિલાઓ જે દિવસમાં ૩-૪ વખત શાકભાજી ખાય છે તેમનામાં તણાવ થવાની સંભાવના ૧૮ પ્રતિશત સુધી ઓછી થઇ જાય છે અને તે મહિલાઓ જે દિવસમાં બે વખત ફળ ખાય છે તેમનામાં માનસિક તણાવની સંભાવના ૧૬ પ્રતિશત સુધી ઓછી થઇ જાય છે.
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીના ર્ડોક્ટરની વિદ્યાર્થીની અને પ્રમુખ લેખક બિન્હ ન્ગુયેનના અનુસાર, '' અમે જાણ્યું કે ફળ અને શાકભાજી પુરુષોની તુલનામાં મહિલાઓ માટે વધુ ફાયદાકારક હોય છે અને મહિલાઓને ફળ અને શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
જોકે ફક્ત ફળોના સેવનથી જ તણાવ ઓછો કરવામાં કોઈ મદદ નથી મળતી અને ફળ અને શાકભાજીના ખૂબ વધારે માત્રામાં (દરરોજ ૭ વખતથી વધારે) સેવન કરવાથી પણ તણાવ ઓછો કરવામાં કોઈ મદદ નથી મળતી.
યુનિવર્સિટી ઓફ સિડનીના મેલોડી ડિંગના અનુસાર ''અભ્યાસથી જાણવા મળ્યું છે કે દરરોજ સંતુલિત માત્રામાં શાકભાજીનું સેવન કરવાથી પણ તણાવ ઓછો થાય છે. સંતુલિત માત્રામાં ફક્ત ફળોનું સેવન કરવાથી માનસિક તણાવ ઓછો થતો નથી.''
બ્રિટિશ મેડિકલ જર્નલ ઓપનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર એવા પુરુષો અને મહિલાઓ જે દરરોજ ૩-૪ વખત શાકભાજીનું સેવન કરે છે તેમનામાં તણાવનું જોખમ ૧૨ પ્રતિશત સુધી ઓછું થઈ જાય છે અને જે લોકો દરરોજ ૫-૭ વખત ફળ અને શાકભાજીનું સેવન કરે છે તેમનામાં માનસિક તણાવની સંભાવના ૧૪ પ્રતિશત સુધી ઓછી થઇ જાય છે.
આ અધ્યયન માટે ટીમે ૪૫ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના ૬૦,૦૦૦ થી વધારે લોકોને ભેગા કર્યા અને પ્રતિભાગિઓના ફળ અને શાકભાજીના સેવનની માત્રા, જીવનશૈલીના કારણો અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓને માપવામાં આવી.