For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, મધ કેટલા દિવસો બાદ થઈ શકે છે ખરાબ ?

By Lekhaka
|

શું આપનાં ઘરેમાં રહેલું મધ 6 માસ જૂનુ થઈ ગયુ છે અને આપ તેને ફેંકવાનું વિચારી રહ્યા છો ? પણ શું સાચે જ મધ જૂનું કે ખરાબ થાય છે. આવો આ જ વાત પર ચર્ચા કરીએ.

જો ઇજિપ્તથી લઈ જૂની સભ્યતાઓનાં ઇતિહાસની વાત કરીશું, તો આપને જણાશ કે હજારો વર્ષ જૂની સભ્યતાઓનાં અવશેષોમાં મધ પણ ઘણી વાર મળ્યુ છે અને તે પણ સારી અવસ્થામાં.

For how long can you store honey

જો આપ ઇચ્છો, તો શુદ્ધ મધ સદીઓ સુધી ચાલી શકે છે. તેને ઠંડા સ્તાને રાખવું યોગ્ય ગણવામાં આવે છે.

મધ અવિશ્વસનીય અને અકલ્પનીય રીતે સ્થિર છે, કારણ કે તેની ખાંડમાં બહુ ઓછુ ભેજ હોય છે અને તે પ્રકૃતિમાં બહુ અમ્લીય છે. તેથી સૂક્ષ્મજીવો અને બૅક્ટીરિયા કે જે મધને ખરાબ કરે છે, લાંબા સમય સુધી તેની અમ્લીય પ્રકૃતિનાં કારણે ટકી નથી શકતાં.

જોકે, જો આપ તેને એક ભેજયુક્ત વાતાવરણમાં રાખશો, તો આ એક ખરાબ ગંધ આપશે કે જે ઇશારો કરી દેશે કે મધ ખરાબ થઈ ગયું છે.

જો આપનાં મધમાં ક્રિસ્ટમ જામી ગયુ છે, તો તેને ગરમ પાણીનાં વાસણમાં મૂકી દો. તેનાથી તેના ક્રિસ્ટલ ભળી જશે.

અસલી અને નકલી મધ ઓળખવાની રીત

થોડુક મધ લો અને તેને પોતાનાં અંગૂઠા તેમજ આંગળી વચ્ચે લગાવો. થોડીક વાર આપ પામશો કે થોડુક મધ આપની સ્કિનમાં સમાઈ ચુક્યું છે. સાથે જ થોડુક આપની આંગળીઓથી ચોંટી ગયુ છે અને ચિપચિપાઈ રહ્યું છે.

જી બાજુ નકલી મધમાં સામાન્યતઃ ખાંડ ભળેલી હોય છે કે જેને સ્પર્શતા જ તે ચોંટી જાય છે.

English summary
Honey can last forever if you store it in a cool place in a container. Honey is incredibly stable because its sugar contains very little moisture and it is extremely acidic in nature.
Story first published: Wednesday, October 4, 2017, 10:50 [IST]
X
Desktop Bottom Promotion