For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું પરસેવો વધુ પડતો આવે છે ? તો ખાવો આ ખાદ્ય પદાર્થો

By Lekhaka
|

અમે આપને કેટલાક ખાદ્ય પદાર્થો વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જે પ્રાકૃતિક ઔષધિની જેમ પરસેવાની પરેશાનીને દૂર કરવામાં અસરકારક છે.

વધુ પરસેવો આવવાથી માત્ર શરમજનક નથી લાગતો, પણ તેનાથી આત્મ-વિશ્વાસમાં પણ ઉણપ આવે છે. કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે કે જેનાથી વધુ પરસેવો રોકી શકાય છે. આવો વાંચીએ..

વધુ પરસેવો આવવાને હાઇપરહિડરોસિસ પણ કહેવામાં આવે છે કે જે એક સામાન્ય સમસ્યા છે. વધુ પડતો પરસેવો આવવો આપને ક્ષોભમાં નાંખી શકે છે, પરંતુ સ્વચ્છતા પ્રત્યે ધ્યાન રાખી અને સંતુલિત આહાર લઈ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

કારકે પરસેવાનો સંબંધ આપનાં પાચન અને નર્વસ સિસ્ટમ સાથે છે. તેથી આપનું ખાણીપીણુ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી અમે આપને કેટલાક ખાદ્ય પદાર્થો વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે પ્રાકૃતિક ઔષધિની જેમ પરસેવાની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે.

foods reduce excessive sweating

1. કૅલ્શિયમની અધિકતા ધરાવતા ફૂડ
કૅલ્શિયમથી માત્ર આપનું શરીર જ મજબૂત નથી થતું, પણ તે પરસેવાને પણ નિયંત્રિત કરે છે. કૅલ્શિયમની વધુ પડતી માત્રા ધરાવતા ખાદ્ય પદાર્થો શરીરને જરૂરી એસિડ્સ પ્રદાન કરે છે કે જેથી શરીરનું તાપમાન નિયંત્રિત થાય છે અને પરસેવો ઓછો થાય છે. તેથી બદામ, કૉબિજ, લીલી શાકભાજી, બૅક કરેલા ટામટા વિગેરેનું સેવન કરો.

2. શાકભાજીઓ
સંતુલિત આહાર પરસેવાને નિયંત્રિત કરવામાં કારગત છે. શાકભાજીઓમાં પાણી અને કૅલ્શિયમ હોવાનાં કારણે તે પરસેવા જેવી ક્ષોભજનક પરિસ્થિતિ પેદા થવા નથી દેતી. શાકભાજીઓનાં સેવનથી માત્ર પરસેવો જ નિયંત્રિત નથી થતો, પણ તે આપને સ્લિમ પણ રાખે છે, પાચન વધારે છે અને શરીરમાં હૂંફ (ઉષ્મા) રહે છે.

3. ઑલિવ ઑયલ
અન્ય તેલો કરતા વધુ ગુણકારી હોય છે. તે પરસેવાને ઓછો કરે છે. તે પાચન તંત્રને સાજુ કરે છે કે જેથી શરીર યોગ્ય રીતે કામ કરે છે. તેમાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે પરસેવો પેદા કરનાર બૅક્ટીરિયાને નિયંત્રિત રાખે છે. તેથી ઑલિવ ઑયલનો પોતાનાં દરરોજનાં ભોજનમાં સમાવેશકરો. સાથે જ શાકભાજીઓને પણ ઑલિવ ઑયલથી પકાવો.

4. વિટામિન બી
આપનાં શરીરમાં વિટામિન બી તેમજ પ્રોટીનનું સંતુલન યોગ્ય હોય, તો શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે. વિટામિન બી શરીર માટે બળતણની જેમ કામ કરે છે કે જેથી જરૂરી મેટાબોલિક ક્રિયાઓ તેમજ શરીરનું નર્વસ તંત્ર સારી રીતે કામ કરે છે. જો વધુ વર્કઆઉટ વગર જ આપને પરસેવો વધુ આવતો હોય, તો પોતાનાં ભોજનમાં વિટામિન બીની વસ્તુઓનો સમાવેશ કરો. આપ દરરોજ તેની એક ટેબલેટ પણ લઈ શકો છો. વિટામિન બીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે શાકભાજીઓ, પ્રોટીન અને અનાજ લો.

5. કેળા
કેળામાં પોટેશિયમનું આધિક્ય હોય છે. તે આપનાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને પોટેશિયમની ઉણપ પૂર્ણ કરે છે. કેળા આપનાં પાચનને બરાબર રાખે છે, આપને ખુશ રાખે છે અને વધુ પડતો પરસેવો દૂર રાખે છે.

6. ગ્રીન ટી
ગ્રીન ટી વજન ઓછું કરવામાં મદદગાર છે અને સાથે જ તે શરીરનાં નર્વસ સિસ્ટમને શાંત રાખે છે કે જેથી પરસેવો ઓછો નિકળે છે. પરસેવાની પરેશાનીને દૂર રાખવા વર્કઆઉટ પહેલા ગ્રીન ટી પીવો.

7. દહીં
દહીંમાં કૅલ્શિયમનું આધિક્ય હોય છે અને તે પરસેવો ઓછો કરે છે. તે આપનાં શરીરનાં તાપમાનને નિયંત્રિત કરે છે કે જેથી પરસેવો ઓછો આવે છે. જો આપ દહીં નથી લેતા, તો એવા ખાદ્ય પદાર્થો લઈ શકો છો કે જેમાં પોટેશિયમ અને કૅલ્શિયમનું પ્રમાણ વધુ હોય.

આ શાનદાર ખાદ્ય પદાર્થો આપને પરસેવાની પરેશાનીમાંથી છુટકારો અપાવી શકે છે. તેથી તેમનું વધુ સેવન કરો અને પરસેવો દૂર રાખો.

English summary
Here is the list of foods to reduce excessive sweating in summers. Smelly sweat is another embarrassing problem. Foods to reduce excessive sweating.
X
Desktop Bottom Promotion