For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ખાશો થાઈરોઈડમાં?

By Karnal Hetalbahen
|

થાઈરોઈડના દર્દીએ તેનાથી બચવા મટે વિટામીન, પ્રોટીનયુક્ત અને ફાઈબરયુક્ત આહારનું વધારે માત્રામાં સેવન કરવંી જોઈએ. જે લોકોને થાઈરોઈડ છે તેમણે વધારે આયોડિનવાળા ખાદ્ય પદાર્થ ખાવા જોઈએ.

માછલી અને સમુદ્રી માછલી થાઈરોઈડના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કોઈ કોઇનો થાઈરોઈડ હાઇપર હોય છે અને કોઈકનો હાઈપો તો એવામાં જરૂરી છે કે તમે તમારા ર્ડોક્ટરનો સંપર્કન કરીને જરૂરી ટેસ્ટ કરાવો. આજે અમે તમને થોડા ખોરાક વિશે જાણકારી આપી રહ્યા છીએ જે કે થાઈરોઈડના દર્દી માટે ફાયદાકાર હોઈ શકે છે.

આયોડીન-

આયોડીન-

થાઈરોઈડના દર્દીને આયોડીનયુક્ત ભોજન કરવું જોઈએ. આયોડીન થાઈરોઈડ ગ્રંથિના દુષ્પ્રભાવને ઓછો કરે છે.

આખુ અનાજ -

આખુ અનાજ -

લોટની તુલનામાં આખા અનાજમાં વધારે માત્રામાં વિટામીન, મીનરલ, પ્રોટીન અને ફાઈબર હોય છે. અનાજ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જૂના ભૂરા રંગના ચોખા, જર્ઈ, જવ, બ્રેડ, પાસ્તા અને પોપર્કોન ખાવા જોઈએ.

માછલી -

માછલી -

નોનવેજ પસંદ કરનાર લોકોએ માછલી જરુર ખાવી જોઈએ કેમ કે તેમાં વધારે માત્રામાં આયોડીન મળી આવે છે. એમ તો બધી જ માછલીઓમાં આયોડીન મળી આવે છે, પરંતુ સમુદ્રી માછલીઓમાં વધારે માત્રામાં આયોડીન હોય છે. એટલા માટે સમુદ્રી માછલી જેવી કે, સેલફિશ અને ઝિંગા ખાવા જોઈએ જેમાં વધારે માત્રામાં ઓમેગા-૩ ફેટી એસિડ મળી આવે છે. ટ્યૂના, સામન, મેકેરલ, સાર્ડિન, હલિબેટ, હેરિંગ અને ફ્લાઉંડર, ઓમેગા-૩ ફેટી એસિડના શિર્ષ આહાર સ્ત્રોત છે.

દૂધ અને દહી -

દૂધ અને દહી -

દૂધ અને દહીમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન, મીનરલ્સ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો મળી આવે છે. દહી ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. પ્રોબાયોટિક્સ થાઈરોઈડના દર્દીઓમાં ગેસ્ટ્રો ઈટેસ્ટાઈનલને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

ફળ અને શાકભાજી -

ફળ અને શાકભાજી -

ફળ અને શાકભાજીમાં એંટીઓક્સીડેંટ્સનો પ્રાથમિક સ્ત્રોત હોય છે જે કે શરીરના રોગો સામે લડવામાં સહયતા પ્રદાન કરે છે. શાકભાજીમાં મળી આવનાર ફાઈબર પાચનક્રિયાને મજબૂત કરે છે જેનાથી ખાવાનું સારી રીતે પચી જાય છે. લીલી અને પત્તાવાળી શાકભાજી થાઈરોઈડ ગ્રંથીની ક્રિયાઓ માટે સારી છે. હાઈપરથાઈરાઈઝિડ્મ હાડકાંને પાતળા અને કમજોર બનાવે છે એટલા માટે લીલી અને પત્તાવાળી શાકભાજીનું સેવન કરવું જોઈએ જેમાં વિટામીન-ડી અને કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. લાલ અને લીલા મરચાં, ટામેટા અને બ્લૂબેરી ખાવાથી શરીરની અંદર વધારે માત્રામાં એંટીઓક્સીડેંટ જાય છે. એટલે કે થાઈરોઈડના દર્દીએ ફળ અને લીલાં શાકભાજીનું સેવન કરવું જોઈએ.

સોયા-

સોયા-

સોટા મિલ્ક, ટોફુ કે સોયાબીનમાં એવા રસાયણ મળી આવે છે જે હોર્મોનને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. પરંતુ તેની સાથે સાથે તમારે આયોડીનની માત્રાને પણ નિયંત્રિત રીતે ખાવી પડશે.

English summary
Food can be your friend or your enemy when you’re dealing with thyroid trouble, depending on which foods you’re focusing on.
Story first published: Tuesday, February 7, 2017, 9:12 [IST]
X
Desktop Bottom Promotion