For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ચેસ્ટ પેઇન શું હોય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય ?

By Lekhaka
|

ચેસ્ટ પેઇન માત્ર હાર્ટ ઍટૅક કે એનજાઇના નથી. આ ગૅસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ ડિસીઝ, સ્ટ્રેસ કે પૅનિક ઍટૅક જેવા અન્ય કારણોથી પણ થઈ શકે છે. કાર્ડિયાક (હૃદય સંબંધી) ચેસ્ટ પેઇનનો દુઃખાવો સામાન્ય રીતે શરીરનાં અન્ય અંગોમાં ફેલાય છે અને તીવ્રતામાં પરિવર્તન નથી કરતો.

નૉન-કાર્ડિયાક ચેસ્ટ પેઇન બીજી બાજુ નથી ફેલાતુ અને જ્યારે આપ બેસો છો કે ઊભા થાઓ છો, ત્યારે તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. વ્યાયામ તેમજ શ્રેષ્ઠ ખાન-પાન બંને પ્રકારનાં ચેસ્ટ પેઇન માટે યોગ્ય છે. છાતીમાં દુઃખાવો આપની ગદરન તથા ઊપરી પેટની વચ્ચે થાય છે. જોકે આ સામાન્ય રીતે હૃદય સાથે જોડાયેલો મુદ્દો હોય છે, પરંતુ સામાન્ય રીતે આ બીજી અનેક સમસ્યાઓમાંનું એક કારણ હોય છે.

ચેસ્ટ પેઇનનાં કારણો

ચેસ્ટ પેઇનનાં કારણો

ચેસ્ટ પેઇન હાર્ટ ઍટૅક કે એનજાઇના કે ગૅસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ રોગ, એક ચિંતા અને ચેસ્ટ વૉલ જેવી અન્ય હૃદય સંબંધી બીમારીઓનું પરિણામ હોઈ શકે છે. જો આપની છાતીમાં ગંભીર દુઃખાવો થઈ રહ્યો છે, તો આ હૃદયથી સંબંધિત (કાર્ડિયાક) હોઈ શકે છે. કાર્ડિયાક છાતીમાં દુઃખાવો અથવા તો હૃદય રોગનાં હુમલાનો સંકેત આપે છે કે જ્યાં હૃદયના એક ભાગનો રક્તનો પુરવઠો અવરુદ્ધ થઈ જાય છે - અથવા એનજાઇના હોઈ શકે છે કે જ્યાં હૃદયની માંસપેશીઓનો રક્ત પુરવઠો બાધિત થઈ જાય છે.

છાતીમાં દબાણનાં પરિણામો

છાતીમાં દબાણનાં પરિણામો

ઓછામાં ઓછા 15 મિનિટથી વધુ સમય સુધી દુઃખાવો થવો
આપનાં શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે જેમ કે આપની બાંયો અને પીઠ
અન્ય લક્ષણો શ્વાસમાં ઘટાડો, ઉબકા અને વ્યર્થ પરસેવો આવવો

ગૅસ્ટ્રોઓફેગાગલ રિફ્લક્સ ડિસીઝ

ગૅસ્ટ્રોઓફેગાગલ રિફ્લક્સ ડિસીઝ

ગૅસ્ટ્રોઓફેગાગલ રિફ્લક્સ ડિસીઝ (જીઈઆરડી) - એક એવી પરિસ્થિતિ કે જેમાં પેટમાં એસિડ વધુ થઈ જાય છે. તેના પરિણામે આપનાં મોઢામાં એક અપ્રિય સ્વાદ અને આપની છાતીમાં બળતરા થાય છે.

કાર્ડિયાક અને નૉન-કાર્ડિયાક ચેસ્ટ પેઇન વચ્ચે અંતર

કાર્ડિયાક અને નૉન-કાર્ડિયાક ચેસ્ટ પેઇન વચ્ચે અંતર

કાર્ડિયાક ચેસ્ટ પેઇન આપનાં શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે અને તેની તીવ્રતા નૉન-કાર્ડિયાક ચેસ્ટ પેઇનની બાબતમાં પણ વિપરીત છે. હૃદય તેમજ અન્ન પ્રણાલી બંને એક-બીજાની નજીક છાતીમાં સ્થિર હોય છે અને એક સમાન તંત્રિકા આપૂર્તિ હોય છે. તેથી, જો આપને બંને ક્ષેત્રોમાં દુઃખાવો છે, તો બીજી બાજુ તંત્રિકા ફાયબર મસ્તિષ્કને ઉત્તેજના આપે છે કે જેથી બંને વચ્ચે અંતર કરવો મુશ્કેલ થઈ જાય છે.

કાર્ડિયાક ચેસ્ટ પેઇન

કાર્ડિયાક ચેસ્ટ પેઇન

કાર્ડિયાક ચેસ્ટ પેઇન તે જ પ્રકારનું છે કે જે આપનાં શરીરનાં અન્ય ભાગો જેમ કે આપની બાંયો (વિશેષ રીતે આપના ડાબા હાથના ઊપરી ભાગે), ખભા, ગરદન અને પીઠમાં ફેલાય છે. નૉન-કાર્ડિયાક ચેસ્ટ પેઇન સામાન્ય રીતે જીઈઆરડી સાથે જોડાયેલું હોય છે. આ એનોફેગલ આંતરણાઓનાં કારણે આપનાં ગળા તેમજ ઊપરી છાતીમાં ફેલાઈ શકે છે.

કાર્ડિયાક ચેસ્ટ પેઇનનાં લક્ષણો

કાર્ડિયાક ચેસ્ટ પેઇનનાં લક્ષણો

જો આપને નૉન-કાર્ડિયાક ચેસ્ટ પેઇન થઈ રહ્યું છે, તો આપને ઊંડા શ્વાસ લેવા કે ખાંસી ખાવા દરમિયાન આ ગંભીર બની શકે છે. જો શરીરની સ્થિતિમાં બદલાવનાં કારણે આપની છાતીની તીવ્રતમાં પરિવર્તન થાય છે, તો આ સૌથી વધુ હૃદયથી સંબંધિત નથી. જ્યારે આપ પોતાનાં શરીરને સીધુ કરો છો, તો જીઈઆરડીનાં કારણે છાતીમાં દુઃખાવો ઓછો થાય છે. જ્યારે આપ બેસો છો કે ઊભા થાઓ છે કે ઝુકો છો, તો સ્થિતિ માઠી બની શકે છે. બીજી બાજુ કાર્ડિયાક ચેસ્ટ પેઇન શરીની સ્થિતિ કોઈ પણ બદલાવ છતા બની હોય છે.

ચેસ્ટ પેઇનનો ઇલાજ

ચેસ્ટ પેઇનનો ઇલાજ

દુઃખાવો કોઈ પણ હોય, તેનાથી ફરક નથી પડતો. જો આપ કોઈ પણ લક્ષણોનો અનુભવ કરો, તો આપે તબીબની સલાહ લેવી જોઇએ. આપ પોતાની જાતને ફિટ રાખીને આનાથી બચી શકો છો. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટચ વ્યાયામ કરવાથી આપ પોતાનું વજન નિયંત્રિત કરી શકો છો અને તાણ ઓછું કરી શકો છો કે જેતી હૃદય રોગનો હુમલો થવાની શક્યતા ઘટી શકે છે. જો આપની છાતીમાં દુઃખાવો ગર્ડનાં કારણે છે, તો આપ તળેલા અને મસાલેદાર ખાદ્ય પદાર્થોનું સેવન ઓછુ કરી શકો છો.

English summary
Chest pain is not just heart attack or angina. It may also be due to other causes such as gastroesophageal reflux disease, stress or panic attack.
Story first published: Tuesday, October 3, 2017, 10:48 [IST]
X
Desktop Bottom Promotion