For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરણા કોઠે દરરોજ ખાવો આ ફળો, શરીર રહેશા હંમેશા સ્વસ્થ

By Lekhaka
|

ઘણા લોકોને તડબૂચ ખાતા ઓડકાર આવેછે અને કેટલાક લોકો બ્લોટિંગ અનુભવે છે. આ ઉપરાંત કેટલાક લોકો કેળુ ખાધા બાદ ટૉયલેટ તરફ ભાગે છે. વાસ્તવમાં આપે આ પ્રકારની સમસ્યાઓ ત્યારે નહીં થાય કે જ્યારે આપ ખાલી પેટે ફળ ખાશો.

જો આંખોની નીચે ડાર્ક સર્કલ, ટકલાપણુ, ગભરામણ જેવી સમસ્યાઓથી બચવા માંગો છો, તો નરણા કોઠે ફળ ખાવાનું શરૂ કરી દો. ડૉક્ટર હર્બર્ટ શેલ્ટન મુજબ નારંગી અને લિંબુ જેવા કેટલાક ફળો એસિડિક હોય છે કે જે શરીરમાં ક્ષારીય થઈ જાય છે.

કીવી

કીવી

આ પોટેશિયમ, મૅગ્નેશિયમ, વિટામિન ઈ તથા ફાયબરનું એક સારૂ સ્રોત છે. તેની વિટામિન સી સામગ્રી એક નારંગી કરતા બમણી છે.

સફરજન

સફરજન

દરરોજ એક સફરજન ખાવો, ડૉક્ટરથી દૂર રહો. જોકે સફરજનમાં ઓછી વિટામિન સી સામગ્રી હોય છે, પરંતુ તેમાં એંટી-ઑક્સીડંટ્સ અને ફ્લેવોનોઇડ હોય છે કે જે વિટામિન સીની પ્રવૃત્તિઓ વધારી દે છે કે જેથી કોલન કૅંસર, હૃદય રોગનો હુમલો તથા સ્ટ્રૉકનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે.

સ્ટ્રૉબેરી

સ્ટ્રૉબેરી

મુખ્ય ફળો વચ્ચે સ્ટ્રૉબેરીમાં ભરપૂર પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે. આ આપના બૉડીનું કૅંસર, બ્લડ વેસલ ક્લોગિંગ તથા ફ્રી રૅડિકલથી રક્ષણ કરે છે.

નારંગી

નારંગી

દિવસમાં 2-4 નારંગી ખાવાથી શરદી દૂર રાખવા, કૉલેસ્ટ્રૉલ ઓછું કરવા, કિડનીની પથરી રોકવા અને વિઘટિત કરવા તેમજ કોલન કૅંસરનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે.

તડબૂચ

તડબૂચ

તેમાં 92 ટકા પાણી હોય છે. તેમાં ગ્લૂટાથિયોન પણ મોટા પ્રમાણમાં હોય છે કે જેથી પ્રતિરક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન મળે છે. તે કૅંસર સામે લડનાર ઑક્સીડંટ લાઇકોપીનનું એક મુખ્ય સ્રોત છે. તડબૂચમાં રહેલા અન્ય પોષક તત્વો વિટામિન સી અને પોટેશિયમ છે.

જામફળ અને પપૈયું

જામફળ અને પપૈયું

આ બંને ફળોમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જામફળ ફાયબરનું પણ શ્રેષ્ઠ સ્રોત છે કે જેથી કબજિયાત રોકવામાં મદદ મળે છે. પપૈયું કૅરોટીનમાં સમૃદ્ધ છે. આ તત્વ આંખો માટે સારૂ છે.

English summary
If you want to avoid problems such as dark circles, baldness and panic under the eyes then begin to eat empty stomach
Story first published: Wednesday, October 4, 2017, 18:03 [IST]
X
Desktop Bottom Promotion