Just In
Don't Miss
જો ખૂબ ચિંતા અને ગભરાહટ લાગે છે તો ખાવ આ આહાર
અહીં અમે તમને કેટલાક બેસ્ટ ફૂડ વિશે જણાવી રહ્યાં છીએ જે તમારા તણાવને ઓછો કરી દેશે. જો હાલમાં તમને કોઇ વાત સતાવી રહી છે અને તમને સતત ચિંતા થઇ રહી છે તો તમે આ ફૂડનું સેવન કરો.
દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક તણાવ થાય છે જો કે સ્વાભાવિક ક્રિયા છે પરંતુ તેના લીધે સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન થાય છે. એવામાં તમારે તમારા ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
ડોક્ટરની સલાહ લો આવા સમએ વ્યક્તિને સારું ખાવું જોઇએ જેથી તેનું શરેર બૂસ્ટ થઇ શકે. આ બેસ્ટ ફૂડ પર એક નજર નાખો:

1. અળસી
અળસીમાં ઓમેગા-3 હોય છે જે બ્રેનમાં સેરોટિનની માત્રા વધારે છે.

2. દહીં:
દહીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે તમારા આવા હાર્મોનને બૂસ્ટ કરી દે છે જેનાથી તમારું મન ખુશ થવા લાગે છે.

3. સોલ્મન:
આ એક પ્રકારની ફિશ હોય છે જેમાં ઓમેગા-3 મોટી માત્રામાં મળી આવે છે. તેમાં બ્રેનને બૂસ્ટ કરનાર તત્વ હોય છે. સાથે જ વ્યક્તિમાં તણાવ અને અવસાદ પણ ઓછો થઇ જાય છે. તેમાં વિટામીન ઇ પણ મળી આવે છે.

4. સ્ટ્રોબેરી:
આ દેખાવમાં એટલી આકર્ષક હોય છે કે તમારું મન ખુશ થઇ જાય છે. આ ઉપરંત તેમાં એન્ટીઓક્સીડેંટ પણ મળી આવે છે જે તણાવને દૂર કરે છે.

5. શક્કરિયા:
શક્કરીયામાં પ્રોટીન અને એન્ટીઓક્સીડેંટ હોય છે જે નર્વને શાંત કરી દે છે. સાથે જ બ્રેન સેલ્સને પોષિત કરે છે.

6. પાલક
પાલકમાં આયરન અને મેગ્નેશિયમની માત્રા ખૂબ હોય છે. તેમાં મિનરલ્સ પણ હોય છે જે હાર્મોનને સ્ત્રાવિત કરે છે. જેથી તમારું મન સારું થઇ જાય છે.

7. ઈંડા:
ઈંડામાં પ્રોટીન અને ટ્રાયોફોટૉન હોય છે જે તણાવને દૂર કરી દે છે.