For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તડબૂચ ખાધા બાદ પાણી પીવું જોઇએ કે નહીં ?

By Super Admin
|

ઘણા બધા લોકો સલાહ આપે છે કે તડબૂચ ખાવ્યા પછી તરત જ પાણી નહીં પીવું જોઇએ. તો પછી આજે અમે આ જ વાત પર ચર્ચા કરીશું અને બતાવીશું તડબૂચ ખાધા પછી પાણી પીવું જોઇએ કે નહીં ?

ઉનાળામાં તડબૂચ જાણે ફૂલબહારની જેમ ખીલી ઉઠે છે. લાલ રંગનાં મીઠા-મીઠા તડબૂચોથી ફળોની દુકાનો ભરી જાય છે. તડબૂચ સ્વાદની દૃષ્ટિએ સ્વાદિષ્ટ પણ હોય છે અને ઢગલાબંધ પાણી પણ હોય છે કે જે આપનાં શરીરને સમ્પૂર્ણપણેહાઇડ્રેટ કરી રાખવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તડબૂચમાં પોટેશિયમ તથા લાઇકોપીન નામનાં ન્યુટ્રિયન્ટ્સ પણ હોય છે. પેટ સારૂ રહે, તેના માટે તેમાં ફાયબર પણ વિપુલ પ્રમાણમાં હોય છે.

આપ તડબૂચને પોતાનાં દરરોજનાં ડાયેટમાં સામેલ કરી શકો છો. આપ તેને સલાડ, જ્યુસ કે એમ જ ખાઈ શકો છો. તડબૂચ સાથે જોડાયેલી કેલીક માન્યતાઓ છે કે જેને લોકો આંખ બંધ કરીને માની લે છે.

ઘણા લોકો સલાહ આપે છે કે તડબૂચ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઇએ. તો પછી આજે અમે આ જ વાત પર ચર્ચા કરીશું અને બતાવીશું કે તડબૂચ ખાધા બાદ પાણી પીવું જોઇએ કે નહીં ?

ઘણા બધા લોકો માને છે કે તડબૂચમાં 96 ટકા પાણી હોય છે અને તેથી તેને ખાધા બાદ તરત પાણી નહીં પીવું જોઇએ, નહિંતર આપની પાચન ક્રિયા પર અસર પડશે અને ખાવાનું બરાબર હજમ નહીં થાય.

એક્સપર્ટનું માનીએ તો

એક્સપર્ટનું માનીએ તો

બીજી બાજુ એક્સપર્ટ કહે છે કે તડબૂચમાં પાણી અને શુગરનું પ્રમાણ હોય છે કે જે ફ્રુક્ટોઝ તરીકે હોય છે. તડબૂચ ખાધા બાદ પાણી પીવાથી આપને પેટનું ચેપ થઈ શકે છે.

શું કહે છે આયુર્વેદ ?

શું કહે છે આયુર્વેદ ?

આયુર્વેદ મુજબ કેટલાક ફૂડ કૉમ્બિનેશનથી પેટનું નૉર્મલકામ થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છે. એવામાં પેટની ગરમી અને દશા બગડી જાય છે.

પાણી પીવાથી પેટમાં વધે છે કીડા

પાણી પીવાથી પેટમાં વધે છે કીડા

તડબૂચમાં માત્ર પાણી, ખાંડ અને ફાયબર હોય છે. સૂક્ષ્મજીવ કે બૅક્ટીરિયાને ઉછરવા માટે પાણી અને ખાંડની જરૂર પડે છે. તેથી જો આપ તડબૂચ ખાધા બાદ પાણી પીવો છો, તો સૂક્ષ્મજીવો પેટમાં ફેલાવાનાં ચાંસિસ બહુ વધી જાય છે.

ન પીવો પાણી

ન પીવો પાણી

તડબૂચ આખું પાણીથી જ બનેલું છે. તેથી તેને ખાધા બાદ પાણી પીવાની કોઈ જરૂર ન પડવી જોઇએ. આયુર્વેદ જણાવે છે કે આપણે તડબૂચ ખાધા બાદ નથી પાણી પીવું જોઇએ કે નથી કંઈ ખાવું જોઇએ.

તડબૂચ સાથે ન ખાવો બીજી વસ્તુઓ

તડબૂચ સાથે ન ખાવો બીજી વસ્તુઓ

જો તડબૂચને કોઇક બીજી વસ્તુ સાથે ખાવામાં આવે, તો આપનાં પેટની પાચન ક્રિયા મંદ પડી જશે અને પેટમાં એસિડિટી થઈ જશે.

English summary
A lot of people suggest that you shouldn't drink water after having watermelons. We set out to explore if this suggestion holds any truth and here's what we found.
Story first published: Wednesday, May 3, 2017, 9:09 [IST]
X
Desktop Bottom Promotion