For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સવારે નરણા કોઠે ચા પીવાનાં આ છે 9 નુકસાન

By Lekhaka
|

ચા ભારતીય સમાજનું એક અભિન્ન અંગ બની ચુકી છે કે જેને આપણે ચાહીને પણ અવગણી નથી શકતાં. જે દિવસે ચા ન પીધી હોય, તો એવું લાગે છે કે જાણે દિવસની શરુઆત જ નથી થઈ.

ભારતમાં લગભગ 90 ટકા લોકો સવારે નાશ્તા પહેલા ચા જરૂર પીવે છે. શું આપને લાગે છે કે આ એક સારી ટેવ છે ? રિસર્ચ મુજબ સવારે નરણે કોઠે ચા પીવી ખૂબ જ નુકસાનકારક બની શકે છે, ખાસ તો ઉનાળામાં.

ચામાં કૅફીન અને ટૅનિન હોય છે કે જે શરીરમાં ઊર્જા ભરી દે છે. કાળી ચામાં જો દૂધ મેળવીને પીવામાં આવે, તો તેનાથી એંટી-ઑક્સીડંટ નાબૂદ થઈ જાય છે અને પછી તે આટલી અસરકારક નથી રહેતી.

શું આપનું ચા પીધા વગર કામ નથી ચાલતું ? જો એવું હોય, તો ચા વિશે કેટલી જરૂરી માહિતી છે કે જે અમે આપની સાથે આજે શૅર કરી રહ્યાં છીએ. જો આપ નરણા કોઠે કે પછી વધુ ચા પીવો છો, તો આપને તેનાં નુકસાન વિશે જરૂર જાણ હોવી જોઇએ.

શું ચા પીધા બાદ ઉલ્ટી જેવું થાય છે ?

શું ચા પીધા બાદ ઉલ્ટી જેવું થાય છે ?

ચામાં બહુ બધુ એસિડ હોય છે કે જે નરણા કોઠે સવારે પીવાથી પેટનાં રસ પર સીધી અસર પાડે છે. તેથી ઘણા લોકોને સવારે ચા પીવી નથી ગમતી.

શું બ્લૅક ટી નુકસાનકારક છે ?

શું બ્લૅક ટી નુકસાનકારક છે ?

જો ચામાં દૂધ ન મેળવવામાં આવે, તો તે બહુ ફાયદો પહોંચાડે છે; જેમ કે જાડાપણું ઘટાડવું, પરંતુ જો વધુ બ્લૅક ટી પીવામાં આવે, તો તે સીધી પેટ પર અસર કરે છે.

દૂધની ચા પીવાનાં નુકસાન

દૂધની ચા પીવાનાં નુકસાન

અભ્યાસ માં જાણવા મળ્યું છે કે જે લોકો નરણા કોઠે બહુ વધાર દૂધ વાળી ચા પીવે છે, તેમને થાકનો અહેસાસ થાય છે. ચામાં દૂધ મેળવવાથી એંટી-ઑક્સીડંટની અસર નાબૂદ થઈ જાય છે.

કડક ચા પીવાની અસર

કડક ચા પીવાની અસર

નરણા કોઠે કડક ચા પીવાથી પેટને સીધું નુકસાન પહોંચી શકે છે. કડક ચાથી પેટમાં અલ્સર અને એસિડિટી થઈ શકે છે.

બે જુદી-જુદી ચા મેળવીને પીવાનું નુકસાન

બે જુદી-જુદી ચા મેળવીને પીવાનું નુકસાન

અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે જો આપ બે જુદી-જુદી બ્રાંડની ચા એક સાથે મેળવીને પીશો, તો તેની અસર ખૂબ ત્વરિત થશે અને આપને એવું લાગશે કે આપ પર નશો ચઢી ચુક્યો છે.

ચા સાથે બિસ્કિટ ખાવાથી શું થાય છે ?

ચા સાથે બિસ્કિટ ખાવાથી શું થાય છે ?

ચા સાથે બિસ્કિટ કે અન્ય વસ્તુઓ ખાવાથી પેટ દ્વારા ચા સારી રીતે પચાવી લેવામાં આવે છે. બીજી બાજુ ચા સાથે ચવાણું કે ગળ્યું ખાવાથી શરીરને સોડિયમની પ્રાપ્તિ થાય છે કે જેથી અલ્સર નથી થતું.

ચા પીવાની ગંદી ટેવ શું છે ?

ચા પીવાની ગંદી ટેવ શું છે ?

ચામાં ટૅનિન હોય છે. ખાસ તો ઘેરા રંગ વાળી ચામાં. તેવામાં તે આપના ભોજનમાં મોજૂદ આયર્ન સાથે રિએક્ટ કરી શકે છે. તેથી બપોરે જમ્યા બાદ ચા ન પીવો.

પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધે છે

પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધે છે

જે પુરુષો દિવસમાં 5 કપ ચા પીવે છે, તેમને પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધી જાય છે. એક અભ્યાસમાં આ માહિતીનો ખુલાસો થયો છે. આ અગાઉ અનેક રિસર્ચમાં દાવો કરાયો છે કે ચા પીવાથી કૅંસરનો ખતરો ટળે છે.

વધુ ગરમ ચા પીવાનું નુકસાન

વધુ ગરમ ચા પીવાનું નુકસાન

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ વધુ ગરમ ચા પીવાથી અન્નનળી કે ગળાનું કૅંસર થવાનો ખતરો આઠ ગણો સુધી વધી જાય છે. ઉકળતી ગરમ ચાગળાનાં ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.

Read more about: આરોગ્ય health tea
English summary
Here are a few more reasons why drinking tea on an empty stomach in the morning is a bad idea, take a look:
Story first published: Wednesday, November 16, 2016, 10:24 [IST]
X
Desktop Bottom Promotion