Related Articles
જમ્યાનાં તરત બાદ ન કરો આ 7 ભૂલો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ...
શરીરને આપ જે પ્રકારે ઢાળી લો છો, તે આપનાં આરોગ્ય માટે તેવું જ રિઝલ્ટ તૈયાર કરે છે. આપની દિનચર્યાથી આપનાં આરોગ્ય પર બહુ અસર પડે છે. સારી દિનચર્યા આપની ઉંમર વધારે છે.
ઘણા કામો એવા હોય છે કે જેમને કરવાથી આપનું ભોજન જલ્દી પચી જાય છે, તો કેટલાંક કામો કરી આપ બહુ મુશ્કેલી પણ સહન કરો છો. સામાન્ય રીતે આપણે જમ્યા બાદ એવા કામો કરીએ છીએ કે જે આપણાં આરોગ્ય માટે બહુ નુકસાનકારક છે.
આવોજાણીએ કે જમ્યાનાં તરત બાદ આપણે શું ન કરવું જોઇએ...
જમ્યા બાદ ફળો ન ખાઓ
જમ્યાનાં તરત બાદ ભૂલીથી પણ ફળોનું સેવન ન કરો. આ આપનાં માટે ગૅસ જેવીગંભીર સમસ્યાનું કારણ બની શકે છે.
જમ્યાનાં તરત બાદ સૂવાથી બચો
જમ્યા બાદ બહુ આળસ આવે છે, પરંતુ આપે આ સમયે ઊંઘથી બચવું જોઇએ. જમ્યા બાદ તરત સૂવાથી ભોજનનું પાચન બરાબર નથી થતું અને મેદસ્વિતા વધી જાય છે.
ધૂમ્રપાન ન કરો
આપે સામાન્ય રીતે ઘરોમાં જોયું હશે કે જમ્યા બાદ ઘણા લોકો સ્મૉકિંગનો શોખ ધરાવે છે. જમ્યા બાદ સ્મૉકિંગ કરવાથી બહુ નુકસાન થાય છે. તેનાંથી કૅંસર થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. તેથી આપણે જમ્યા બાદ ધૂમ્રપાનથી બચવું જોઇએ.
ચા ન પીવો
ચાનાં શોખીન લોકો જમ્યા બાદ જરૂર ચા પીવે છે, પરંતુ આપને જો આ ટેવ છે, તો આપને ભોજન પચવાની અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
જમ્યા બાદ તરત સ્નાન ન કરવું જોઇએ
સવારે સ્નાન આરોગ્ય માટે લાભકારક છે. સ્નાનનો પણ યોગ્ય સમય હોય છે, પરંતુ ઘણા લોકો જમ્યાનાં તરત બાદ સ્નાન કરે છે, જ્યારે આવું કરવાથી પેટની ચારે બાજુ રક્ત પ્રવાહ વધી જાય છે અને પાચન ક્રિયા મંદ પડી જાય છે. આ આપના માટે ખતરનાક છે.
પોતાનું બેલ્ટ ઢીલું ન કરો
ઘણી વખત લોકો વધુ પડતુ ખાઈ લે છે અને ખાધા બાદ પોતાનું બેલ્ટ ઢીલું કરી લે છે. આ આદત આપની પાચન ક્રિયાને નબળી કરે છે.
જમ્યા બાદ તરત ન ટહેલવું જોઇએ
ઘણા લોકોએ આ ભ્રમ ફેલાવ્યું છે કે જમ્યા બાદ તરત ચાલવું જોઇએ કે જેનાથી પાચન ક્રિયા બરાબર છે. હકીકતમાં આ ખોટું છે. જમ્યા બાદ થોડીક વાર રોકાવું જોઇએ. તે પછી ટહેલવું જોઇએ. જો આપ જમીને તરત ટહેલો છો, તો આ આપનાં શરીરને પોષણ નથી પ્રદાન કરતું.