For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાઇ યૂરિક એસિડને કંટ્રોલ કરવાની ટિપ્સ

By Karnal Hetalbahen
|

શું તમને દરરોજ આંગળીઓના હાડકાંમાં સામાન્ય દુખાવો થાય છે? તેનો અર્થ છે કે તમારા શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી રહી છે. શરીરમાં યૂરિક એસિડ, યૂરિનની એક બ્રેકડાઉન પ્રોડક્ટ છે. સામાન્ય કોશિકાઓ તૂટતાં અને ખાવામાં આવતાં ખાદ્ય પદાર્થોથી શરીરમાં પ્યૂરિન હાજર રહે છે.

જો તમને પણ હાઇ યૂરિક એસિડની સમસ્યા છે તો તમારા માટે એક ખુશબરી છે, જો તમે તમારા ખાવા-પીવાની રીતમાં થોડો ફેરફાર કરી લો, તો તમને આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. પ્રોપર ડાઇટ ચાર્ટ બનાવો અને તેને ફોટો કરો. કેટલાક પોઇન્ટને હંમેશા ધ્યાનમાં રાખો અને નિયમિત તેનું પાલન કરો. હાઇ યૂરિક એસિડની સમસ્યા થતાં શું-શું ખાવું જોઇએ, તે વિશે આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે.

1) તરલ પદાર્થોનું સેવન કરો

1) તરલ પદાર્થોનું સેવન કરો

હાઇ યૂરિક એસિડ થતાં વધુમાં વધુ લિક્વિડ લો. તેનાથી શરીરના વિષાયુક્ત પદાર્થ પેશાબના માર્ગે બહાર નિકળી જાય છે અને શરીરની અન્ય ગંદકી પણ સાફ થઇ જાય છે. એક દિવસમાં ઓછમાં ઓછું ત્રણ લીટર પાણી પીવો.

2) હાઇ-ફાઇબર ફૂડ

2) હાઇ-ફાઇબર ફૂડ

મેરીલેંડ મેડિકલ સેંટરની યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર હાઇ-ફાઇબર ફૂડ ખાવાથી શરીરમાં વધેલો યૂરિક એસિડ ઘટી જાય છે અને સંતુલિત થઇ જાય છે. તેને ખાવાથી યૂરિક એસિડની માત્રા અવશોષિત થઇ જાય છે અને બાકીના વિષાયુક્ત પદાર્થ યૂરિનના માર્ગે બહાર નિકળી જાય છે. તડબૂચ અને દળિયા જેવા પણ તેમાં મદદગાર સાબિત થાય છે.

3) ચેરી

3) ચેરી

હાઇ યૂરિક એસિડની ફરિયાદ થતાં ચેરીનું સેવન ફાયદાકારક છે. તેના સેવનથી બ્લોકેજ ખુલી જાય છે અને યૂરિક એસિડ પણ ઓછો થઇ જાય છે. ચેરીના સેવનથી જેનોક્સથાઇન ઓક્સિડેસ પણ બ્લોક થઇ જાય છે જેનાથી યૂરિક એસિડની માત્રા કાબૂમાં થઇ જાય છે.

4) બ્રોકલી

4) બ્રોકલી

બ્રોકલીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામીન સી પણ મોટી માત્રામાં મળી આવે છે. તેને ફૂડ ચાર્ટમાં જરૂર સામેલ કરો. તેના સેવનથી શરીરમાં યૂરિક એસિડની માત્રા ઓછી થઇ જાય છે.

5) બેકરી ફૂડ

5) બેકરી ફૂડ

જો તમારા શરીરમાં યૂરિક એસિડ હાઇ હોય, તો ક્યારેય પણ બેકરી પ્રોડક્ટ ખાવા ન જોઇએ. તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જેનાથી શરીરમાં હાઇ યૂરિક એસિડ થઇ જાય છે, કારણ કે તેમાં પ્રીર્જવેટિવ મળી આવે છે. કેક, પેનકેક, પેસ્ટ્રી વગેરે ખાવાનું ટાળો.

6) માછલી મીટ

6) માછલી મીટ

હાઇ યૂરિક એસિડની ફરિયાદ થતાં માછલી અને મીટને ન ખાવ. કેટલાક વિશેષ પ્રકારની માછલી જેમ કે- સારડિનેસ અને મૈકીરિલને ક્યારેય ખાશો નહી.

7) આલ્કોહોલ ન લો

7) આલ્કોહોલ ન લો

શરીરમાં આલ્કોહોલ પહોંચતાં હાઇ યૂરિક એસિડ થઇ જાય છે. જો સતત આલ્કોહોલનું સેવન કરવામાં આવે, તો શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય છે અને ઘણીવાર ગાઉટ એટેક આવી જાય છે.

8) ડબ્બામાં બંધ ફૂડ

8) ડબ્બામાં બંધ ફૂડ

યૂરિક એસિડ વધવાની સમસ્યા થતાં ડબ્બામાં પેક ફૂડનું સેવન ન કરો. તેનાથી બોડીમાં યૂરિક એસિડને બૂસ્ટઅપ કરનાર તત્વો નહી મળે અને તે કંટ્રોલમાં રહેશે.

English summary
A proper uric acid diet plan will help control your high uric acid levels. Here are diet tips for high uric acid patients. Read more to know the do's and don't's in a high uric acid diet list.
Story first published: Friday, January 6, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion