આ ૭ ગંભીર કારણોથી ઓળખો લ્યૂકેમિયાને

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જો તમે સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત મહિલા છો જે વિભિન્ન બિમારીઓ વિશે જાણકારી રાખવા ઈચ્છે છે. જે મનુષ્યોને વિશેષ રૂપથી મહિલાઓને પ્રભાવિત કરે છે. તો નિશ્ચિત જ તમે લ્યૂકેમિયા વિશે પણ જાણવા ઈચ્છતી હશો જે મહિલાઓમાં વિશેષ રીતે જોવા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે કેન્સર એક ઘાતક બીમારી છે જે કોઈપણ વ્યક્તિને થઇ શકે છે તથા તેના લક્ષણ અને પરિણામ ખૂબ ગંભીર હોય છે.

સંપૂર્ણ વિશ્વમાં કેન્સરની બીમારીથી પ્રતિવર્ષ ઘણા લોકોની મૃત્યુ થઇ જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરમાં કોઇપણ સ્ત્રી કે પુરુષને થઇ શકે છે. કેન્સરના ઘણા પ્રકાર છે જે લોકોને પ્રભાવિત કરે છે. એમાંથી કેટલાક બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર, પૈંક્રિયાસનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લ્યૂકેમિયા (બ્લડ કેન્સર) વગેરે છે.

લ્યૂકેમિયા કેન્સરનો જ એક પ્રકાર છે જે રક્ત કોશિકાઓને પ્રભાવિત કરે છે, શરીરની બીમારીઓથી લડવાની ક્ષમતાને ઓછી કરે છે અને પ્રતિરક્ષા તંત્રને નબળું બનાવે છે બ્લડ કેન્સર કે લ્યૂકેમિયાનો ઉપાય મુશ્કેલ હોય છે અને તેનાથી થનાર મૃત્યુનું પ્રમાણ વધુ છે. માટે અહીં લ્યૂકેમિયા સંબંધી કેટલાક લક્ષણ જણાવવામાં આવ્યા છે જેના વિશે દરેક મહિલાએ અવશ્ય જાણવું જોઈએ, આવો જોઈએ.

૧. ફીકી ત્વચા:

૧. ફીકી ત્વચા:

જો તમે જોવો છો કે તમારી ત્વચા ફીકી પડી રહી છે તો તમારે લ્યૂકેમિયાની તપાસ કરાવી જોઇએ કેમકે આ કેન્સરમાં નવી રક્ત કોશિકાઓ બનતી નથી જેના કારણે ત્વચા ફીકી દેખાવા લાગે છે.

૨. વધુ પ્રમાણમાં બ્લીડિંગ:

૨. વધુ પ્રમાણમાં બ્લીડિંગ:

જો તમને માસિક ધર્મના સમયે અચાનાક વધુ માત્રામાં બ્લીડિંગ થવા લાગે તો આ પણ લ્યૂકેમિયાનું લક્ષણ હોઈ શકે છે કેમકે લ્યૂકેમિયાના કારણે રક્ત કોશિકાઓમાં ઉણપ થવા લાગે છે.

૩. થાક:

૩. થાક:

લ્યૂકેમિયાના કારણે તમને કારણ વગર વધારે અને હંમેશા થાક લાગે છે. એવું એટલા માટે થાય છે કેમકે રક્ત કોશિકાઓ નષ્ટ થવા લાગે છે અંત: કારણ વગર લાગનાર થાકને પણ ક્યારેય નજરઅંદાજ ના કરો.

૪. હંમેશા સંક્રમણ થવું:

૪. હંમેશા સંક્રમણ થવું:

જો તમારા શરીરમાં હંમેશા સંક્રમણ થાય છે વિશેષ રીતે પેટ અને ગળામાં તો આ લ્યૂકેમિયાનું એક લક્ષણ હોઇ શકે છે જે તમારી પ્રતિકારક ક્ષમતાને નબળી બનાવે છે.

૫. તાવ:

૫. તાવ:

જો તમને મોટાભાગે વધુ પ્રમાણમાં તાવ રહેતો હોય તો આ બ્લડ કેન્સરનું એક કારણ હોઇ શકે છે.

૬. શ્વાસ લેવામાં તકલીફ થવી:

૬. શ્વાસ લેવામાં તકલીફ થવી:

જો તમને કોઈપણ શારિરીક કામ કર્યા વગર પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આ લ્યૂકેમિયાનું એક કારણ હોઈ શકે છે કેમકે તેના કારણે રક્ત કોશિકાઓ તીવ્રતાથી નષ્ટ થવા લાગે છે જેના કારણે ઉર્જા ઓછી થવા લાગે છે.

૭. સ્લો હીલિંગ (ઘા વગેરેનું ધીમે ધીમે રુઝાવું)

૭. સ્લો હીલિંગ (ઘા વગેરેનું ધીમે ધીમે રુઝાવું)

જ્યારે કોઈ વ્યક્તિને બ્લડ કેન્સર થાય છે તો તેના શરીરની હીલિંગ ક્ષમણા ખૂબ જ ઓછી થઈ જાય છે કેમકે રક્ત કોશિકાઓનું નિર્માણ ખૂબ ઓછું હોય છે. આ પણ લ્યૂકેમિયાનું એક લક્ષણ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

Read more about: women મહિલા
English summary
Here are some of the signs of leukaemia that women must not ignore; have a look.
Story first published: Monday, March 20, 2017, 10:00 [IST]