For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપનાં નવજાત શિશુ માટે ગાયનું દૂધ છે ખતરનાક, પિવડાવતા પહેલા જાણી લો આ વાતો...

By Lekhaka
|

ગાયના દૂધને એમ તો વરદાન ગણવામાં આવે છે, પરંતુ નવજાત શિશુઓ માટે તે ખૂબ નુકસાનકારક છે. એક વર્ષથી ઓછી વયનાં બાળકોને ગાયનું દૂધ ન પિવડાવવું જોઇએ.

ગાયનું દૂધ આપવાથી તેમનાં શ્વસન અને પાચન તંત્રમાં રોગો થવાનો જોખમ વધી જાય છે. આ ઉપરાંત પણ ગાયનાં દૂધથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

હળવા અને પચનાર પદાર્થો આપો

હળવા અને પચનાર પદાર્થો આપો

આપનાં શિશુનાં સારા આરોગ્ય માટે હળવા અને પચી જનાર ખાદ્ય પદાર્થોની આવશ્યકતા હોય છે. એક વર્ષથી ઓછી વયનાં બાળકો દૂધમાં મોજૂદ પ્રોટીન પચાવી નથી શકતાં કે જે તેમના માટે મુશ્કેલી પેદા કરે છે.

એનીમિયાનો ખતરો હોય છે

એનીમિયાનો ખતરો હોય છે

બાળ રોગ નિષ્ણાતોનું કહેવું છે કે જો ગાયનું દૂધ આ પ્રારંભિક ગાળામાં આપવામાં આવે, તો શિશુને લૌહ તત્વની ઓછી સાંદ્રતાથી એનીમિયાનો ખતરો ઊભો થઈ શકે છે. તેનાંથી તેમાં એલર્જીની સાથે જ અન્ય રોગો થવાનો ખતરો 65 ટકા સુધી વધી જાય છે.

ઘરનું અનુપૂરક ભોજન ખવડાવો

ઘરનું અનુપૂરક ભોજન ખવડાવો

આપ ઇચ્છો તો એક વર્ષથી વધુ વયનાં શિશુઓને ઘરનું અનુપૂરક ભોજન ખવડાવી શકો છો. જ્યારે એક વર્ષથી ઓછી વયનાં બાળકોને વિશેષ હાઇડ્રોલાઇઝ્ડ અને એમિનો એસિડ આધારિત ભોજનની જરૂર હોય છે કે જેનાથી તેમને એલર્જી કે તેની સાથે સંકળાયેલી બીજી સમસ્યાઓ નથી થતી.

જાગૃતિની ઉણપ

જાગૃતિની ઉણપ

તાજેતરમાં જ કરવામાં આવેલ એક શોધમાં જાણવા મળ્યુ છે કે 40 ટકા બપાળકોને સમયસર અનુપૂરક ભોજન મળી શકે છે, જ્યારે માત્ર 10 ચટકા બાળકો જ 6થી 23 મહિના વચ્ચે પુરતું આહાર પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં ગાયનાં દૂધને સારૂં ગણી એક વર્ષથી ઓછી વયનાં બાળકોને આપવામાં આવે છે કે જે જાગૃતિની ઉણપ દર્શાવે છે.

English summary
Your baby needs light and digestible foods for good health. Children under one year can not digest proteins present in milk
Story first published: Sunday, September 24, 2017, 20:46 [IST]
X
Desktop Bottom Promotion