Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
રાત્રે દહીં કેમ ન ખાવું જોઇએ, જાણો આર્યુવેદિક કારણો
આમ તો દહીં બધા માટે ફાયદાકારક છે પરંતુ આયુર્વેદના અનુસાર તેને રાત્રે ખાવાનું ટાળવું જોઇએ. રાત્રે દહીં શરીરમાં કફ દોષ વધારે છે. આયુર્વેદનું માનીએ તો રાત્રે આપણા શરીરમાં કફની પ્રાકૃતિક પ્રબળતા વધી જાય છે. એટલા માટે રાત્રે દહીંનુ સેવન ન કરવું જોઇએ. કારણ કે આ સમસ્યાને વધારે છે જેનાથી પેટના રોગ થશે.
દહીં ટેસ્ટમાં ખાટું, તાસીરમાં ગરમ અને પચાવવામાં ભારે હોય છે. આ ગેસ, તાકાત, કફ, પિત્ત, પાચનશક્તિ વધારે છે. શરીરમાં સોજો વગેરે હોય તો, દહી ખાવાથી હંમેશા બચવું જોઇએ કારણ કે આ સોજાને વધારે છે. ધ્યાન આપો કે આ વાત ફક્ત ખાટા દહીં ખાવા વિશે કહેવામાં આવતી નથી.
ખાટું દહીં ક્યારેય ગરમ કરીને ન ખાવું જોઇએ, દહીંને ફક્ત રાત્રે જ નહી, પરંતુ વસંત ઋતુમાં પણ ખાવું ન જોઇએ. પેટની સમસ્યા હોય કે પછી પેશાબ સંબંધિત સમસ્યા, દહીંને મધ, ઘી, ખાંડ અને આંબળાની સાથે ખાવાથી રાહત મળે છે.
આયુર્વેદના નિયમ અનુસાર દહીને બની શકે એટલું રાત્રે ખાવાનું ટાળવું જોઇએ. પરંતુ જો તમારે દહીં ખાવું જ છે તો ચપટી મરી પાવદર નાંખીને ખાવું. તમે તેમાં મેથી પાવડર પણ મિક્સ કરી શકો છો. આ પેટ સંબંધિત રોગોને પણ દૂર કરી દેશે.
રાત્રે દહીમાં ખાંડ મિક્સ કરીને બિલકુલ પણ ના ખાશો. દહીંની જગ્યાએ તમે બટર મિલ્ક અથવા મઠો અથવા છાસનું સેવન કરો તો અતિ ઉત્તમ રહેશે.